નવી દિલ્હીઃ આઇપીએલ 2019ની સિઝન માટે ખેલાડીઓની આજે જયપુરમાં હરાજી થવા જઈ રહી છે. આ હરાજીને લઇને 8 ફ્રેન્ચાઇઝીઓ મેદાનમાં છે. જ્યારે 346 ખેલાડીઓની બોલી લાગવાની છે. આ વખતની આઇપીએલ હરાજીમાં સૌથી વધુ બેઝપ્રાઇઝમાં 8 થી 10 ખેલાડીઓ છે.
2/5
3/5
આ વખતની આઇપીએલમાં સૌથી વધુ ભારતમાંથી 226 ખેલાડીઓ સામેલ થશે, ઉપરાંત સાઉથ આફ્રિકા (26), ઓસ્ટ્રેલિયા (23), વેસ્ટઇન્ડિઝ (18), ઇંગ્લેન્ડ (18), ન્યૂઝીલેન્ડ (13), અફઘાનિસ્તાન (8), શ્રીલંકા (7), બાંગ્લાદેશ (2), ઝિમ્બાબ્વે (2), યુએસએ (1)ના ખેલાડીઓ નસીબ અજમાવશે.
4/5
આ હરાજીમાં સૌથી વધુ બેઝ પ્રાઇઝ 2 કરોડ રૂપિયાની છે, જેમાં બ્રેન્ડન મેક્કુલમ, ક્રિસ વૉક્સ, લસિત મલિંગા, શૉન માર્શ, કોલિન ઇન્ગ્રામ, કોરી એન્ડરસન, એન્જેલો મેથ્યૂઝ, ડીઆરસી શોર્ટ અને સેમ્યૂઅલ કરન સામેલ છે.
5/5
જયપુરમાં યોજાનારી હરાજીમાં આઇપીએલ ઓક્ઝન માટે કુલ 346 ખેલાડીઓની બોલી લાગશે. હરાજી માટે 1,003 ખેલાડીઓએ પોતાનુ રજિસ્ટ્રેશન કરાવ્યુ હતુ અને 8 ફ્રેન્ચાઇઝી ટીમો દ્વારા શોર્ટલિસ્ટ જમા કરાવ્યા બાદ અંતિમ ખેલાડીઓનું ફાઇનલ લિસ્ટ તૈયાર કરવામાં આવ્યુ હતું.