આઇપીએલની કઇ બે ટીમોમાં અંદરોઅંદરની લડાઇમાં સ્ટાર ખેલાડીઓ કપાયા ને યુવાઓ થયા રિટેન, જાણો વિગતે
આ કડીમાં સૌથી વધુ ચોંકાવનારી વાત એ છે કે, પંજાબ કિંગ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદને આખેઆખી નવી ટીમ બનાવવી પડશે. કેમકે બન્ને ટીમોના મોટા ભાગના ખેલાડીઓને રિલીઝ કરી દીધા છે.
નવી દિલ્હીઃ આઇપીએલ 2022ના મેગા ઓક્શન પહેલા 8 ટીમોએ પોતે રિટેન કરેલા ખેલાડીઓની યાદી જાહેર કરી દીધી છે. આ લિસ્ટમાં કેટલાય ચોંકાવનારા નામ સામેલ છે, અને તેમાં કેટલાક એવા મોટા નામો પણ છે જેને ટીમે બહારનો રસ્તો દેખાડી દીધો છે. પરંતુ આ બધાની વચ્ચે ચેન્નાઇ સુપર કિંગ્સે બધાને ચોંકાવનારુ પગલુ ભર્યુ છે. સીએસકેએ ધોની કરતાં પણ વધુ કિંમતમાં રવિન્દ્ર જાડેજાને રિટેન કર્યો છે. જાડેજાને 16 કરોડની માતબર રકમ સાથે ટીમે રિટેન કર્યો છે.
આ કડીમાં સૌથી વધુ ચોંકાવનારી વાત એ છે કે, પંજાબ કિંગ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદને આખેઆખી નવી ટીમ બનાવવી પડશે. કેમકે બન્ને ટીમોના મોટા ભાગના ખેલાડીઓને રિલીઝ કરી દીધા છે.
પંજાબ-હૈદરાબાદ બનાવશે આખી નવી ટીમ
પંજાબ કિંગ્સ ઇલેવને મોટુ પગલુ ભરતા ચાલુ કેપ્ટન કેએલ રાહુલને રિલીઝ કરીને તેની જગ્યાએ મયંક અગ્રવાલને રિટેન કર્યો છે. પંજાબ મયંક અગ્રવાલને 12 કરોડ રૂપિયા આપશે. વળી, એક અનકેપ્ડ પ્લેયર તરીકે પંજાબે ફાસ્ટ બૉલર અર્શદીપ સિંહને પણ રિટેન કર્યો છે. મયંક અગ્રવાલ આગામી સિઝનમાં પંજાબની કમાન સંભાળી શકે છે.
હૈદરાબાદની વાત કરીએ તો, તેને ડેવિડ વોર્નરને રિટેન ના કરવાનો ફેંસલો કર્યો છે. તેની જગ્યાએ હૈદરાબાદે કેન વિલિયમસનને 14 કરોડ રૂપિયામાં રિટેન કર્યો છે. સાથે બે અનકેપ્ડ ભારતીય ખેલાડી અબ્દુલ સમદ 4 કરોડ રૂપિયા અને ઉમરાન મલિક 4 કરોડ રૂપિયામાં બન્નેને રિટેન કર્યા છે. વળી, રાશિદ ખાનને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે. રિપોર્ટ છે કે, બન્ને ટીમોમાં છેલ્લા કેટલાક સમયથી અંદરો અંદર ખેંચતાણ ચાલી રહી છે, જેના કારણે ફ્રેન્ચાઇઝીએ આ મોટો નિર્ણય લીધો છે.
IPL Retention 2021: દિલ્હી કેપિટલ્સે કેપ્ટન પંતને 16 કરોડમાં રિટેન કર્યો
ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની વર્તમાન આઠ ફ્રેન્ચાઈઝી માટે ખેલાડીઓને જાળવી રાખવાની અંતિમ તારીખ આજે (મંગળવારે) પૂરી થઈ ગઈ છે. દિલ્હી કેપિટલ્સે જે ખેલાડીઓને રિટેન કર્યા તેની જાહેરાત કરવામાં આવી છે. દિલ્હી કેપિટલ્સે ચાર ખેલાડીઓને રિટેન કર્યા છે.
1 રિષભ પંત- 16 કરોડ રૂપિયામાં રિટેન
2 અક્ષર પટેલ- 9 કરોડ રૂપિયામાં રિટેન
3 પૃથ્વી શો- 7.50 કરોડ રૂપિયામાં રિટેન
4 એનરિક નોર્ત્યા- 6.50 કરોડ રૂપિયામાં રિટેન