IPL 2025 Final: 17 વર્ષ, 6256 દિવસ, 90,08,640 મિનિટ, ખિતાબ જીતવા પર RCB ની પોસ્ટ વાયરલ
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે IPL 2025નો ખિતાબ જીત્યો છે. 17 વર્ષની રાહનો અંત આવ્યો છે. આખરે વિરાટ કોહલી ચેમ્પિયન બન્યો છે.

IPL Final 2025 PBKS vs RCB : રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે IPL 2025નો ખિતાબ જીત્યો છે. 17 વર્ષની રાહનો અંત આવ્યો છે. આખરે વિરાટ કોહલી ચેમ્પિયન બન્યો છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ફાઇનલમાં RCB એ પંજાબને છ રનથી હરાવ્યું હતું. રોયલ ચેલેન્જર્સની શાનદાર જીત બાદ RCBની પોસ્ટ વાયરલ થઈ છે. RCB દ્વારા એક્સ પર પોસ્ટ કરવામાં આવી છે. જેમાં લખ્યું છે કે, 17 વર્ષ, 6256 દિવસ, 90,08,640 મિનિટ બાદ જેની રાહ જોઈ રહ્યા હતા તેનો અંત આવ્યો.
𝐂𝐇𝐀𝐌𝐏𝐈𝐎𝐍𝐒 ⭐️ RCB PLAYED BOLD! 😇
— Royal Challengers Bengaluru (@RCBTweets) June 3, 2025
17 Years, 6256 Days, 90,08,640 Minutes later, the wait finally ends. 🙌🤯
The IPL Trophy is finally coming home. And we CANT KEEP CALM! 🤩😍❤️ pic.twitter.com/lQvtLff9o2
IPL 2025નું ટાઈટલ જીત્યા બાદ રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુના ખેલાડીઓ જશ્નમાં ડૂબ્યા છે. બેંગ્લુરુની જીત બાદ વિરાટ કોહલી ભાવુક થયો હતો. આ શાનદાર જીત બાદ કોહલીની આંખોમાં આંસુ જોવા મળ્યા હતા.
RCB એ 20 ઓવરમાં 190 રન બનાવ્યા હતા
ટોસ હાર્યા બાદ પહેલા બેટિંગ કરતા RCB એ 20 ઓવરમાં નવ વિકેટે 190 રન બનાવ્યા હતા. જવાબમાં પંજાબની ટીમ સાત વિકેટે 184 રન જ બનાવી શકી હતી. RCB IPL ચેમ્પિયન બનનારી આઠમી ટીમ છે. આ પહેલા રાજસ્થાન રોયલ્સ, ચેન્નાઈ સુપર કિંગ્સ, ડેક્કન ચાર્જર્સ, મુંબઈ ઇન્ડિયન્સ, ગુજરાત ટાઇટન્સ, કોલકાતા નાઈટ રાઇડર્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમો ચેમ્પિયન બની ચૂકી છે.
191 રનનો લક્ષ્યાંક મળ્યો હતો
પંજાબ કિંગ્સને 191 રનનો લક્ષ્યાંક મળ્યો હતો. આ મોટા લક્ષ્યનો પીછો કરવા માટે પંજાબે ઓપનિંગમાં બે અનકેપ્ડ ખેલાડીઓ મેદાનમાં ઉતાર્યા. પ્રિયાંશ આર્ય અને પ્રભસિમરન સિંહે તેમની ટીમને ઝડપી શરૂઆત અપાવી હતી, પરંતુ પ્રિયાંશ 24 રન બનાવીને આઉટ થયો. ફિલ સોલ્ટે એક અદ્ભુત કેચ પકડ્યો અને પ્રિયાંશને પેવેલિયન મોકલી દીધો હતો. બધું બરાબર ચાલી રહ્યું હતું અને પંજાબનો સ્કોર એક વિકેટના નુકસાને 72 રન હતો, પરંતુ આગામી 26 રનમાં પંજાબે 3 મહત્વપૂર્ણ વિકેટ ગુમાવી દીધી.
આ મહત્વપૂર્ણ મેચમાં, કેપ્ટન શ્રેયસ ઐયર પણ માત્ર 1 રન જ બનાવી શક્યો. ટૂંક સમયમાં પંજાબે 98 રનના સ્કોરે 4 વિકેટ ગુમાવી દીધી. નેહલ વાઢેરા અને શશાંક સિંહે ધીમે ધીમે ઇનિંગ્સને આગળ ધપાવી અને સાથે મળીને 38 રન ઉમેર્યા, પરંતુ એકવાર વિકેટ પડવાનું શરૂ થયું મેચ પંજાબના હાથમાંથી સરકી ગઈ.
મધ્યમ ઓવરોમાં નબળી બેટિંગ પંજાબ કિંગ્સની હારનું એક મુખ્ય કારણ હતું. 4 ઓવરમાં પંજાબની ટીમે શ્રેયસ ઐયર, પ્રભસિમરન સિંહ અને જોશ ઇંગ્લિશની વિકેટ ગુમાવી દીધી હતી. જ્યાંથી પંજાબ મેચમાં વાપસી કરી શક્યું નહીં. હકીકતમાં, 72 રનના સ્કોર પર એક વિકેટ લીધા પછી પંજાબે 26 રનની અંદર 3 વિકેટ ગુમાવી દીધી.




















