(Source: ECI/ABP News/ABP Majha)
KKR vs DC: ફક્ત 8 રન બનાવનાર અજીંક્ય રહાણે ત્રણ વખત આઉટ થતાં બચી ગયો, જાણો કઈ રીતે
કોલકાતાના ઓપનર વેંકટેશ એય્યર ત્રીજી ઓવરમાં 8 બોલમાં 18 રન કરીને આઉટ થઈ ગયો હતો. ત્યાર બાદ કોલકાતાની બીજી વિકેટ અજીંક્ય રહાણેના રુપમાં પડી હતી.
IPL 2022: આજની દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સની મેચમાં દિલ્હી કેપિટલ્સે પ્રથમ બેટિંગ કરતાં 215 રનનો જંગી સ્કોર કર્યો હતો. ત્યાર બાદ બેટિંગ કરવા ઉતરેલી કોલકાતા નાઈટ રાઈડર્સની 5મી ઓવર સુધીમાં 2 વિકેટ પડી ગઈ હતી. કોલકાતાના ઓપનર વેંકટેશ એય્યર ત્રીજી ઓવરમાં 8 બોલમાં 18 રન કરીને આઉટ થઈ ગયો હતો. ત્યાર બાદ કોલકાતાની બીજી વિકેટ અજીંક્ય રહાણેના રુપમાં પડી હતી.
આ પહેલાં મુસ્તફિજુર રહેમાન દ્વારા નાખવામાં આવેલા ઈનિંગની પહેલી ઓવરમાં શરુઆતના બે બોલ પર એમ્પાયરે અજિંક્ય રહાણેને આઉટ આપ્યો હતો. પરંતુ બંને વખતે રહાણેએ ડીઆરએસનો ઉપયોગ કર્યો હતો અને તે આઉટ થતાં બચ્યો હતો. પ્રથમ બોલ પર એમ્પાયર જે મદનગોપાલે રહાણેને કેચ બિહાઈંડ આઉટ આપ્યો હતો જે બાદ રહાણેએ ડીઆરએસ લીધો હતો. જ્યાં ટીવી રિપ્લેમાં સ્પષ્ટ થયું હતું કે બોલ રહાણેના ડાબા પેડના ઉપરથી વાગીને વિકેટકીપર પાસે પહોંચ્યો હતી. એવામાં મેદાનના એમ્પાયરે પોતાનો નિર્ણય બદલવો પડ્યો હતો.
Lucky Man Ajinkya Rahane!!!#IPL2022 #KKRvDC pic.twitter.com/m6yketdUHz
— Rahul Choudhary (@Rahulc7official) April 10, 2022
ત્યાર બાદ બીજા બોલ પર રહાણેને એલબીડબલ્યુ આઉટ આપ્યો હતો. આ વખતે પણ રહાણેએ ડિઆરએસ લીધો હતો. રિપ્લેમાં સાબિત થયું કે બોલ રહાણેના બેટથી ટકરાઈને પેડ લાગી હતી. ત્યાર પછી ત્રીજા બોલ પર રહાણેના બેટથી વાગીને બોલ વિકેટકીપરના હાથોમાં પહોંચ્યો હતો. પરંતુ બોલરે કે બીજા કોઈ ફિલ્ડરે અપિલ નહોતી કરી જેના કારણે રહાણે આઉટ થતાં બચ્યો હતો. જો કે રહાણે ત્રણ વખત આઉટ થતાં બચ્યો હોવા છતાં કંઈ ખાસ કમાલ નહોતો કરી શક્યો અને 8 રન બનાવીને ખલીલ અહેમદના બોલ પર શાર્દુલ ઠાકુરના હાથે કેચ આઉટ થયો હતો.
Brilliant Catch by Lord Shardul! #DCvsKKR #IPL2022 pic.twitter.com/CTWgd866Fr
— Kumar Gourav (@TheKumarGourav) April 10, 2022