IPL: 2008થી લઇને 2022 સુધી જાણો કઇ ટીમે કોણે હરાવીને જીતી આઇપીએલ ટ્રૉફી, કોણ બન્યું પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ ?
જાણો અહીં વર્ષ 2009થી શરૂ થયેલી આઇપીએલને અત્યાર સુધી કયા કયા ચેમ્પીયનો મળ્યા, કયા વર્ષમાં કઇ ટીમ થઇ ચેમ્પીયન.... જુઓ 2008થી 2023 સુધીની ચેમ્પીયન ટીમો વિશે.....
IPL Winner List 2008 To 2022: આઇપીએલની સિઝન 16 એટલે કે આઇપીએલ 2023 ગણતરીના દિવસો બાદ શરૂ થઇ રહી છે. આ વખતે ઓપનિંગ મેચમાં ગઇ વખતની ચેમ્પીયન ટીમ ગુજરાત ટાઇટન્સની ટક્કર ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચે રમાશે. આ પહેલા જાણો અહીં વર્ષ 2009થી શરૂ થયેલી આઇપીએલને અત્યાર સુધી કયા કયા ચેમ્પીયનો મળ્યા, કયા વર્ષમાં કઇ ટીમ થઇ ચેમ્પીયન.... જુઓ 2008થી 2023 સુધીની ચેમ્પીયન ટીમો વિશે.....
આઇપીએલ 2008 (રાજસ્થાન રૉયલ્સ) -
2008માં આઇપીએલની પહેલી સિઝન રમાઇ, આમાં રાજ્સ્થાન રૉયલ્સે ઇતિહાસ રચી દીધો, શેન વૉર્નની કેપ્ટનશીપ વાળી રાજસ્થાને ફાઇનલમાં ધોનીની કેપ્ટનશીપ વાળા ચેન્નાઇ સુપર કિંગ્સને હરાવીને પહેલો ખિતાબ પોતાના નામે કર્યો હતો. રાજસ્થાને ચેન્નાઇને ત્રણ વિકેટથી હારવ્યુ હતુ. શેન વૉટશન પ્લેયર ઓફ ધ સીરીઝ બન્યો હતો.
આઇપીએલ 2009 (ડેક્કન ચાર્જર્સ હૈદરાબાદ) -
ડેક્કન ચાર્જર્સ હૈદરાબાદે બીજી સિઝનનો ખિતાબ જીત્યો, આઇપીએલ 2009 માં હૈદરાબાદે ફાઇનલમાં રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉરને છ રનોથી હાર આપીને ખિતાબ પોતાના નામે કર્યો હતો. એડમ ગિલક્રિસ્ટ પ્લેયર ઓફ ધ સીરીઝ બન્યો હતો.
આઇપીએલ 2010 (ચેન્નાઇ સુપર કિંગ્સ) -
ચેન્નાઇ સુપર કિંગ્સે વર્ષ 2010માં આઇપીએલ ખિતાબ પોતાના નામે કર્યો, ધોનીની ટીમ મુંબઇને ફાઇનલમાં 22 રનોથી હરાવીને ચેમ્પીયન બની હતી. સચિન તેંદુલકર પ્લેયર ઓફ ધ સીરીઝ બન્યો હતો.
આઇપીએલ 2011 (ચેન્નાઇ સુપર કિંગ્સ) -
ધોનીની ટીમે ફરી એકવાર આઇપીએલ 2011માં ફરી ખિતાબ જીત્યો, ફાઇનલમાં ચેન્નાઇએ રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉરને 58 રનોથી હરાવીને ખિતાબ પોતાના નામે કર્યો હતો. ક્રિસ ગેલ પ્લેયર ઓફ ધ સીરીઝ બન્યો હતો.
આઇપીએલ 2012 (કોલકત્તા નાઇટ રાઇડર્સ)
2012માં આઇપીએલને એક નવુ ચેમ્પીયન મળ્યુ, કોલકત્તા નાઇટ રાઇડર્સે પાંચમી સિઝન પોતાના નામે કરી, ગૌતમ ગંભીરની કેપ્ટનશીપમાં કેકેઆરે ફાઇનલમાં ચેન્નાઇને 5 વિકેટથી હરાવ્યુ હતુ, સુનીલ નારેન પ્લેયર ઓફ ધ સીરીઝ બન્યો હતો.
આઇપીએલ 2013 (મુંબઇ ઇન્ડિયન્સ) -
આઇપીએલને 2013માં એક નવુ ચેમ્પીયન મળ્યુ, રોહિત શર્માની કેપ્ટનશીપમાં મુંબઇ ઇન્ડિયન્સે ખિતાબ જીત્યુ, મુંબઇએ ચેન્નાઇ સુપર કિંગ્સને ફાઇનલમાં 23 રનોથી હરાવ્યુ. શેન વૉટસન બન્યો પ્લેયર ઓફ ધ સીરીઝ.
આઇપીએલ 2014 (કોલકત્તા નાઇટ રાઇડર્સ) -
આઇપીએલ 2014માં કોલકત્તા નાઇટ રાઇડર્સે ફરી ખિતાબ જીત્યો, ગૌતમ ગંભીરની કેપ્ટનશીપ હેઠળ કોલકત્તાએ 2014ની ફાઇનલમાં કિંગ્સ ઇલેવન પંજાબને ત્રણ વિકેટથી હરાવ્યુ હતુ. ગ્લેન મેક્સવેલ પ્લેયર ઓફ ધ સીરીઝ બન્યો હતો.
આઇપીએલ 2015 (મુંબઇ ઇન્ડિયન્સ) -
આઇપીએલ 2015માં મુંબઇ ઇન્ડિયન્સની ટીમ ફરી એકવાર ચેમ્પીયન બની, રોહિતની આગેવાનીમાં મુંબઇએ ફરી ફાઇનલમાં ચેન્નાઇને હરાવ્યુ. મુંબઇ ઇન્ડિયન્સ 41 રનથી જીત હાંસલ કરી. આન્દ્રે રસેલ પ્લેયર ઓફ ધ સીરીઝ બન્યો હતો.
આઇપીએલ 2016 (સનરાઇઝર્સ હૈદરાબાદ) -
વર્ષ 2016માં ડેવિડ વૉર્નરની કેપ્ટનશીપ હેઠળ આઇપીએલમાં હૈદરાબાદની ટીમ ચેમ્પીયન બની, પહેલીવાર ખિતાબ પોતાના નામે કર્યો. હૈદરાબાદે ફાઇનલમાં રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉરને 8 રનથી હરાવ્યુ હતુ. વિરાટ કોહલી આ વખતે પ્લેયર ઓફ ધ સીરીઝ બન્યો હતો.
આઇપીએલ 2017 (મુંબઇ ઇન્ડિયન્સ) -
આઇપીએલ 2017માં મુંબઇ ઇન્ડિયન્સની ટીમ ત્રીજીવાર ચેમ્પીયન બની. મુંબઇએ ફાઇનલ મેચમાં રાઇઝિંગ પૂણે સુપરજાયન્ટ્સને 1 રનથી હરાવ્યુ હતુ, બેન સ્ટૉક્સ પ્લેયર ઓફ ધ સીરીઝ બન્યો હતો.
આઇપીએલ 2018 (ચેન્નાઇ સુપર કિંગ્સ) -
આઇપીએલ 2018માં ચેન્નાઇ સુપર કિંગ્સે બે વર્ષના બેન બાન વાપસી કરી, ધોનીના નેતૃત્વ વાળી ચેન્નાઇની ટીમે ફાઇનલમાં સનરાઇઝર્સ હૈદરાબાદને 8 વિકેટથી હરાવી દીધુ હતુ. આ સિઝનમાં કોલકત્તાના સુનીલ નારેન પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો.
આઇપીએલ 2019 (મુંબઇ ઇન્ડિયન્સ) -
આઇપીએલમાં ફરી એકવાર રોમાંચક ફાઇનલમાં મુંબઇ ઇન્ડિયન્સે ચેન્નાઇ સુપર કિંગ્સને 1 રનથી હરાવ્યુ, આ સાથે જ મુંબઇની ટીમે આઇપીએલ ખિતાબ ચોથી વાર પોતાના નામે કર્યો હતો. કેકેઆરના આન્દ્રે રસેલ પ્લેયર ઓફ ધ સીરીઝ રહ્યો હતો.
આઇપીએલ 2020 (મુંબઇ ઇન્ડિયન્સ) -
આઇપીએલ 2020ની શરૂઆત કોરોનાના કારણે સપ્ટેમ્બરથી થઇ હતી. મુંબઇની ટીમે ફાઇનલ મેચમાં દિલ્હી કેપિટલ્સને પાંચ વિકેટથી હરાવ્યુ હતુ. આ સાથે જ તે આઇપીએલ ઇતિહાસની સૌથી મોટી ટીમ બની ગઇ. ફાસ્ટ બૉલર જોફ્રા આર્ચર પ્લેયર ઓફ ધ સીરીઝ બન્યો હતો.
આઇપીએલ 2021 (ચેન્નાઇ સુપર કિંગ્સ) -
વર્ષ 2021માં આઇપીએલ ખિતાબ ફરી એકવાર ચેન્નાઇ સુપર કિંગ્સની ટીમે જીત્યો, ટીમે ફાઇનલમાં કોલકત્તા નાઇટ રાઇડર્સને 27 રનોથી હરાવ્યુ, બેંગ્લૉરના હર્ષલ પટેલને પ્લેયર ઓફ ધ સીરીઝ બનાવામાં આવ્યો હતો.
આઇપીએલ 2022 (ગુજરાત ટાઇટન્સ) -
આઇપીએલ 2022માં હાર્દિક પંડ્યાની આગેવાની વાળી ગુજરાત ટાઇટન્સની ટીમે પહેલીવાર ખિતાબ જીતી લીધો. ફાઇનલ મેચમાં ગુજરાત અને રાજસ્થાનની વચ્ચે રમાઇ, ફાઇનલમાં ગુજરાતે રાજસ્થાનને 7 વિકેટથી હરાવ્યુ, જૉસ બટલર પ્લેયર ઓફ ધ સીરીઝ રહ્યો હતો.