RCB vs PBKS Final: સપનુ પુરુ થતા પત્ની અનુષ્કાને ગળે લગાવીને રડવા લાગ્યો વિરાટ કોહલી, જુઓ વીડિયો
RCB vs PBKS Final: ટાઇટલ જીત્યા પછી વિરાટ કોહલી રડવા લાગ્યો હતો. તેણે તેની પત્ની અનુષ્કા શર્માને ગળે લગાવી હતી

RCB vs PBKS Final: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મંગળવારે ઈન્ડિયન પ્રિમિયર લીગની ફાઇનલમાં ઇતિહાસ રચાયો હતો. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ 18 વર્ષમાં પહેલી વાર IPL ટાઇટલ જીત્યું હતું. ટાઇટલ જીત્યા પછી વિરાટ કોહલી રડવા લાગ્યો હતો. તેણે તેની પત્ની અનુષ્કા શર્માને ગળે લગાવી અને ખૂબ રડ્યો હતો.
VIRAT kohli & Anushka Sharma pic.twitter.com/yFlesKYR4j
— Devilal Bangra (@devilalbangra3) June 3, 2025
ફાઇનલ મેચમાં પંજાબના કેપ્ટને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. કાઇલ જેમિસન (3/48) અને અર્શદીપ સિંહ (3/40) ના નેતૃત્વમાં પંજાબ કિંગ્સના બોલરોએ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) ને 190 રનને અટકાવી દીધી હતી.
Everyone is looking at him and he's just looking at her embracing his world in his arms🥹🧿❤️#ViratKohli #anushkasharma #virushka pic.twitter.com/aeuRptxE35
— s (@yaayerhs) June 3, 2025
બોલરોએ મેચ બદલી નાખી
અર્શદીપે ઇનિંગ્સની છેલ્લી ઓવરમાં શાનદાર બોલિંગ કરી હતી. ફક્ત ત્રણ રન આપ્યા અને ત્રણ વિકેટ લીધી હતી. 18 વર્ષના IPL કારકિર્દીમાં ચોથી વખત ફાઇનલ રમી રહેલા વિરાટ કોહલીએ સૌથી વધુ 43 રન કર્યા હતા. લક્ષ્યનો પીછો કરતા પંજાબ કિંગ્સે 20 ઓવરમાં 7 વિકેટે 184 રન કર્યા હતા. શશાંક સિંહે 61 રનની અણનમ ઇનિંગ્સ રમી હતી. જોશ ઇંગ્લિસે 39 રનનું યોગદાન આપ્યું હતું. આરસીબી તરફથી ભુવનેશ્વર કુમાર અને કૃણાલ પંડ્યાએ બે-બે વિકેટ લીધી હતી.
અનુષ્કા શર્માએ તેને ગળે લગાવ્યો
18 વર્ષ પછી IPL ટ્રોફી જીત્યા બાદ વિરાટ કોહલી તેની પત્ની અનુષ્કા શર્માને ગળે લગાવીને રડતો જોવા મળ્યો હતો. અનુષ્કા શર્માએ વિજય માટે વિરાટ કોહલીને અભિનંદન આપ્યા અને લાંબા સમય સુધી તેને ગળે લગાવ્યો હતો. વિરાટ કોહલીએ અનુષ્કાના માથા પર કિસ કરી હતી.
જીત બાદ વિરાટ કોહલીએ શું કહ્યું
વિરાટ કોહલીએ કહ્યું હતું કે, 'આ જીત જેટલી અમારી ટીમની છે તેટલી જ અમારા ચાહકો માટે પણ છે. આ 18 વર્ષોની રાહ હતી. મેં મારી યુવાની, મારો શ્રેષ્ઠ સમય આ ટીમને આપ્યો હતો. મેં મારી બધી શક્તિ તેમાં લગાવી દીધી. મેં ક્યારેય વિચાર્યું ન હતું કે આ દિવસ પણ આવશે. છેલ્લો બોલ ફેંકતાની સાથે હું ભાવુક થઈ ગયો.'
કોહલીએ આગળ કહ્યું હતું કે, 'એબી (ડીવિલિયર્સ) એ આ ફ્રેન્ચાઇઝી માટે જે કર્યું છે તે જબરદસ્ત છે. મેં મેચ પહેલા તેને કહ્યું હતું - આ જીત તમારી પણ છે અને હું ઇચ્છતો હતો કે તમે અમારી સાથે ઉજવણી કરો. તે હજુ પણ એવો ખેલાડી છે જેણે આપણા માટે સૌથી વધુ મેન ઓફ ધ મેચ એવોર્ડ જીત્યા છે, ભલે તે ચાર વર્ષ પહેલા નિવૃત્ત થયો હોય. તે આપણી સાથે આ પોડિયમ પર હોવો જોઈએ.'




















