IPL ચેમ્પિયન RCB પર થયો રૂપિયાનો વરસાદ, પંજાબ કિંગ્સને મળ્યા આટલા કરોડ, જાણો એવોર્ડ્સની યાદી
IPL 2025 Awards Full List: રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ ઇન્ડિયન પ્રીમિયર લીગની 18મી સીઝનનું ટાઇટલ જીત્યું હતું.

IPL 2025 Awards Full List: રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ (RCB) ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની 18મી સીઝનનું ટાઇટલ જીત્યું હતું. 3 જૂન (મંગળવાર) ના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી ફાઇનલમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ પંજાબ કિંગ્સ (PBKS) ને 6 રને હરાવ્યું હતું. RCB પહેલીવાર IPL ચેમ્પિયન બન્યું છે, પરંતુ પંજાબ કિંગ્સની પહેલી ટાઇટલ જીતની રાહ હજુ પણ યથાવત છે.
𝘾𝙃𝘼𝙈𝙋𝙄𝙊𝙉𝙎! 🏆@RCBTweets Captain Rajat Patidar collects the prestigious #TATAIPL Trophy from Mr. Jay Shah, Chairman, ICC and Mr. Roger Binny, President, BCCI 🏆 👏👏#RCBvPBKS | #Final | #TheLastMile | @JayShah | @ICC pic.twitter.com/UnhFg3QcW5
— IndianPremierLeague (@IPL) June 3, 2025
IPL 2025માં ફાઇનલ પછી એક એવોર્ડ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ચેમ્પિયન અને રનર-અપ ટીમો પર પૈસાનો વરસાદ થયો હતો. આ ઉપરાંત, ટુર્નામેન્ટમાં સારું પ્રદર્શન કરનારા ખેલાડીઓને એવોર્ડ આપવામાં આવ્યા હતા. વિજેતા ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને 20 કરોડ રૂપિયા મળ્યા, જ્યારે રનર-અપ પંજાબ કિંગ્સને 12.50 કરોડ રૂપિયા મળ્યા હતા.
IPL 2025માં ટોચની 4 ટીમોની ઈનામી રકમ
- વિજેતા ટીમ (રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ) - રૂપિયા 20 કરોડ
- રનર-અપ (પંજાબ કિંગ્સ) - રૂપિયા 12.5 કરોડ
- ત્રીજા નંબરની ટીમ (મુંબઈ ઇન્ડિયન્સ) - રૂપિયા 7 કરોડ
- ચોથા નંબરની ટીમ (ગુજરાત ટાઇટન્સ) - રૂપિયા 6.5 કરોડ
આ લોકોને પણ પુરસ્કારો મળ્યા
- સીઝનમાં સૌથી વધુ રન (ઓરેન્જ કેપ) - સાઈ સુદર્શન (759 રન), રૂપિયા 10 લાખ
- સીઝનમાં સૌથી વધુ વિકેટ (પર્પલ કેપ) – પ્રસિદ્ધ કૃષ્ણા (25 વિકેટ), રૂપિયા 10 લાખ
- ઇમર્જિંગ પ્લેયર ઓફ ધ સીઝન - સાઈ સુદર્શન, રૂપિયા 10 લાખ
- મોસ્ટ વેલ્યૂએબલ પ્લેયર ઓફ ધ સીઝન- સૂર્યકુમાર યાદવ, રૂપિયા 15 લાખ
- સુપર સ્ટ્રાઈકર ઓફ ધ સીઝન - વૈભવ સૂર્યવંશી, ટાટા કર્વ EV કાર
- સીઝનમાં સૌથી વધુ છગ્ગા - નિકોલસ પૂરન, રૂપિયા 10 લાખ
- સીઝનમા સૌથી વધુ ડોટ બોલ- મોહમ્મદ સિરાજ, 10 લાખ રૂપિયા
- સીઝનનો શ્રેષ્ઠ કેચ - કમિન્દુ મેન્ડિસ, 10 લાખ રૂપિયા
- સીઝનમાં સૌથી વધુ ચોગ્ગા - સાઈ સુદર્શન, 10 લાખ રૂપિયા
- Fair Play Award: ચેન્નઈ સુપર કિંગ્સ
- પિચ એન્ડ ગ્રાઉન્ડ એવોર્ડ: ડીડીસીએ (દિલ્હી ડિસ્ટ્રિક્ટ એન્ડ ક્રિકેટ એસોસિએશન), 50 લાખ રૂપિયા
ફાઇનલમાં શાનદાર પ્રદર્શન કરવા માટેના એવોર્ડ
- પ્લેયર ઓફ ધ મેચ: કૃણાલ પંડ્યા
- સુપર સ્ટ્રાઈકર ઓફ ધ મેચ: જીતેશ શર્મા
- ફેન્ટસી પ્લેયર ઓફ ધ મેચ: શશાંક સિંહ
- સુપર સિક્સ ઓફ ધ મેચ: શશાંક સિંહ
- ઓન ધ ગો-4 ઓફ ધ મેચ: કૃણાલ પંડ્યા
- ગ્રીન ડોટ બોલ ઓફ ધ મેચ: કૃણાલ પંડ્યા
આઈપીએલ 2025માં સૌથી વધુ રન
- સાઈ સુદર્શન (ગુજરાત ટાઇટન્સ) - 759 રન
- સૂર્યકુમાર યાદવ (મુંબઈ ઇન્ડિયન્સ) - 719 રન
- વિરાટ કોહલી (રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ) - 657 રન
- શુભમન ગિલ (ગુજરાત ટાઇટન્સ)- 650 રન
- મિશેલ માર્શ (ગુજરાત ટાઇટન્સ)- 627 રન
આઈપીએલ 2025માં સૌથી વધુ વિકેટ
- પ્રસિદ્ધ કૃષ્ણા (ગુજરાત ટાઇટન્સ)- 25 વિકેટ
- નૂર અહેમદ (ચેન્નઈ સુપર કિંગ્સ)- 24 વિકેટ
- જોશ હેઝલવુડ (રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ)- 22 વિકેટ
- ટ્રેન્ટ બોલ્ટ (મુંબઈ ઇન્ડિયન્સ)- 22 વિકેટ
- અર્શદીપ સિંહ (પંજાબ કિંગ્સ)- 21 વિકેટ




















