(Source: ECI/ABP News/ABP Majha)
આ દિગ્ગજ 10 વર્ષ પછી CSKમાં પરત ફરશે, IPL 2025માં ધોની-જાડેજા સાથે મચાવશે તબાહી
IPL 2025 CSK Retention List: ચેન્નાઈ સુપર કિંગ્સે આઈપીએલ 2025 મેગા ઓક્શન પહેલા એમએસ ધોની અને રવિન્દ્ર જાડેજા સહિત 5 ખેલાડીઓને રિટેન કર્યા છે.
Ravichandran Ashwin Return CSK IPL 2025: આઈપીએલ 2025 ની રીટેન્શન લિસ્ટ જાહેર થયા પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સ(CSK)ની ટીમ સમાચારમાં હતી અને હવે રીટેન્શન લિસ્ટ જાહેર થયા પછી પણ આ ટીમ સમાચારમાં છે. પહેલા એમએસ ધોની ચર્ચાનું કેન્દ્ર હતો, પરંતુ હવે રવિચંદ્રન અશ્વિન કેન્દ્ર બની ગયો છે. તમને જણાવી દઈએ કે ચેન્નાઈએ એમએસ ધોની, રૂતુરાજ ગાયકવાડ, શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા અને મતિશા પથિરાનાને રિટેન કર્યા છે. હવે CSK પાસે હરાજી માટે તેના પર્સમાં 55 કરોડ રૂપિયા બાકી છે.
વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત પર દાવ લગાવી શકે છે
ટાઈમ્સ ઓફ ઈન્ડિયા અનુસાર, ચેન્નાઈ સુપર કિંગ્સ સહિત અન્ય ઘણી ટીમો વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત પર દાવ લગાવી શકે છે. તેના સિવાય CSK રવિચંદ્રન અશ્વિનને પણ પરત લાવવાના મૂડમાં હોય તેવું લાગે છે. અશ્વિન ચેન્નાઈ માટે 8 સીઝન રમી ચૂક્યો છે. એક તરફ, CSK એ ટોચના ક્રમના ભારતીય બેટ્સમેન અને અનુભવી ઝડપી બોલરની જગ્યા ભરવાની છે, તેથી એવી આશા ઓછી છે કે તેઓ કોઈપણ ખેલાડી પર રૂ. 15-20 કરોડ અથવા તેનાથી વધુની બોલી લગાવશે.
તે ફરી એકવાર તેની જૂની ટીમ એટલે કે ચેન્નાઈ સુપર કિંગ્સ માટે રમવા માંગે છે
TOI અનુસાર, થોડા સમય પહેલા અશ્વિને એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તે ફરી એકવાર તેની જૂની ટીમ એટલે કે ચેન્નાઈ સુપર કિંગ્સ માટે રમવા માંગે છે. દરમિયાન, એક અપડેટ પણ છે કે CSK ફ્રેન્ચાઇઝી ન્યુઝીલેન્ડના વિસ્ફોટક ઓપનિંગ બેટ્સમેન ડેવોન કોનવે પર રાઇટ ટુ મેચ કાર્ડ રમી શકે છે. અંગૂઠાની ઈજાને કારણે કોનવે છેલ્લી સિઝન રમી શક્યો ન હતો, પરંતુ IPL 2023માં તેણે 51.69ની એવરેજથી 672 રન બનાવ્યા હતા.
રવિચંદ્રન અશ્વિનની વાત કરીએ તો તેણે ચેન્નાઈ સુપર કિંગ્સ માટે 97 મેચ રમી છે, જેમાં તેના નામે 90 વિકેટ છે. તેણે આ ટીમ માટે 190 રન પણ બનાવ્યા છે. પરંતુ જ્યારે CSK અને રાજસ્થાન રોયલ્સ પર 2016-2017 સીઝન માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, ત્યારે અશ્વિન ચેન્નાઈ માટે રમ્યો નથી.
આ પણ વાંચો : IPLમાં રમતા વિદેશી ખેલાડીઓને ડોલરમાં પગાર મળે છે કે ભારતીય રૂપિયામાં?