શોધખોળ કરો

Ayush Mhatre: ચેન્નઈ સુપરકિંગ્સની મુશ્કેલીમાં થયો વધારો, ખલીલ અને ધોની બાદ વધુ એક ખેલાડી થયો ઈજાગ્રસ્ત

Ayush Mhatre:  ચેન્નઈ સુપર કિંગ્સ માટે IPL 2026નો રસ્તો વધુને વધુ મુશ્કેલ બની રહ્યો છે.

Ayush Mhatre:  ચેન્નઈ સુપર કિંગ્સ માટે IPL 2026નો રસ્તો વધુને વધુ મુશ્કેલ બની રહ્યો છે. સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની મેચમાં પોતાની બેટિંગથી પ્રભાવિત કરનાર 18 વર્ષીય બેટ્સમેન આયુષ મ્હાત્રે હેમસ્ટ્રિંગ ઈજાને કારણે કેટલીક મેચો માટે બહાર થઈ ગયો છે. હૈદરાબાદ સામે ત્રીજા નંબર પર બેટિંગ કરતા મ્હાત્રેએ માત્ર 13 બોલમાં 30 રનની ધમાકેદાર ઇનિંગ રમી, પરંતુ બીજો રન લેવાનો પ્રયાસ કરતી વખતે સ્નાયુઓ ખેંચાઈ ગયા હતા. ટીમના બેટિંગ કોચ માઈક હસીએ પુષ્ટી કરી હતી કે સોમવારે સ્કેન કરવાથી તેની વાપસી અંગે સ્પષ્ટતા મળશે. મ્હાત્રેની ગેરહાજરી CSK માટે મોટો ફટકો છે, કારણ કે તે ઉત્તમ ફોર્મમાં હતો.

ખલીલ અહેમદના રિપ્લેસમેન્ટની કરાશે જાહેરાત 

 ઝડપી બોલર ખલીલ અહેમદને પણ જમણા પગમાં ઈજાને કારણે આખી ટુર્નામેન્ટમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે. તેના બદલે CSK મેનેજમેન્ટે નવા વિકલ્પોની શોધ શરૂ કરી દીધી હતી. અહેવાલો અનુસાર, મુંબઈ ઈન્ડિયન્સના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર આકાશ મધવાલ હૈદરાબાદમાં CSKના ટ્રાયલ્સમાં ભાગ લીધો છે. વધુમાં, યુવા ઓલરાઉન્ડર રાજવર્ધન હંગરેકર પણ મુંબઈમાં ટ્રાયલ માટે ટીમ સાથે જોડાશે. CSK એવા બોલરની શોધમાં છે જે ડેથ ઓવરોમાં ટીમની બોલિંગને મજબૂત બનાવી શકે અને ખલીલનું સ્થાન લઈ શકે 

ધોનીની વાપસી અંગે સસ્પેન્સ

અનુભવી વિકેટકીપર-બેટ્સમેન એમએસ ધોની હાલમાં મુંબઈમાં ટીમ સાથે છે, પરંતુ મેદાનમાં તેની વાપસી અંગે અનિશ્ચિતતા રહેલી છે. ધોની ઈજામાંથી સ્વસ્થ થઈ રહ્યો છે, જેના કારણે તે આ સીઝનની બધી શરૂઆતની મેચો ગુમાવી ચૂક્યો છે. માઈક હસીના અનુસાર, ધોનીની રિકવરી ટ્રેક પર છે અને તે નેટમાં સારી બેટિંગ કરી રહ્યો છે, પરંતુ વાસ્તવિક પડકાર વિકેટો વચ્ચે દોડવાની છે. અંતિમ ઓવરોમાં ઝડપથી દોડવું મહત્વપૂર્ણ હોવાથી ધોની તેની દોડવાની ગતિ અને આત્મવિશ્વાસ પર કામ કરી રહ્યો છે. ચાહકો 23 એપ્રિલે વાનખેડે ખાતે મુંબઈ ઈન્ડિયન્સ સામેની મોટી મેચમાં ધોનીને મેદાન પર જોવાની આશા રાખી રહ્યા છે.

વાનખેડે ખાતે મુંબઈ સામે કરો યા મરોનો મુકાબલો

ચેન્નઈ સુપર કિંગ્સ હવે મુંબઈ આવી પહોંચી છે, જ્યાં તેઓ 23 એપ્રિલે તેમના જૂના હરીફ મુંબઈ ઈન્ડિયન્સનો સામનો કરશે. બંને ટીમોની અત્યાર સુધીની સીઝન નિરાશાજનક રહી છે, તેઓ પોઈન્ટ ટેબલમાં તળિયે રહીને સંઘર્ષ કરી રહી છે. આયુષ મ્હાત્રેની ગેરહાજરીમાં ટીમના મધ્યમ ક્રમમાં ફેરફાર થવાના છે અને કોચ સ્ટીફન ફ્લેમિંગ અને કેપ્ટન ગાયકવાડ કયા ખેલાડીને પસંદ કરે છે તે જોવું રસપ્રદ રહેશે. ખલીલના સ્થાને ટીમમાં એક નવા બોલરને સ્થાન મળી શકે છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
ITR Refund Status: ટેક્સ રિફંડ આવવામાં થઈ રહ્યો છે વિલંબ? ઓનલાઈન આ રીતે ચેક કરો પોતાનું સ્ટેટ્સ
ITR Refund Status: ટેક્સ રિફંડ આવવામાં થઈ રહ્યો છે વિલંબ? ઓનલાઈન આ રીતે ચેક કરો પોતાનું સ્ટેટ્સ
Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા
Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
ITR Refund Status: ટેક્સ રિફંડ આવવામાં થઈ રહ્યો છે વિલંબ? ઓનલાઈન આ રીતે ચેક કરો પોતાનું સ્ટેટ્સ
ITR Refund Status: ટેક્સ રિફંડ આવવામાં થઈ રહ્યો છે વિલંબ? ઓનલાઈન આ રીતે ચેક કરો પોતાનું સ્ટેટ્સ
Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા
Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
ગુજરાતના 2 જિલ્લાઓમાં આજે નહિ મળે CNG, પંપ માલિકોએ કેમ પાડી હડતાળ?
ગુજરાતના 2 જિલ્લાઓમાં આજે નહિ મળે CNG, પંપ માલિકોએ કેમ પાડી હડતાળ?
FASTag: દેશભરના 121 ટોલ પ્લાઝા પર ડિજિટલ ફાસ્ટેગ લોકલ પાસની સુવિધા શરૂ, મોબાઈલથી કરો અરજી
FASTag: દેશભરના 121 ટોલ પ્લાઝા પર ડિજિટલ ફાસ્ટેગ લોકલ પાસની સુવિધા શરૂ, મોબાઈલથી કરો અરજી
Embed widget