શોધખોળ કરો

CSK vs DC: દિલ્હીએ ઘરમાં ઘુસી ચેન્નઈને 25 રને હરાવ્યું, 15 વર્ષ બાદ ચેપોકમાં મળી જીત

દિલ્હી કેપિટલ્સે ચેન્નાઇ સુપર કિંગ્સને 25 રનથી હરાવ્યું છે. IPL 2025માં દિલ્હીએ જીતની હેટ્રિક લગાવી છે, તો બીજી તરફ CSKને સતત ત્રીજી હારનો સામનો કરવો પડ્યો છે.

CSK vs DC Full Match Highlights:  દિલ્હી કેપિટલ્સે ચેન્નાઇ સુપર કિંગ્સને 25 રનથી હરાવ્યું છે. IPL 2025માં દિલ્હીએ જીતની હેટ્રિક લગાવી છે, તો બીજી તરફ CSKને સતત ત્રીજી હારનો સામનો કરવો પડ્યો છે. ચેપોક મેદાન પર રમાયેલી આ મેચમાં દિલ્હીએ પ્રથમ રમતા 183 રન બનાવ્યા હતા, જેના જવાબમાં ચેન્નાઈની આખી ટીમ માત્ર 158 રન જ બનાવી શકી હતી. વિજય શંકરે ચોક્કસપણે 69 રનની અડધી સદીની ઇનિંગ રમી હતી, પરંતુ તેની નબળી સ્ટ્રાઇક રેટ ચેન્નાઇની ટીમને ભારે પડી હતી.

વિજય શંકરની સ્ટ્રાઈક રેટ સીએસકેને નીચે લઈ ગઈ

ચેન્નાઈ સુપર કિંગ્સ સામે 184 રનનો ટાર્ગેટ હતો. જવાબમાં, યજમાન CSKની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી કારણ કે રચિન રવિન્દ્ર 3 રન બનાવીને આઉટ થયો હતો, કેપ્ટન રુતુરાજ ગાયકવાડ 5 રન બનાવીને અને ડેવોન કોનવે 13 રન બનાવીને આઉટ થયો હતો. 41ના સ્કોર સુધી ચેન્નાઈએ 3 વિકેટ ગુમાવી દીધી હતી. આવી સ્થિતિમાં ઓલરાઉન્ડર વિજય શંકર ચોથા સ્થાને બેટિંગ કરવા આવ્યો, જેણે 69 રનની ઈનિંગ રમી પરંતુ આ દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ માત્ર 127.78 હતો.

184 રનનો મોટો લક્ષ્યાંક હતો ત્યારે વિજય શંકરે ઝડપી બેટિંગ કરવાની જરૂર હતી. પરંતુ તેણે પોતાની ફિફ્ટી પૂરી કરવા માટે 43 બોલ લીધા હતા. ચેન્નાઈને જીતવા માટે છેલ્લી 5 ઓવરમાં 78 રન બનાવવાના હતા, કારણ કે વિજય શંકર સેટ હતો અને તેથી મોટા શોટ ફટકારવામાં સફળ રહ્યો હતો. પરંતુ શંકર ડેથ ઓવરોમાં બોલને ટાઈમ કરી શક્યો ન હતો.

દિલ્હીએ જીતની હેટ્રિક ફટકારી હતી 

દિલ્હી કેપિટલ્સે IPL 2025માં ચેન્નાઈ સુપર કિંગ્સને તેમના હોમ ગ્રાઉન્ડ પર હરાવીને જીતની હેટ્રિક નોંધાવી છે. આ પહેલા દિલ્હીએ લખનૌ સુપર જાયન્ટ્સને 1 વિકેટથી, ત્યારબાદ સનરાઈઝર્સ હૈદરાબાદને 7 વિકેટથી અને હવે CSKને 25 રનથી હરાવ્યું હતું. બીજી તરફ, ચેન્નાઈ સુપર કિંગ્સે મુંબઈ ઈન્ડિયન્સ સામે 4 વિકેટની જીત સાથે આઈપીએલ 2025ની શરૂઆત કરી હતી. પરંતુ તે પછી ધોનીના દિગ્ગજ ખેલાડીઓ આરસીબી, રાજસ્થાન રોયલ્સ અને હવે દિલ્હી કેપિટલ્સના હાથે હારી ગયા છે.

આ મુકાબલામાં એમએસ ધોની પણ ચેન્નાઈ તરફથી 11મી ઓવરમાં બેટિંગ કરવા આવ્યો હતો. તેણે 26 બોલમાં 30 રનની અણનમ ઇનિંગ રમી હતી, જે દરમિયાન તે માત્ર એક ફોર અને એક સિક્સર ફટકારી શક્યો હતો. ધોની પાસેથી એવી અપેક્ષા રાખવામાં આવી હતી કે તે જોરદાર પ્રદર્શન કરશે અને ચેન્નાઈને યાદગાર જીત અપાવશે, પરંતુ તેનો 115.38નો ધીમો સ્ટ્રાઈક રેટ પણ ચેન્નાઈની હારનું મુખ્ય કારણ બન્યો.  

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગાંધીનગર શરમસાર: 5 વર્ષની માસૂમ પર દુષ્કર્મ! રાત્રે ઉઠાવી જઈને પીંખી નાખી, 4 નરાધમો ઝડપાયા
ગાંધીનગર શરમસાર: 5 વર્ષની માસૂમ પર દુષ્કર્મ! રાત્રે ઉઠાવી જઈને પીંખી નાખી, 4 નરાધમો ઝડપાયા
EPFO Update: હવે કોઈપણ કારણ વગર ઉપાડી શકાશે PF ના 75% રૂપિયા, જાણો સરકારનો નવો નિયમ
EPFO Update: હવે કોઈપણ કારણ વગર ઉપાડી શકાશે PF ના 75% રૂપિયા, જાણો સરકારનો નવો નિયમ
BCCI Big Update: ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીઓ માટે નવો નિયમ લાગુ! હવે ઓછામાં ઓછી 2 મેચ....
BCCI Big Update: ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીઓ માટે નવો નિયમ લાગુ! હવે ઓછામાં ઓછી 2 મેચ....
તમિલનાડુ અને આસામ માટે ભાજપે ચૂંટણી પ્રભારી કર્યા જાહેર, ગુજરાતના આ મહિલા નેતાને સોંપાઈ મોટી જવાબદારી
તમિલનાડુ અને આસામ માટે ભાજપે ચૂંટણી પ્રભારી કર્યા જાહેર, ગુજરાતના આ મહિલા નેતાને સોંપાઈ મોટી જવાબદારી

વિડિઓઝ

Kinjal Dave: સમાજમાંથી બહિષ્કાર કરાયા મુદ્દે ગાયક કિંજલ દવેએ તોડ્યું મૌન, લગ્નનો વિરોધ કરનારાને ગણાવ્યા અસામાજિક તત્ત્વો
Rajkot News: રાજકોટમાં 4.025 કિલો ગાંજા સાથે મહિલા, પુરુષની ધરપકડ
Surat Fire Incident: સુરતના બારડોલીમાં પ્લાસ્ટિકના ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગી
Nitin Patel Statement: હિંદુઓની વસ્તી અંગે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું સનસનીખેજ નિવેદન
Ahmedabad news: અમદાવાદના ઘાટલોડિયાના આવેલી સ્નેહાંજલી સોસાયટીના રહીશો સંકટમાં મુકાયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગાંધીનગર શરમસાર: 5 વર્ષની માસૂમ પર દુષ્કર્મ! રાત્રે ઉઠાવી જઈને પીંખી નાખી, 4 નરાધમો ઝડપાયા
ગાંધીનગર શરમસાર: 5 વર્ષની માસૂમ પર દુષ્કર્મ! રાત્રે ઉઠાવી જઈને પીંખી નાખી, 4 નરાધમો ઝડપાયા
EPFO Update: હવે કોઈપણ કારણ વગર ઉપાડી શકાશે PF ના 75% રૂપિયા, જાણો સરકારનો નવો નિયમ
EPFO Update: હવે કોઈપણ કારણ વગર ઉપાડી શકાશે PF ના 75% રૂપિયા, જાણો સરકારનો નવો નિયમ
BCCI Big Update: ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીઓ માટે નવો નિયમ લાગુ! હવે ઓછામાં ઓછી 2 મેચ....
BCCI Big Update: ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીઓ માટે નવો નિયમ લાગુ! હવે ઓછામાં ઓછી 2 મેચ....
તમિલનાડુ અને આસામ માટે ભાજપે ચૂંટણી પ્રભારી કર્યા જાહેર, ગુજરાતના આ મહિલા નેતાને સોંપાઈ મોટી જવાબદારી
તમિલનાડુ અને આસામ માટે ભાજપે ચૂંટણી પ્રભારી કર્યા જાહેર, ગુજરાતના આ મહિલા નેતાને સોંપાઈ મોટી જવાબદારી
PF ખાતાધારકો માટે મોટા સમાચાર, હવે માર્ચથી ATM માંથી ઉપાડી શકશો પૈસા, જાણો તમામ ડિટેલ્સ 
PF ખાતાધારકો માટે મોટા સમાચાર, હવે માર્ચથી ATM માંથી ઉપાડી શકશો પૈસા, જાણો તમામ ડિટેલ્સ 
BJP સાંસદનો દાવો, કહ્યું,- 'નેહરુ અને ઈન્દિરા ગાંધીએ CIA ને નંદા દેવી પર ન્યૂક્લિયર ડિવાઈસ લગાવવાની આપી હતી મંજૂરી'
BJP સાંસદનો દાવો, કહ્યું,- 'નેહરુ અને ઈન્દિરા ગાંધીએ CIA ને નંદા દેવી પર ન્યૂક્લિયર ડિવાઈસ લગાવવાની આપી હતી મંજૂરી'
8th Pay Commission: કેંદ્ર સરકારના કર્મચારી-પેન્શનર્સના પગારમાં ધરખમ વધારો થશે, જાણો ડિટેલ્સ
8th Pay Commission: કેંદ્ર સરકારના કર્મચારી-પેન્શનર્સના પગારમાં ધરખમ વધારો થશે, જાણો ડિટેલ્સ
Gold Rate: સોના-ચાંદીમાં ફરી જોરદાર ચમક, જાણો મહાનગરોમાં શું છે લેટેસ્ટ કિંમત 
Gold Rate: સોના-ચાંદીમાં ફરી જોરદાર ચમક, જાણો મહાનગરોમાં શું છે લેટેસ્ટ કિંમત 
Embed widget