MS Dhoni CSK vs DC: ધોની IPL માંથી નિવૃતિ લેશે ? પ્રથમ વખત મેચ જોવા આવ્યા માતા-પિતા!
દિલ્હી કેપિટલ્સે શનિવારે ચેન્નાઈ સુપર કિંગ્સને જીતવા માટે 184 રનનો ટાર્ગેટ આપ્યો હતો. IPL 2025ની 17મી મેચમાં KL રાહુલે અડધી સદી ફટકારી હતી.

MS Dhoni IPL 2025 DC vs CSK: દિલ્હી કેપિટલ્સે શનિવારે ચેન્નાઈ સુપર કિંગ્સને જીતવા માટે 184 રનનો ટાર્ગેટ આપ્યો હતો. IPL 2025ની 17મી મેચમાં KL રાહુલે અડધી સદી ફટકારી હતી. અનુભવી ખેલાડી મહેન્દ્ર સિંહ ધોનીનો પરિવાર ચેન્નાઈ અને દિલ્હી વચ્ચેની મેચ જોવા માટે એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ પહોંચ્યો છે. ખાસ વાત એ છે કે ધોનીના પેરેન્ટ્સ પણ મેચ જોવા આવ્યા છે. આ સમાચાર પછી ધોનીની નિવૃત્તિની અફવા વાયરલ થઈ હતી.
Home sweet Anbuden ft. The Dhonis! 🏠🏟️#CSKvDC #WhistlePodu #Yellove 🦁💛 pic.twitter.com/Bj1rnt1nCw
— Chennai Super Kings (@ChennaiIPL) April 5, 2025
#MSDhoni parents first time watching cricket in Chepauk what a moment #CSKvsDC #IPL2025 pic.twitter.com/YbBqC0qwtr
— @Suresh Vishwakarma.73❤️🇮🇳🇮🇳 (@Sureshdadavish3) April 5, 2025
એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ પહેલીવાર છે જ્યારે ધોનીના પિતા પાન સિંહ ધોની મેચ જોવા આવ્યા છે. આ કારણોસર ધોનીની નિવૃત્તિની અફવા વાયરલ થઈ હતી. જો કે આ અંગે કોઈ સત્તાવાર માહિતી પ્રાપ્ત થઈ નથી. ધોનીના માતા-પિતાની સાથે તેની પત્ની સાક્ષી ધોની પણ મેચ જોવા પહોંચી હતી. ચેન્નાઈ સુપર કિંગ્સે X પર ધોનીના પરિવારની તસવીરો શેર કરી છે.
ધોનીના માતા-પિતા પહેલીવાર મેચ જોવા સ્ટેડિયમ પહોંચ્યા -
ધોનીની આઈપીએલ કારકિર્દી શાનદાર રહી છે. તેણે 2008માં પંજાબ કિંગ્સ સામે તેની IPL ડેબ્યૂ મેચ રમી હતી.ધોની અત્યાર સુધી 268 મેચ રમી ચૂક્યો છે. આ દરમિયાન તેણે 5289 રન બનાવ્યા હતા. ધોનીએ IPLમાં 24 અડધી સદી પણ ફટકારી છે. સોશિયલ મીડિયા પર એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ધોનીના માતા-પિતા આટલા વર્ષોમાં ક્યારેય મેચ જોવા સ્ટેડિયમમાં આવ્યા નથી.
આ સિઝનમાં ચેન્નાઈનું અત્યાર સુધીનું પ્રદર્શન આ રીતે રહ્યું છે -
ચેન્નાઈ સુપર કિંગ્સે આ સિઝનમાં શાનદાર શરૂઆત કરી હતી. પરંતુ આ પછી તેને સતત બે મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ચેન્નાઈએ પ્રથમ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને હરાવ્યું હતું. પરંતુ આ પછી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને રાજસ્થાન રોયલ્સે તેને હરાવ્યું હતું.
આ મેચમાં જીતવા માટે ચૈન્નઈ સુપર કિંગ્સને 184 રનનો ટાર્ગેટ દિલ્હી કેપિટલ્સે આપ્યો છે. આ મેચમાં દિલ્હી માટે કેએલ રાહુલે શાનદાર ઈનિંગ રમી હતી.

