ઓપરેશન સિંદૂરની IPL પર પડશે અસર ? રદ્દ થશે KKR અને CSK મેચ ? આવી ગયો BCCI નો જવાબ
CSK vs KKR Live Match Update: લોકો એ પણ જાણવા માંગે છે કે ચેન્નાઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચેની મેચ આજે રમાશે કે નહીં

CSK vs KKR Live Match Update: ભારતીય સેનાએ પાકિસ્તાન પર હવાઈ હુમલો કરીને પહેલગામ હુમલાનો બદલો લીધો છે. આ માહિતી ભારતીય સેનાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી આપવામાં આવી છે. પરંતુ પાકિસ્તાન સામે બદલાની કાર્યવાહી બાદ અટકળો શરૂ થઈ ગઈ છે કે શું આની IPL પર કોઈ અસર પડશે કે નહીં. લોકો એ પણ જાણવા માંગે છે કે ચેન્નાઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચેની મેચ આજે રમાશે કે નહીં, બીસીસીઆઈએ આ અંગે એક નિવેદન બહાર પાડ્યું છે.
શું CSK vs KKR મેચ રદ થશે ?
સમાચાર એજન્સી ANI અનુસાર, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના સૂત્રોએ માહિતી આપી છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચેના આ તણાવની IPLની વર્તમાન સિઝન પર કોઈ અસર થશે નહીં. આઈપીએલ ૨૦૨૫ જે રીતે ચાલી રહ્યું છે તે રીતે ચાલુ રહેશે. આ તણાવની આજે યોજાનારી ચેન્નાઈ અને કોલકાતા મેચ પર કોઈ અસર થશે નહીં. આજની CSK vs KKR મેચ નિર્ધારિત સમયે સાંજે 7:30 વાગ્યે શરૂ થશે.
આજની મેચ પહેલા પોઈન્ટ ટેબલ
IPL 2025 ના પ્લેઓફમાં જનારી ચાર ટીમોના નામ હવે થોડા સમયમાં નક્કી થવાના છે. ચેન્નઈ પહેલાથી જ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગયું છે, પરંતુ કોલકાતાની ટોપ 4માં પહોંચવાની આશા હજુ પણ જીવંત છે. જો કોલકાતા આજે ચેન્નાઈ સામેની મેચ જીતી જાય તો તે પ્લેઓફની રેસમાં રહેશે.
ચેન્નાઈ સુપર કિંગ્સે ૧૧ મેચ રમી છે, જેમાં ટીમે માત્ર ૨ મેચ જીતી છે, જ્યારે સીએસકેને ૯ મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. કોલકાતા નાઈટ રાઈડર્સે પણ અત્યાર સુધીમાં ૧૧ મેચ રમી છે, જેમાં કેકેઆરે ૫ જીતી છે અને ૫ હારનો સામનો કરવો પડ્યો છે, જ્યારે એક મેચ ડ્રો રહી છે. કોલકાતા ૧૧ પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા સ્થાને છે. કોલકાતાને પ્લેઓફમાં ક્વોલિફાય થવા માટે બાકીની ત્રણેય મેચ જીતવાની જરૂર છે.




















