DC vs GT Live Score: ગુજરાત ટાઇટન્સ સરળતાથી જીતીને પ્લેઓફ માટે ક્વોલિફાય થયું
DC vs GT Live Updates: આઈપીએલની ૬૦મી મેચ આજે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં, સાંજે ૭:૩૦ વાગ્યે થશે શરૂ, GT જીતશે તો પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ શકે છે, DC જીતશે તો ટોપ-૪માં સ્થાન મેળવશે.

Background
DC vs GT Live Match: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ૨૦૨૫માં પ્લેઓફમાં સ્થાન મેળવવા માટેની રેસ હવે વધુ રોમાંચક બની ગઈ છે. આજે દિલ્હી કેપિટલ્સ (DC) અને ગુજરાત ટાઇટન્સ (GT) વચ્ચે એક અત્યંત મહત્વપૂર્ણ મેચ રમાઈ રહી છે, જ્યાં બંને ટીમો 'પ્લેઓફ ટિકિટ' માટે જંગ લડશે.
આઈપીએલ ૨૦૨૫ની ૬૦મી મેચ
આઈપીએલ ૨૦૨૫ની ૬૦મી મેચ આજે, ૧૮ મે, ૨૦૨૫ ના રોજ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. આ મેચ સાંજે ૭:૩૦ વાગ્યે શરૂ થશે. આજની મેચનું પરિણામ IPL પોઈન્ટ ટેબલમાં ભારે ઉત્તેજના લાવી શકે છે, કારણ કે બંને ટીમો માટે જીત કે હાર પ્લેઓફના ગણિતને સીધી અસર કરશે.
પોઈન્ટ ટેબલમાં બંને ટીમોની સ્થિતિ
હાલમાં, પોઈન્ટ ટેબલમાં ગુજરાત ટાઇટન્સ શુભમન ગિલની કેપ્ટનશીપ હેઠળ ૧૧ મેચમાંથી ૮ જીત અને ૩ હાર સાથે ૧૬ પોઈન્ટ મેળવી બીજા સ્થાને છે. આજની મેચ જીતીને GT સત્તાવાર રીતે પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ શકે છે. બીજી તરફ, દિલ્હી કેપિટલ્સ માટે પણ આજની મેચ જીતવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. દિલ્હીએ ૧૧ મેચ રમી છે, જેમાં ૬ જીત, ૪ હાર અને ૧ મેચ ડ્રો રહી છે, આ સાથે DC ૧૩ પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં પાંચમા ક્રમે છે. જો દિલ્હી આજની મેચ જીતી જાય છે, તો તે ૧૫ પોઈન્ટ સાથે ટોચના ૪માં જોડાઈ શકે છે.
હેડ-ટુ-હેડ રેકોર્ડ: બરાબરીનો મુકાબલો
IPLના ઇતિહાસમાં દિલ્હી કેપિટલ્સ અને ગુજરાત ટાઇટન્સની ટીમો અત્યાર સુધીમાં ૬ વખત એકબીજા સામે આવી છે. આ મેચોમાં હંમેશા રોમાંચક મુકાબલો જોવા મળ્યો છે અને બંને ટીમો વચ્ચેની સ્પર્ધા ઘણી નજીકની રહી છે. આ ૬ મેચોમાં ગુજરાત ટાઇટન્સ ૩ વખત જીત્યું છે, જ્યારે દિલ્હી કેપિટલ્સ પણ ૩ વખત જીત્યું છે. આ આંકડા દર્શાવે છે કે બંને ટીમો વચ્ચે હેડ-ટુ-હેડ રેકોર્ડમાં બરાબરી છે અને આજની મેચ કોણ જીતશે તે કહેવું મુશ્કેલ છે.
ગુજરાતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ પસંદ કરી
આજની મેચમાં ગુજરાત ટાઇટન્સના કેપ્ટન શુભમન ગિલે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. આથી, દિલ્હી કેપિટલ્સની ટીમ પ્રથમ બેટિંગ કરશે અને ગુજરાત ટાઇટન્સ સામે એક મજબૂત લક્ષ્યાંક નિર્ધારિત કરવાનો પ્રયાસ કરશે. શું શુભમન ગિલની ગુજરાત ટાઇટન્સ ટીમ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે દિલ્હીનો કિલ્લો ભેદીને વિજય મેળવી પ્લેઓફમાં પોતાનું સ્થાન સુનિશ્ચિત કરી શકશે, તે જોવું રસપ્રદ રહેશે.
બંને ટીમોની સંભવિત પ્લેઈંગ ઈલેવન
દિલ્હી કેપિટલ્સ (DC): ફાફ ડુ પ્લેસિસ, અભિષેક પોરેલ, કેએલ રાહુલ (વિકેટકીપર), સમીર રિઝવી/કરુણ નાયર, અક્ષર પટેલ (કેપ્ટન), ટ્રીસ્ટન સ્ટબ્સ, આશુતોષ શર્મા, વિપ્રાજ નિગમ, મુકેશ કુમાર/મોહિત શર્મા, દુષ્મંથા ચમીરા અને કુલદીપ યાદવ. ઇમ્પેક્ટ પ્લેયર: ટી નટરાજન.
ગુજરાત ટાઇટન્સ (GT): સાઈ સુદર્શન, શુભમન ગિલ (કેપ્ટન), જોસ બટલર (વિકેટકીપર), શેરફેન રધરફોર્ડ, રાહુલ તેવટિયા, શાહરૂખ ખાન, રાશિદ ખાન, આર સાઈ કિશોર, અરશદ ખાન, ગેરાલ્ડ કોએત્ઝી/કાગીસો રબાડા અને મોહમ્મદ સિરાજ. ઇમ્પેક્ટ પ્લેયર: પ્રસિદ્ધ કૃષ્ણ.
DC vs GT: ગુજરાત ટાઇટન્સનો દિલ્હી કેપિટલ્સ સામે ૧૦ વિકેટે શાનદાર વિજય
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL ૨૦૨૫) માં આજે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે રમાયેલી ૬૦મી મેચમાં ગુજરાત ટાઇટન્સ (GT) એ દિલ્હી કેપિટલ્સ (DC) સામે દમદાર પ્રદર્શન કરીને ૧૦ વિકેટથી શાનદાર વિજય મેળવ્યો છે. આ જીત સાથે ગુજરાત ટાઇટન્સ IPL ૨૦૨૫ના પ્લેઓફમાં પહોંચનારી પ્રથમ ટીમ બની ગઈ છે.
DC vs GT Live Score: જીટીને ૧૨ બોલમાં ૬ રનની જરૂર છે.
ગુજરાતને ૧૨ બોલમાં ૬ રનની જરૂર છે. માત્ર ૧૮ ઓવરમાં, ગિલ અને સુદર્શન વચ્ચેની ભાગીદારીએ ટીમનો સ્કોર ૧૯૪ રન સુધી પહોંચાડ્યો.




















