શોધખોળ કરો

DC vs GT Live Streaming: દિલ્હી કેપિટલ્સ સામે હશે ગુજરાત ટાઇટન્સનો પડકાર, જાણો કેટલા વાગ્યે શરૂ થશે મેચ?

આજે (4 એપ્રિલ) દિલ્હી કેપિટલ્સ અને ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ વચ્ચે મેચ રમાશે.

ઇન્ડિયન પ્રિમિયર લીગ 2023 ની 7મી મેચ આજે (4 એપ્રિલ) દિલ્હી કેપિટલ્સ અને ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાશે. આ મેચ દ્વારા બંને ટીમ ટૂર્નામેન્ટમાં પોતાની બીજી મેચ રમશે. આ મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે. મેચ સાંજે 7.30 કલાકે શરૂ થશે.  દિલ્હી કેપિટલ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાતી આ મેચનું સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક દ્વારા ટીવી પર જીવંત પ્રસારણ કરવામાં આવશે. મેચનું લાઇવ સ્ટ્રીમિંગ Jio સિનેમા એપ્લિકેશન અને વેબસાઇટ પર કરવામાં આવશે, જ્યાં તમે તેને મફતમાં જોઈ શકશો.

જ્યારે દિલ્હીની ટીમ ગુજરાત સામે તેના હોમ ગ્રાઉન્ડ પર ઉતરશે ત્યારે તે પોતાના બોલરો પાસેથી વધુ સારા પ્રદર્શનની અપેક્ષા રાખશે. બીજી તરફ, શરૂઆતની મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સને હરાવીને ગુજરાત ટોચ પર છે. કેન વિલિયમસન ઘૂંટણની ગંભીર ઈજાને કારણે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો હોવા છતાં ગુજરાત ટાઇટન્સ કાગળ પર મજબૂત દેખાય છે.

દિલ્હી કેપિટલ્સને સીઝનની શરૂઆતની મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સ સામે 50 રનથી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં ટીમ ભારતીય ઝડપી બોલરોથી સૌથી વધુ નિરાશ થઈ હતી અને એનરિચ નોર્કિયાની ગેરહાજરીમાં આ બોલરો લખનઉના બેટ્સમેનોને પરેશાન કરવામાં નિષ્ફળ રહ્યા હતા. ચેતન સાકરિયા અને મુકેશ કુમાર ચોક્કસ લાઇન લેન્થ બોલિંગ કરવા માટે જાણીતા છે પરંતુ લખનઉ સામે બંન્ને અસરકારક જોવા મળ્યા નહોતા. આવી સ્થિતિમાં શાનદાર લયમાં ચાલી રહેલા શુભમન ગિલ અને હાર્દિક પંડ્યાને તેમની સામે રન બનાવવામાં કોઈ મુશ્કેલી પડશે નહીં.

ઈશાંતનો ઉપયોગ 'ઈમ્પેક્ટ પ્લેયર' તરીકે થઈ શકે છે. નોર્કિયા અને લુંગી એન્ગિડી આ મેચ પછી જ ટીમ સાથે જોડાશે, કોચ રિકી પોન્ટિંગ અને ક્રિકેટ ડિરેક્ટર સૌરવ ગાંગુલીએ ટીમ કોમ્બિનેશન શોધવા માટે સખત મહેનત કરવી પડશે. બેટિંગમાં ડેવિડ વોર્નર, પૃથ્વી શો અને સરફરાઝ ખાન જેવા બેટ્સમેન ઝડપી બોલરોનો વધુ સારી રીતે સામનો કરશે. ટીમે અલઝારી જોસેફ, યશ દયાલ અને રાશિદ ખાન સિવાય મોહમ્મદ શમી અને પંડ્યા સામે ઝડપી રન બનાવવાનો માર્ગ શોધવો પડશે.

IPL 2023: દિલ્હી કેપિટલ્સને ચીયર કરવા સ્ટેડિયમ આવશે ઋષભ પંત, DDCA એ કર્યું કન્ફર્મ

Rishabh Pant, IPL 2023: અકસ્માત બાદ સ્વસ્થ થઈ રહેલો ઋષભ પંત આઇપીએલ 2023માં તેની ટીમ દિલ્હી કેપિટલ્સને સપોર્ટ કરવા સ્ટેડિયમ પહોંચશે. દિલ્હી અને ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ અસોસિએશનના ડીડીસીએના સંયુક્ત સચિવ રાજન મનચંદાએ આ વાતની પુષ્ટી કરી છે. પંત  4 એપ્રિલે દિલ્હી કેપિટલ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાનારી મેચમાં દિલ્હીને સપોર્ટ કરવા અરુણ જેટલી સ્ટેડિયમ પહોંચશે.

દિલ્હી અને જિલ્લા ક્રિકેટ એસોસિએશનના સંયુક્ત સચિવ રાજન મનચંદાએ ન્યૂઝ એજન્સી પીટીઆઈ સાથે વાત કરતા આ વાતનો ખુલાસો કર્યો. દિલ્હી કેપિટલ્સ IPL 2023માં તેની બીજી મેચ ગુજરાત ટાઇટન્સ સામે રમશે. આ મેચ 4 એપ્રિલે સાંજે 7.30 વાગ્યાથી અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે. આ મેચથી લઈને દિલ્હી કેપિટલ્સની બાકીની તમામ મેચો સુધી પંત ટીમને ચીયર કરવા સ્ટેડિયમ પહોંચશે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દિલ્હીમાં કોંગ્રેસે 21 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી, અરવિંદ કેજરીવાલની સામે આ નેતાને આપી ટિકિટ
દિલ્હીમાં કોંગ્રેસે 21 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી, અરવિંદ કેજરીવાલની સામે આ નેતાને આપી ટિકિટ
Pushpa 2 Box Office Collection:  ‘…..તો પુષ્પા-2 ફિલ્મ સાવ ફ્લોપ ગઈ હોત!’, આ એક સપોર્ટને કારણે ફિલ્મ બ્લોકબસ્ટર બની
‘…..તો પુષ્પા-2 ફિલ્મ સાવ ફ્લોપ ગઈ હોત!’, આ એક સપોર્ટને કારણે ફિલ્મ બ્લોકબસ્ટર બની
Year Ender 2024: વર્ષ 2024 માં આ પેપર થયા લીક, એક પરીક્ષા માટે 45 લાખ યુવાઓએ કરી હતી અરજી
Year Ender 2024: વર્ષ 2024 માં આ પેપર થયા લીક, એક પરીક્ષા માટે 45 લાખ યુવાઓએ કરી હતી અરજી
ઘરે બેઠાં “My Ration” Mobile Appથી કુટુંબના તમામ સભ્યોનું e-KYC થઇ શકે છે
ઘરે બેઠાં “My Ration” Mobile Appથી કુટુંબના તમામ સભ્યોનું e-KYC થઇ શકે છે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ભ્રષ્ટાચારના કેટલા ગાબડા?Hun To Bolish : હું તો બોલીશ : ખ્યાતિનું પાપ, ડૉક્ટર-દર્દીને કેટલું નુકસાન?Junagadh News: KYC અપડેટની પ્રક્રિયાથી વિખેરાયેલા એક પરિવારનો થયો પુનઃમેળાપAmreli Lion Video: અમરેલી જિલ્લામાં સિંહોના ધામા, ઇંગોરાળા ગામે 4 પશુઓનું કર્યુ મારણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હીમાં કોંગ્રેસે 21 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી, અરવિંદ કેજરીવાલની સામે આ નેતાને આપી ટિકિટ
દિલ્હીમાં કોંગ્રેસે 21 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી, અરવિંદ કેજરીવાલની સામે આ નેતાને આપી ટિકિટ
Pushpa 2 Box Office Collection:  ‘…..તો પુષ્પા-2 ફિલ્મ સાવ ફ્લોપ ગઈ હોત!’, આ એક સપોર્ટને કારણે ફિલ્મ બ્લોકબસ્ટર બની
‘…..તો પુષ્પા-2 ફિલ્મ સાવ ફ્લોપ ગઈ હોત!’, આ એક સપોર્ટને કારણે ફિલ્મ બ્લોકબસ્ટર બની
Year Ender 2024: વર્ષ 2024 માં આ પેપર થયા લીક, એક પરીક્ષા માટે 45 લાખ યુવાઓએ કરી હતી અરજી
Year Ender 2024: વર્ષ 2024 માં આ પેપર થયા લીક, એક પરીક્ષા માટે 45 લાખ યુવાઓએ કરી હતી અરજી
ઘરે બેઠાં “My Ration” Mobile Appથી કુટુંબના તમામ સભ્યોનું e-KYC થઇ શકે છે
ઘરે બેઠાં “My Ration” Mobile Appથી કુટુંબના તમામ સભ્યોનું e-KYC થઇ શકે છે
PM Kisan: પીએમ કિસાનનો લાભ લેતા ખેડૂતોએ ફાર્મર આઈ.ડીમાં નોંધણી કરાવી ફરજીયાત, જાણો રજીસ્ટ્રેશનની પ્રોસેસ શું છે
પીએમ કિસાનનો લાભ લેતા ખેડૂતોએ ફાર્મર આઈ.ડીમાં નોંધણી કરાવી ફરજીયાત, જાણો રજીસ્ટ્રેશનની પ્રોસેસ શું છે
18 વર્ષના ડી ગુકેશ વિશ્વ ચેસ ચેમ્પિયન બનીને રચ્યો ઈતિહાસ, પીએમ મોદીએ આ રીતે પાઠવી શુભેચ્છા
18 વર્ષના ડી ગુકેશ વિશ્વ ચેસ ચેમ્પિયન બનીને રચ્યો ઈતિહાસ, પીએમ મોદીએ આ રીતે પાઠવી શુભેચ્છા
એકનાથ શિંદે બેકફૂટ પર? ગૃહ મંત્રાલય કોને મળશે, વાંચો સંભવિત મંત્રાલયોની યાદી
એકનાથ શિંદે બેકફૂટ પર? ગૃહ મંત્રાલય કોને મળશે, વાંચો સંભવિત મંત્રાલયોની યાદી
Gujarat weather update: રાજ્યમાં ગાત્રો થીજવતી ઠંડીની સાથે સાથે અહીં પડશે માવઠું – અંબાલાલ પટેલની આગાહી
રાજ્યમાં ગાત્રો થીજવતી ઠંડીની સાથે સાથે અહીં પડશે માવઠું – અંબાલાલ પટેલની આગાહીAmbalal Patel forecast
Embed widget