શોધખોળ કરો

264 રન છતાં દિલ્હીની શરમજનક હાર! અક્ષર પટેલે કોના પર ફોડ્યું ઠીકરું? જાણો હારનું અસલી કારણ

dc vs pbks: પંજાબ કિંગ્સે 265 રનનો ઐતિહાસિક ટાર્ગેટ ચેઝ કરીને 6 વિકેટે ભવ્ય જીત મેળવી; હારથી નિરાશ અક્ષર પટેલે ખરાબ ફિલ્ડિંગને જવાબદાર ગણાવી, KL રાહુલને 152 રન માટે POTM નો એવોર્ડ મળ્યો.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • દિલ્હીએ 264 રન બનાવ્યા, છતાં પંજાબે 6 વિકેટે જીત મેળવી.
  • દિલ્હી કેપ્ટનના બોલરો અને ફિલ્ડીંગ પર અક્ષર પટેલ નારાજ.
  • KL રાહુલની 152 રનની ઇનિંગથી IPL માં નવો રેકોર્ડ.
  • પંજાબ કિંગ્સ પ્રથમ, દિલ્હી કેપિટલ્સ છઠ્ઠા સ્થાને.

Axar Patel slams Delhi Capitals: IPL 2026 માં રમાયેલી દિલ્હી કેપિટલ્સ (DC) અને પંજાબ કિંગ્સ (PBKS) વચ્ચેની 35મી મેચ ખરેખર ઐતિહાસિક રહી હતી. દિલ્હીએ પહેલા બેટિંગ કરતા 264 રનનો વિશાળ અને પહાડ જેવો સ્કોર ખડકી દીધો હતો, છતાં પણ પંજાબ કિંગ્સે આ ટાર્ગેટ આસાનીથી ચેઝ કરીને 6 વિકેટે શાનદાર જીત મેળવી લીધી. 264 રનનો બચાવ ન કરી શકવા પર દિલ્હીના કેપ્ટન અક્ષર પટેલ ખૂબ નિરાશ જોવા મળ્યા હતા અને તેમણે આ શરમજનક હાર માટે ટીમના બોલરો અને ખરાબ ફિલ્ડિંગનો બરાબરનો ઉધડો કાઢ્યો હતો.

મેચની વિગતો જોઈએ તો, દિલ્હી કેપિટલ્સે 265 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જે IPL ના ઇતિહાસમાં દિલ્હીનો સૌથી મોટો અને ઓવરઓલ 5મો સૌથી મોટો સ્કોર છે. પરંતુ પંજાબના ઓપનર પ્રભસિમરન સિંહ અને પ્રિયાંશ આર્યએ એવી તોફાની શરૂઆત કરી કે પાવરપ્લેમાં જ કોઈ વિકેટ ગુમાવ્યા વિના 116 રન ઝૂડી કાઢ્યા અને પહેલી વિકેટ માટે 126 રનની મજબૂત પાર્ટનરશિપ કરી. ત્યારબાદ પંજાબના કેપ્ટન શ્રેયસ અય્યરે 71 રનની શાનદાર ઇનિંગ રમીને ટીમને 6 વિકેટે જીત અપાવી દીધી. આ ઇનિંગ દરમિયાન અય્યરને 2 વાર જીવતદાન પણ મળ્યું હતું, જે દિલ્હીને ભારે પડ્યું.

આ હાર બાદ કેપ્ટન અક્ષર પટેલે પોતાની હૈયાવરાળ ઠાલવતા કહ્યું કે, "અમે વારંવાર એકની એક જ ભૂલો કરી રહ્યા છીએ. જો તમે આવી પીચ પર તમારા બોલરોને ફિલ્ડિંગથી સપોર્ટ ન કરી શકો, તો તમે હારવાને જ લાયક છો." તેમણે પોતાના બોલરો પર નિશાન સાધતા કહ્યું કે મુખ્ય બોલરોએ પણ પોતાના પ્રદર્શન પર વિચાર કરવાની જરૂર છે, ખાસ કરીને પાવરપ્લેમાં તેમણે જે રીતે રન લૂંટાવ્યા તે નિરાશાજનક હતું. અક્ષરે સ્પષ્ટ કહ્યું કે જો ટીમે ફિલ્ડિંગમાં કેટલીક મહત્વની તકોનો લાભ લીધો હોત, તો પરિણામ કંઈક અલગ હોત.

જોકે, આ મેચમાં ભલે દિલ્હી કેપિટલ્સ હારી ગયું, પણ 'પ્લેયર ઓફ ધ મેચ' (POTM) નો એવોર્ડ દિલ્હીના વિકેટકીપર-બેટ્સમેન KL રાહુલને જ મળ્યો. રાહુલે 152 રનની ઐતિહાસિક ઇનિંગ રમી હતી, જેનાથી તે IPL માં 150 થી વધુનો સ્કોર કરનાર પ્રથમ ભારતીય બેટ્સમેન બની ગયો છે. વિજેતા ટીમના કેપ્ટન શ્રેયસ અય્યરે પણ રાહુલના વખાણ કરતા કહ્યું કે તે બધી જ પ્રશંસાને પાત્ર છે. આ ઐતિહાસિક જીત સાથે પંજાબ કિંગ્સે 7 મેચમાંથી 6 માં જીત મેળવીને 13 પોઈન્ટ અને +1.333 ના નેટ રનરેટ સાથે પોઈન્ટ ટેબલમાં નંબર 1 નું સ્થાન મજબૂત કરી લીધું છે (તેમની 1 મેચ વરસાદને કારણે રદ થઈ હતી). જ્યારે બીજી બાજુ, 7 મેચમાં 4 હાર સાથે દિલ્હી કેપિટલ્સ 6ઠ્ઠા સ્થાને ધકેલાઈ ગયું છે.

Frequently Asked Questions

IPL 2026 ની દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચેની મેચનું પરિણામ શું રહ્યું?

દિલ્હી કેપિટલ્સે 264 રન બનાવ્યા હતા, પરંતુ પંજાબ કિંગ્સે 6 વિકેટે આ મેચ જીતી લીધી.

264 રનનો લક્ષ્યાંક ડિફેન્ડ ન કરી શકવા પર દિલ્હીના કેપ્ટન અક્ષર પટેલની પ્રતિક્રિયા શું હતી?

અક્ષર પટેલ બોલરો અને ખરાબ ફિલ્ડિંગ પર ખૂબ નિરાશ હતા. તેમણે કહ્યું કે આવી પીચ પર બોલરોને ફિલ્ડિંગથી સપોર્ટ ન મળે તો હાર નિશ્ચિત છે.

મેચમાં 'પ્લેયર ઓફ ધ મેચ' કોણ બન્યું અને શા માટે?

KL રાહુલને 'પ્લેયર ઓફ ધ મેચ' મળ્યો. તેણે 152 રનની ઐતિહાસિક ઇનિંગ રમી, જે IPL માં 150+ સ્કોર કરનાર પ્રથમ ભારતીય બન્યો.

આ મેચ બાદ પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સનું પોઈન્ટ ટેબલમાં સ્થાન શું છે?

પંજાબ કિંગ્સ 13 પોઈન્ટ સાથે નંબર 1 પર છે. દિલ્હી કેપિટલ્સ 7 મેચમાં 4 હાર સાથે 6ઠ્ઠા સ્થાને છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજ્યમાં આજે TAT-HSની મુખ્ય પરીક્ષા, 4 જિલ્લામાં લવાશે, 279 કેન્દ્રો પર 50 હજારથી વધુ ઉમેદવારો આપશે પરીક્ષા
રાજ્યમાં આજે TAT-HSની મુખ્ય પરીક્ષા, 4 જિલ્લામાં લવાશે, 279 કેન્દ્રો પર 50 હજારથી વધુ ઉમેદવારો આપશે પરીક્ષા
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો
27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો

વિડિઓઝ

Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાદ્ય પદાર્થના સેમ્પલમાં ખેલ ?
Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં આજે TAT-HSની મુખ્ય પરીક્ષા, 4 જિલ્લામાં લવાશે, 279 કેન્દ્રો પર 50 હજારથી વધુ ઉમેદવારો આપશે પરીક્ષા
રાજ્યમાં આજે TAT-HSની મુખ્ય પરીક્ષા, 4 જિલ્લામાં લવાશે, 279 કેન્દ્રો પર 50 હજારથી વધુ ઉમેદવારો આપશે પરીક્ષા
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો
27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો
પોસ્ટ ઓફિસમાં 12 મહિનાની FD પર કેટલું મળે છે વ્યાજ, વરિષ્ઠ નાગરિકોને કેટલું મળશે વળતર?
પોસ્ટ ઓફિસમાં 12 મહિનાની FD પર કેટલું મળે છે વ્યાજ, વરિષ્ઠ નાગરિકોને કેટલું મળશે વળતર?
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
Post Office ની આ ગજબ સ્કીમમાં 5 વર્ષમાં થશે 5 લાખની કમાણી, એ પણ વ્યાજથી, જાણો
Post Office ની આ ગજબ સ્કીમમાં 5 વર્ષમાં થશે 5 લાખની કમાણી, એ પણ વ્યાજથી, જાણો
Rickshaw fare: રાજ્યમાં હવે રિક્ષાના ભાડામાં વધારો, 1.2 કિમી માટે મિનિમમ ભાડું 25 રૂ ચૂકવવું પડશે, જાણો નવા દરો
Rickshaw fare: રાજ્યમાં હવે રિક્ષાના ભાડામાં વધારો, 1.2 કિમી માટે મિનિમમ ભાડું 25 રૂ ચૂકવવું પડશે, જાણો નવા દરો
Embed widget