DC vs RCB: ફિલિપ સોલ્ટે દિલ્હી કેપિટલ્સને અપાવી ચોથી જીત, બેગ્લોરને સાત વિકેટથી હરાવ્યું
આ સીઝનમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનું પ્રદર્શન શાનદાર રહ્યું છે
LIVE
Background
Delhi Capitals vs Royal Challengers Bangalore, 50th Match: આજની બીજી મેચમાં દિલ્હી કેપિટલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમો આમને-સામને થશે. આ મેચ દિલ્હીના હોમ ગ્રાઉન્ડ અરુણ જેટલી સ્ટેડિયમમાં ભારતીય સમય અનુસાર સાંજે 7.30 વાગ્યે શરૂ થશે. આ સીઝનની શરૂઆતમાં જ્યારે દિલ્હી કેપિટલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમો સામ સામે ટકરાઇ હતી ત્યારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે દિલ્હી કેપિટલ્સને હરાવ્યું હતું.
દિલ્હી કેપિટલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચેની મેચ અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે. જો છેલ્લી 5 મેચના આંકડાઓ પર નજર કરીએ તો આ પીચ પર સરેરાશ સ્કોર 162 રન છે. છેલ્લી 5 મેચમાં પ્રથમ બેટિંગ કરનારી ટીમને 3 જીત મળી છે. જો કે આ મેચમાં પ્રથમ બેટિંગ કરનાર ટીમને 25 T20 મેચોમાં માત્ર 5 વખત જ સફળતા મળી છે. આ સિવાય આ વિકેટ પર લગભગ 62 ટકા વિકેટ ઝડપી બોલરોએ લીધી છે. જ્યારે લગભગ 38 ટકા વિકેટ સ્પિનરોએ ઝડપી છે
આ સીઝનમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. ડેવિડ વોર્નરની કેપ્ટનશીપમાં દિલ્હી કેપિટલ્સ સંઘર્ષ કરી રહી છે. અત્યાર સુધી સીઝન દિલ્હી કેપિટલ્સની અપેક્ષા મુજબ રહી નથી. આ સીઝનમાં દિલ્હી કેપિટલ્સ માત્ર 3 મેચ જીતવામાં સફળ રહી છે. જ્યારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 5 મેચ જીતી છે.
દિલ્હી કેપિટલ્સની ધમાકેદાર જીત
દિલ્હી કેપિટલ્સે RCBને સાત વિકેટે હરાવી સીઝનમાં ચોથી જીત મેળવી છે. આ જીત સાથે દિલ્હીની ટીમ પોઈન્ટ ટેબલમાં 10માથી 9મા સ્થાને પહોંચી ગઈ છે. બીજી તરફ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને પાંચમી હારનો સામનો કરવો પડ્યો હતો. તેના 10 મેચમાં 10 પોઈન્ટ છે અને તે પાંચમા સ્થાન પર છે. દિલ્હીએ તેની આગામી મેચ ચેન્નઈ સુપર કિંગ્સ સામે 10 મેના રોજ ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં રમવાની છે. બીજી તરફ, RCB ટીમ 9 મેના રોજ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે ટકરાશે.
આરસીબીના કેપ્ટન ફાફ ડુપ્લેસિસે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. બેંગ્લોરે 20 ઓવરમાં ચાર વિકેટે 181 રન બનાવ્યા હતા. દિલ્હીએ 16.4 ઓવરમાં ત્રણ વિકેટે 187 રન બનાવીને મેચ જીતી લીધી હતી.
RCBની ટીમે 20 ઓવરમાં ચાર વિકેટે 181 રન બનાવ્યા
પ્રથમ બેટિંગ કરતા RCBની ટીમે 20 ઓવરમાં ચાર વિકેટે 181 રન બનાવ્યા હતા. દિલ્હીને 182 રનનો મુશ્કેલ ટાર્ગેટ મળ્યો છે. બેંગ્લોર તરફથી વિરાટ કોહલીએ સૌથી વધુ 55 રન બનાવ્યા હતા. તે સિવાય મહિપાલ લોમરોરે પણ અડધી સદી ફટકારી હતી. મહિપાલે 29 બોલમાં અણનમ 54 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં છ ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકાર્યા હતા. કેપ્ટન ફાફ ડુપ્લેસિસે 32 બોલમાં 45 રન બનાવ્યા હતા. દિનેશ કાર્તિકે 11 અને અનુજ રાવતે અણનમ આઠ રન બનાવ્યા હતા. ગ્લેન મેક્સવેલ ખાતું પણ ખોલાવી શક્યો ન હતો. દિલ્હી તરફથી મિશેલ માર્શે બે વિકેટ ઝડપી હતી. ખલીલ અહેમદ અને મુકેશ કુમારને એક-એક સફળતા મળી હતી.
વિરાટ કોહલી 55 રન બનાવી આઉટ
કોહલી 46 બોલમાં 55 રન બનાવીને આઉટ થયો હતો. તે મુકેશ કુમારની બોલિંગ પર ખલીલ અહેમદના હાથે કેચ આઉટ થયો હતો. વિરાટે પોતાની ઇનિંગમાં પાંચ ચોગ્ગા ફટકાર્યા હતા. આરસીબીએ 16 ઓવરમાં ત્રણ વિકેટે 137 રન બનાવ્યા છે.
મિશેલ માર્શે એક જ ઓવરમાં બે વિકેટ ઝડપી
દિલ્હી કેપિટલ્સના ફાસ્ટ બોલર મિશેલ માર્શે એક જ ઓવરમાં બે વિકેટ ઝડપી હતી. તેણે 11મી ઓવરના ત્રીજા બોલ પર ફાફ ડુપ્લેસીસ અને ચોથા બોલ પર ગ્લેન મેક્સવેલને આઉટ કર્યો હતો. ડુપ્લેસીસ 32 બોલમાં 45 રન બનાવી આઉટ થયો હતો. મેક્સવેલ ખાતું ખોલાવી શક્યો ન હતો.
આરસીબીએ 10 ઓવરમાં 79 રન બનાવ્યા હતા
આરસીબીની ઇનિંગ્સની 10 ઓવર પૂરી થઈ ગઈ છે. તેણે કોઈપણ નુકસાન વિના 79 રન બનાવ્યા છે. આરસીબીના કેપ્ટન ફાફ ડુપ્લેસીસ 30 બોલમાં 44 રન બનાવીને અણનમ છે. તેણે પાંચ ચોગ્ગા અને એક છગ્ગા ફટકાર્યા હતા. કોહલી 30 બોલમાં 35 રન બનાવીને રમી રહ્યો છે. તેણે ચાર ચોગ્ગા ફટકાર્યા છે