IPL 2025: દિલ્હી કેપિટલ્સે પોતાના કેપ્ટનના નામની કરી જાહેરાત, આ ગુજરાતીને મળી મોટી જવાબદારી
Delhi Capitals Appoint Axar Patel As Captain: IPL સીઝનની શરૂઆત પહેલા દિલ્હી કેપિટલ્સે તેમના કેપ્ટનની જાહેરાત કરી છે.

Delhi Capitals Appoint Axar Patel As Captain: IPL સીઝનની શરૂઆત પહેલા દિલ્હી કેપિટલ્સે તેમના કેપ્ટનની જાહેરાત કરી છે. આ સીઝનમાં ઓલરાઉન્ડર અક્ષર પટેલ દિલ્હી કેપિટલ્સનું નેતૃત્વ કરશે. અગાઉ વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતે લાંબા સમય સુધી દિલ્હી કેપિટલ્સની કેપ્ટનશીપ કરી હતી પરંતુ IPL મેગા ઓક્શન પહેલા દિલ્હી કેપિટલ્સે તેમના કેપ્ટનને રીલિઝ કરી દીધો. આ પછી ઋષભ પંત મેગા ઓક્શનનો ભાગ બન્યો હતો. IPL મેગા ઓક્શનમાં લખનઉ સુપર જાયન્ટ્સ દ્વારા પંતનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
A new era begins today 💙❤️ pic.twitter.com/9Yc4bBMSvt
— Delhi Capitals (@DelhiCapitals) March 14, 2025
IPL મેગા ઓક્શનમાં દિલ્હી કેપિટલ્સે કેએલ રાહુલને 14 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. એવું માનવામાં આવી રહ્યું હતું કે કેએલ રાહુલ દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન બની શકે છે. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે કેએલ રાહુલે દિલ્હી કેપિટલ્સની કેપ્ટનશીપની ઓફર ફગાવી દીધી હતી. જે બાદ ઓલરાઉન્ડર અક્ષર પટેલને દિલ્હી કેપિટલ્સના કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. દિલ્હી કેપિટલ્સે તેના સોશિયલ મીડિયા હેન્ડલ પરથી લગભગ 2 મિનિટનો વીડિયો શેર કર્યો છે. આ વીડિયો દ્વારા કહેવામાં આવ્યું છે કે અક્ષર પટેલ ટીમનું નેતૃત્વ કરતા જોવા મળશે.
અક્ષર પટેલનો રેકોર્ડ
અક્ષર પટેલે અત્યાર સુધીમાં 150 આઈપીએલ મેચ રમી છે અને લગભગ 131ના સ્ટ્રાઈક રેટથી 1653 રન બનાવ્યા છે. વધુમાં તેણે 7.28 ના ઇકોનોમી રેટથી 123 વિકેટ લીધી છે. જોકે, તેને કેપ્ટનશીપનો અનુભવ નથી. આ ઉપરાંત 31 વર્ષીય અક્ષર 7 સીઝનથી દિલ્હી સાથે સંકળાયેલો છે. આ કારણોસર તેને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. જોકે, અક્ષર પટેલ પહેલા આ સીઝનમાં ટીમમાં જોડાયેલા કેએલ રાહુલ કેપ્ટનશીપની રેસમાં સૌથી આગળ હતો.
દિલ્હી કેપિટલ્સની ટીમ
અક્ષર પટેલ, કુલદીપ યાદવ, ટ્રિસ્ટન સ્ટબ્સ, અભિષેક પોરેલ, મિશેલ સ્ટાર્ક, કેએલ રાહુલ, જેક ફ્રેઝર મેકગર્ક, ટી નટરાજન, કરુણ નાયર, સમીર રિઝવી, આશુતોષ શર્મા, મોહિત શર્મા, ફાફ ડુ પ્લેસિસ, મુકેશ કુમાર, દર્શન નલકંડે, વિપરાજ નિગમ, દુષ્મંત ચમીરા, માધવ તિવારી, ત્રિપૂર્ણ વિજય, માનવંત કુમાર, અજય મંડલ, ડોનોવન ફરેરા.




















