Most Runs in IPL History: IPL ઇતિહાસમાં સૌથી વધુ રન ફટકારનારા ટૉપ-5 બેટ્સમેન, પ્રથમ નંબર પર છે આ ખેલાડી
Most Runs in IPL History: ઇન્ડિયન પ્રીમિયર લીગ 2025 22 માર્ચથી શરૂ થવાની છે, જ્યારે ફાઇનલ મેચ 25 મેના રોજ રમાશે.

Most Runs in IPL 2025: ઇન્ડિયન પ્રીમિયર લીગ 2025 22 માર્ચથી શરૂ થવાની છે, જ્યારે ફાઇનલ મેચ 25 મેના રોજ રમાશે. IPL 2025 ની શરૂઆતની મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન KKR અને RCB વચ્ચે રમાશે. આ ટુર્નામેન્ટ શરૂ થાય તે પહેલાં ચાલો જાણીએ IPL ઇતિહાસમાં સૌથી વધુ રન બનાવનારા ટોચના 5 બેટ્સમેનોના નામ.
- વિરાટ કોહલી
IPL ઇતિહાસમાં સૌથી વધુ રન બનાવનારા ખેલાડીઓની યાદીમાં RCBના ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલી ટોચ પર છે. તેમણે 2008થી કુલ 252 IPL મેચ રમી છે. આ સમયગાળા દરમિયાન કોહલીએ 244 ઇનિંગ્સમાં 8004 રન બનાવ્યા. તેની સરેરાશ 38 અને સ્ટ્રાઇક રેટ 131 હતી. કિંગ કોહલીનો સર્વોચ્ચ સ્કોર અણનમ 113 રન છે. અત્યાર સુધી તેણે IPLમાં 8 સદી અને 55 અડધી સદી ફટકારી છે.
- શિખર ધવન
સનરાઇઝર્સ હૈદરાબાદના ભૂતપૂર્વ બેટ્સમેન શિખર ધવન આઈપીએલમાં પાંચ ટીમોનો ભાગ હતા. પોતાની કારકિર્દીમાં તેમણે 2008 થી 2024 સુધી 222 મેચ રમી અને આ સમયગાળા દરમિયાન તેમણે 6769 રન બનાવ્યા હતા. તે IPLના ઇતિહાસમાં બીજા ક્રમનો સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. તેમનો સર્વોચ્ચ સ્કોર 106 રન અણનમ રહ્યો હતો. તેણે ટુર્નામેન્ટમાં 2 વખત 100 રન અને 51 અડધી સદી ફટકારી હતી.
- રોહિત શર્મા
મુંબઈ ઈન્ડિયન્સના ભૂતપૂર્વ કેપ્ટન રોહિત શર્માએ 2008 થી IPLમાં કુલ 257 મેચ રમી છે. તેણે 252 ઇનિંગ્સમાં 6628 રન બનાવ્યા છે અને IPLમાં સૌથી વધુ રન બનાવનારા ખેલાડીઓમાં તે ત્રીજા સ્થાને છે. તેનો સર્વોચ્ચ સ્કોર અણનમ 109 રન છે. તેણે 2 સદી અને 43 અડધી સદી ફટકારી છે.
- ડેવિડ વોર્નર
IPL 2024 સુધી દિલ્હી કેપિટલ્સ તરફથી રમનારા ડેવિડ વોર્નરને IPL 2025 માટે હરાજીમાં કોઈ બોલી લગાવવામાં આવી ન હતી. વોર્નર તેની વિસ્ફોટક બેટિંગ માટે જાણીતો છે. ડેવિડ IPLના ઇતિહાસમાં સૌથી વધુ રન બનાવનારા ખેલાડીઓમાં ચોથા ક્રમે છે. તેમણે 2009 થી 2024 સુધી કુલ 184 મેચમાં 6565 રન બનાવ્યા છે. આ સમયગાળા દરમિયાન તેમનો સર્વોચ્ચ સ્કોર 126 રન હતો. તેના નામે 4 સદી અને 62 અડધી સદી છે.
5.સુરેશ રૈના
ભૂતપૂર્વ CSK ક્રિકેટર સુરેશ રૈનાએ 2008 થી 2021 દરમિયાન IPLમાં 205 મેચ રમી હતી, જેમાં 200 ઇનિંગ્સમાં 5528 રન બનાવ્યા હતા. આ સમયગાળા દરમિયાન તેમનો સર્વોચ્ચ સ્કોર 100 રન અણનમ રહ્યો છે. તેણે એક સદી અને 39 અડધી સદી ફટકારી હતી.




















