DC vs PBKS: પંજાબે દિલ્હીને 159 રન પર રોક્યું, અર્શદીપ અને લિવિંગસ્ટોને ઘાત બોલિંગ કરી મેચ પલટી
IPL 2022 ની 64મી મેચ પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મુંબઈના DY પાટિલ સ્ટેડિયમમાં રમાઈ રહી છે.
![DC vs PBKS: પંજાબે દિલ્હીને 159 રન પર રોક્યું, અર્શદીપ અને લિવિંગસ્ટોને ઘાત બોલિંગ કરી મેચ પલટી Delhi Capitals Set Punjab Kings Target 160 Runs, Liam Livingstone And Arshdeep Singh Took 3-3 Wickets DC vs PBKS: પંજાબે દિલ્હીને 159 રન પર રોક્યું, અર્શદીપ અને લિવિંગસ્ટોને ઘાત બોલિંગ કરી મેચ પલટી](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/05/16/3a4092d195ea1c6c1216d496c4f1cfef_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Punjab Kings vs Delhi Capitals: IPL 2022 ની 64મી મેચ પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મુંબઈના DY પાટિલ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચમાં પંજાબ કિંગ્સના કેપ્ટન મયંક અગ્રવાલે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરવાની તક મળતાં દિલ્હી કેપિટલ્સે 20 ઓવરમાં 7 વિકેટે 159 રન બનાવ્યા હતા. દિલ્હી તરફથી મિશેલ માર્શે શાનદાર બેટિંગ કરી હતી. તેણે સૌથી વધુ 63 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 4 ચોગ્ગા અને 3 સિક્સર ફટકારી હતી. બીજી તરફ પંજાબ કિંગ્સ તરફથી અર્શદીપ સિંહ અને લિયામ લિવિંગસ્ટોને શાનદાર બોલિંગ કરી હતી અને 3-3 વિકેટ ઝડપી હતી.
ડેવિડ વોર્નર ગોલ્ડન ડક આઉટઃ
ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા દિલ્હીના ઓપનર બેટ્સમેન ડેવિડ વોર્નર અને સરફરાઝ ખાન આવ્યા હતા. પંજાબના કેપ્ટન મયંક અગ્રવાલે પહેલી ઓવરમાં બોલિંગ કરવા માટે બોલ લિયામ લિવિંગસ્ટોનને આપ્યો હતો. મયંકનો આ નિર્ણય યોગ્ય સાબિત થયો અને લિવિંગસ્ટોને તોફાની બેટ્સમેન વોર્નરને પહેલા જ બોલ પર આઉટ કર્યો હતો. જો કે આ પછી સરફરાઝ ખાન અને મિશેલ માર્શે પંજાબના બોલરોને ધોવાનું શરુ કર્યું હતું.
દિલ્હીનો સ્કોર 5 ઓવરમાં 50ને પાર કરી ગયો હતો. જોકે છઠ્ઠી ઓવરમાં વિસ્ફોટક બેટિંગ કરી રહેલો સરફરાઝ આઉટ થયો હતો. તેણે 16 બોલમાં 5 ચોગ્ગા અને એક સિક્સરની મદદથી 32 રન બનાવ્યા હતા. તેના પછી લલિત યાદવ ચોથા નંબર પર બેટિંગ કરવા આવ્યો હતો. અહીંથી દિલ્હીની રન બનાવવાની ગતિ ધીમી પડી ગઈ હતી. લલિતે 21 બોલમાં એક ફોર અને એક સિક્સરની મદદથી 24 રન બનાવ્યા હતા. આ પછી લિયામ લિવિંગસ્ટોને દિલ્હીને બેકફૂટ પર ધકેલી દીધું. આ દરમિયાન રિષભ પંત 07 અને રોવમેન પોવેલ 02 રન બનાવીને આઉટ થયો હતો. આમ 20 ઓવરના અંતે દિલ્હીની ટીમ 7 વિકેટે 159 રન બનાવી શકી હતી.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)