શોધખોળ કરો

IPL Final 2023: આજે ચેન્નાઇ-ગુજરાત વચ્ચે ખિતાબી ટક્કર, જાણો કેટલા વાગે આજે શરૂ થશે ફાઇનલ મેચ ?

આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી ચેન્નાઈ અને ગુજરાત વચ્ચેની આઇપીએલ ફાઈનલ મેચ સાંજે રમાશે,

GT vs CSK Final Live Streaming: આજે IPL 2023ની ફાઇનલ મેચ રમાઇ રહી છે, આજે 29 મેને, આઈપીએલ ફાઈનલ માટે રિઝર્વ ડે તરીકે રાખવામાં આવ્યો હતો. ગઇકાલે 28 મેએ રવિવારના દિવસે વરસાદને કારણે ટાઈટલ મેચ રમાઇ શકી નહતી. ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાનારી આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. મેચ સાંજે 7.30 વાગ્યાથી શરૂ થશે. જાણો આજની મેચ કેટલા વાગેને કઇ ચેનલ પરથી જોઇ શકાશે લાઇવ.... 

ક્યારે અને ક્યાંથી જોઇ શકાશે લાઇવ મેચ ?
આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી ચેન્નાઈ અને ગુજરાત વચ્ચેની આઇપીએલ ફાઈનલ મેચ સાંજે રમાશે, આજે 29 મે એ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બન્ને વચ્ચે ખિતાબી ટક્કર જોવા મળશે. અમદાવાદનું આ સ્ટેડિયમ ગુજરાત ટાઇટન્સનું હૉમ ગ્રાઉન્ડ છે. મેચ સાંજે 7:30 વાગ્યે શરૂ થશે, જ્યારે ટૉસ સાંજે 7:00 વાગ્યે થશે.

ટીવી પર કઇ રીતે જોઇ શકાશે લાઇવ ?
ચેન્નાઇ અને ગુજરાતની વચ્ચે રમાનારી ફાઇનલ મેચનું ટીવી પર લાઇવ પ્રસારણ સ્ટાર સ્પૉર્ટ્સ નેટવર્ક દ્વારા થશે. 

કઇ રીતે ફ્રીમાં જોઇ શકશો લાઇવ સ્ટ્રીમિંગ ?
IPL 2023ની આજની ફાઈનલ મેચ તમે Jio Cinema એપ અને વેબસાઈટ પરથી ફ્રીમાં લાઈવ સ્ટ્રીમિંગ જોઇ શકો છો. તમે સ્માર્ટ ટીવી, લેપટોપ અને મોબાઈલ પર આ મેચનું લાઈવ સ્ટ્રીમિંગ જોઈ શકો છો. અહીં તમે જુદીજુદી ભાષાઓમાં મેચ જોવાનો આનંદ લઇ શકો છો. 

ચેન્નાઇ પાંચમા અને ગુજરાત બીજો ખિતાબ જીતવા મેદાનમાં ઉતરશે - 
ચેન્નાઈ સુપર કિંગ્સ IPL ઈતિહાસની બીજી સૌથી સફળ ટીમ છે. ચેન્નાઈએ 4 વાર આઈપીએલ ટ્રૉફી જીતી છે. આ વખતે મહેન્દ્રસિંહ ધોનીની આગેવાની હેઠળની CSK પાંચમી ટ્રૉફી માટે મેદાનમાં ઉતરશે. બીજીબાજુ પોતાની બીજી સિઝન રમી રહેલી ગુજરાત ટાઇટન્સ સતત બીજીવાર ફાઇનલમાં પહોંચી છે. ગુજરાતે તેની ડેબ્યૂ સિઝન (IPL 2022)માં ખિતાબ જીત્યો હતો. હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની ગુજરાત ટાઇટન્સે રાજસ્થાન રૉયલ્સને હરાવીને ટ્રૉફી જીતી હતી. હવે આ વખતે કઈ ટીમ જીતે છે તે જોવું રસપ્રદ રહેશે.

Modi Stadium Weather: આજે IPLમાં વરસાદ ચોક્કસ બનશે વિઘ્ન, જાણો કેટલા વાગે પડશે ?

Narendra Modi Stadium Weather: આજે IPLમાં ચેમ્પીયન બનાવા માટે ટક્કર થવાની છે, આજે ફરી એકવાર સાંજે ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચે ફાઇનલ રમાશે, આ પહેલા ગઇકાલે 28 મેએ ગુજરાતના મોદી સ્ટેડિયમમાં આ મેચ રમાવવાની હતી, પરંતુ વરસાદી વિઘ્નના કારણે મેચ રમાઇ શકી નહતી, હવે આ મેચ આજે રિઝર્વ ડેમાં રમાવવાની છે, પરંતુ આ બધાની વચ્ચે એક ખાસ હવામાન અપડેટ સામે આવ્યુ છે. જે પ્રમાણે જાણી શકાય છે કે, આજે પણ ગુજરાતમાં, અમદાવાદમાં આઇપીએલ ફાઇનલ મેચમાં વરસાદ વિલન બની શકે છે. જાણો શું છે અપડેટ અને કેટલા વાગે પડી શકે છે વરસાદ.....

કેટલા વાગે પડશે વરસાદ ?
હવામાન રિપોર્ટ અનુસાર, આજે ગુજરાતમાં ફરી એકવાર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, હવામાન શાસ્ત્રીઓ અને આગાહીકારો આજે ગુજરાતમાં ઠેર ઠેર વરસાદી ઝાપટાં પડવાની સંભાવના વ્યક્ત કરી રહ્યાં છે. એક રિપોર્ટ અનુસાર, આજે સાંજે 4 વાગે અમદાવાદમાં વરસાદ પડી શકે છે, અને બીજા અપડેટ પ્રમાણે આજે રાત્રે 10 વાગે વરસાદ પડી શકે છે. જો 10 વાગે વરસાદ પડશે તો આઇપીએલની ફાઇનલ મેચમાં જરૂર વિઘ્ન ઉભુ થશે, કેમ કે આ દરમિયાન આઇપીએલ ફાઇનલ મેચમાં ચેન્નાઇ સુપર કિંગ્સ અને ગુજરાતની ટીમો આમને સામને મેદાનમાં હશે, અને બીજી ઇનિંગની પાવરપ્લે ઓવરો ચાલતી હશે. ખાસ વાત છે કે, જો 10 વાગે ભારે વરસાદ પડે છે, તો ફાઇનલ મેચમાં દર્શકોને ફરી એકવાર ફૂલ મેચની મજા બગડી શકે છે. 

Weather: ગુજરાતમાં આજે ફરી વરસાદ, અંબાલાલે કરી કડાકા-ભડાકા સાથે વરસાદની આગાહી

Weather: ગુજરાતમાં આજે ફરી વરસાદ જોર પકડી શકે છે, હવામાન નિષ્ણાંતોના મતે આજે ફરી એકવાર રાજ્યમાં પવન સાથે ધોધમાર વરસાદ વરસી શકે છે. હાલમાં જ ગુજરાતના જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલનું અનુમાન છે કે, આજે ફરી એકવાર સાંજના સમયે કડાકા-ભડકા સાથે વસસાદ વરસી શકે છે. જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલનું અનુમાન છે કે, રાજ્યમાં આજે ફરી એકવાર સાંજના સમયે મોટાભાગના વિસ્તારમાં વરસાદ પડવાની આગાહી છે. ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ પાડવાની અંબાલાલ પટેલે આગાહી કરી છે. વીજળીના કડાકા-ભડકાના કારણે જાનમાલનું નુકશાન પણ થવાની શક્યતા છે. પશ્ચિમી વિક્ષેપ અને આરબ સાગરના ભેજના કારણે વરસાદ થવાની શક્યતા છે. 30મી મેએ પણ ગુજરાતના કેટલાય વિસ્તારમાં વરસાદ થવાની અંબાલાલ પટેલની આગાહી છે. આવતીકાલે પણ સાંજના સમયે ભારે પવન અને વીજળી સાથે વરસાદ થઈ શકે છે. ખાસ વાત છે કે, રોહિણી નક્ષત્ર આખું વરસાદ પડે તો ચોમાસુ સમયસર રહેશે, જો રોહિણી નક્ષત્ર 2 જૂન સુધી છે, વરસાદ નહીં પડે તો ચોમાસુ મોડું થવાની શક્યતા પણ રહેલી છે.

બંન્ને ટીમો વચ્ચેનો રેકોર્ડ્સ

ચેન્નઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે અત્યાર સુધીમાં 4 મેચ રમાઈ છે, જેમાં ગુજરાતે 3 અને ચેન્નઈ 1માં જીત મેળવી છે. આ સીઝનમાં બંને વચ્ચે બે મેચ રમાઈ છે, જેમાં ચેન્નઈ અને ગુજરાતે 1-1 મેચ જીતી છે. કુલ 4 મેચોમાં 3 લીગ અને એક પ્લેઓફ મેચ રમાઈ છે. ગુજરાતે ત્રણેય લીગ મેચો જીતી છે, જ્યારે ચેન્નઈએ પ્લેઓફ મેચ જીતી છે. બંને વચ્ચે સીઝનની પ્રથમ લીગ મેચ રમાઈ હતી, જેમાં ગુજરાતનો 5 વિકેટે વિજય થયો હતો. આ પછી બંને ટીમો ક્વોલિફાયર-1માં આમને-સામને આવી જેમાં ચેન્નઈ 15 રને જીતી ગઈ હતી. ફાઈનલ મેચ માટે બંને ટીમો પોતાની પરફેક્ટ પ્લેઈંગ ઈલેવનને મેદાનમાં ઉતારવાનો પ્રયાસ કરશે. જોકે, એવી અપેક્ષા રાખવામાં આવે છે કે બંને ટીમો તેમની પ્લેઈંગ ઈલેવનમાં કોઈ ફેરફાર નહીં કરે. બંને ટીમો તેમની અગાઉની પ્લેઈંગ ઈલેવન સાથે મેદાનમાં ઉતરી શકે છે.

ચેન્નઈ સુપર કિંગ્સની સંભવિત પ્લેઈંગ ઈલેવન

શુભમન ગિલ, રિદ્ધિમાન સહા, ડેવિડ મિલર, રાહુલ તેવટિયા, વિજય શંકર, રાશિદ ખાન, નૂર અહેમદ, મોહમ્મદ શમી, મોહિત શર્મા, જોશુઆ લિટલ.

ગુજરાત ટાઇટન્સની સંભવિત પ્લેઇંગ ઇલેવન

ડેવોન કોનવે, ઋતુરાજ ગાયકવાડ, અજિંક્ય રહાણે, શિવમ દુબે, મોઈન અલી, રવિન્દ્ર જાડેજા, દીપક ચહર, મહિષ તિક્ષ્ણા, મતિષ પથિરાના, તુષાર દેશપાંડે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Junagadh Rain Data | જૂનાગઢમાં આભ ફાટ્યું, 10થી 15 ઇંચ વરસાદ ખાબકતાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીGhed Flood Ground Report | ઘેડમાં જળપ્રલય | બાલાગામથી કેશોદ જતો રસ્તો બંધRajkot Game Zone Fire Case | સાગઠિયાની કાળી કમાણીનો પર્દાફાશ | 15 કિલો સોનું, 5 કરોડ રોકડા મળ્યાSurat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
Home Remedy: રોજ સવારે ઘરમાં કરશો આ કામ, તો દિવસભર ઘરમાં નહીં ફરકે એકપણ માખી
Home Remedy: રોજ સવારે ઘરમાં કરશો આ કામ, તો દિવસભર ઘરમાં નહીં ફરકે એકપણ માખી
6 Airbag Cars: છ એરબેગ સાથે આવે છે આ પાંચ કાર, કિંમત છે 10 લાખ રૂપિયાથી પણ ઓછી
6 Airbag Cars: છ એરબેગ સાથે આવે છે આ પાંચ કાર, કિંમત છે 10 લાખ રૂપિયાથી પણ ઓછી
Rahul Dravid: રાહુલ દ્રવિડ આ બેટ્સમેનના એક ફોન કોલ પર ફરીથી ટીમ ઇન્ડિયાના કોચ બનવા થયા હતા તૈયાર
Rahul Dravid: રાહુલ દ્રવિડ આ બેટ્સમેનના એક ફોન કોલ પર ફરીથી ટીમ ઇન્ડિયાના કોચ બનવા થયા હતા તૈયાર
હવે આ યુનિવર્સિટીમાં શ્રીમદ્ભગવદ્ગીતાનો અભ્યાસ થશે, માસ્ટર્સ ડિગ્રી માટે આટલા રૂપિયા ખર્ચવા પડશે
હવે આ યુનિવર્સિટીમાં શ્રીમદ્ભગવદ્ગીતાનો અભ્યાસ થશે, માસ્ટર્સ ડિગ્રી માટે આટલા રૂપિયા ખર્ચવા પડશે
Embed widget