GT vs DC: IPLમાં પ્રથમવાર ગુજરાત ટાઇટન્સ અને દિલ્હી કેપિટલ્સ ટકરાશે, જાણો સંભવિત ઇલેવન
ઈન્ડિયન પ્રીમિયર લીગની 10મી મેચ ગુજરાત ટાઇટન્સ (GT) અને દિલ્હી કેપિટલ્સ (DC) વચ્ચે રમાશે.
ઈન્ડિયન પ્રીમિયર લીગની 10મી મેચ ગુજરાત ટાઇટન્સ (GT) અને દિલ્હી કેપિટલ્સ (DC) વચ્ચે રમાશે. આ મેચ પુણેના એમસીએ સ્ટેડિયમમાં શનિવારે સાંજે 7.30 વાગ્યાથી શરૂ થશે. ગુજરાત ટાઇટન્સે તેની પ્રથમ મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સને 5 વિકેટે હરાવીને ટુર્નામેન્ટની શાનદાર શરૂઆત કરી હતી. બીજી તરફ, દિલ્હી કેપિટલ્સની ટીમે તેની પ્રથમ મેચમાં મુંબઈને હરાવ્યું હતું. દિલ્હીની કેપ્ટનશીપ ઋષભ પંતના હાથમાં છે, જ્યારે ગુજરાતની કેપ્ટનશીપ હાર્દિક પંડ્યા સંભાળી રહ્યો છે. બંને ટીમો પાસે ઘણા મજબૂત ખેલાડીઓ છે, જેના કારણે મેચ ખૂબ જ રોમાંચક બને તેવી શક્યતા છે.
MCA ક્રિકેટ સ્ટેડિયમની પીચ બેટ્સમેનો માટે અનુકુળ છે. જે ટીમ પહેલા બોલિંગ કરે છે તેને પુણેના એમસીએ સ્ટેડિયમની પીચ પર સૌથી વધુ ફાયદો થાય છે. બીજા નંબર પર બેટિંગ કરતી ટીમનો સફળતા દર લગભગ 80 ટકા છે. મેચના દિવસે તાપમાન 31 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતા છે. રમત દરમિયાન વરસાદની કોઈ શક્યતા નથી.
દિલ્હી કેપિટલ્સની સંભવિત પ્લેઇંગ ઇલેવન
પૃથ્વી શો, ટિમ સેફર્ટ, મનદીપ સિંહ, ઋષભ પંત (કેપ્ટન), રોવમેન પોવેલ, લલિત યાદવ, અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર, ખલીલ અહેમદ, કુલદીપ યાદવ, મુસ્તફિઝુર રહેમાન
ગુજરાત ટાઇટન્સની સંભવિત પ્લેઇંગ ઇલેવન
શુભમન ગિલ, મેથ્યુ વેડ, ડેવિડ મિલર, હાર્દિક પંડ્યા (કેપ્ટન), રાહુલ તેવટિયા, અભિનવ મનોહર, વિજય શંકર, રાશિદ ખાન, લોકી ફર્ગ્યુસન, મોહમ્મદ શમી, વરુણ એરોન
જ્હાન્વી કપૂર અને વરુણ ધવન પહેલીવાર કરશે રોમાન્સ, જાણો કઇ ફિલ્મ માટે બન્ને તૈયાર થયા.......
'બાહુબલી'ની રીતથી હાથી પર ચઢતા મહાવતનો વીડિયો વાયરલ, લોકોએ કહ્યું, આ 'અસલી બાહુબલી', જુઓ વીડિયો