'બાહુબલી'ની રીતથી હાથી પર ચઢતા મહાવતનો વીડિયો વાયરલ, લોકોએ કહ્યું, આ 'અસલી બાહુબલી', જુઓ વીડિયો
તમને ફિલ્મ બાહુબલી 2નું એ દ્રશ્ય યાદ હશે, જેમાં અભિનેતા પ્રભાસ હાથી પર ચડતો જોવા મળે છે. એક મહાવતનો એક વાયરલ વીડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે.
અસલી બાહુબલીઃ તમને ફિલ્મ બાહુબલી 2નું એ દ્રશ્ય યાદ હશે, જેમાં અભિનેતા પ્રભાસ હાથી પર ચડતો જોવા મળે છે. એક મહાવતનો એક વાયરલ વીડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં મહાવત બાહુબલી 2 ફિલ્મના હાથી પર ચઢતા પ્રભાસના સીન જેવું જ કરતબ કરી રહ્યો છે. ફિલ્મ બાહુબલી 2માં બતાવવામાં આવેલા સીન જેવો જ આ સ્ટંટ વીડિયોમાં કરવામાં આવ્યો છે. વીડિયોમાં એક મહાવત પોતાના હાથી પર ચઢવા માટે હાથીની સૂંઢ પર ચડીને ખૂબ જ સામાન્ય રીતે સરળતાથી હાથી પર ચઢી જાય છે. હાથી પણ પોતાના મહાવતને ઓળખે છે માટે મહાવતને ઉપર ચઢવામાં પોતાની સૂંઢ લાંબી કરે છે. હાલ આ વીડિયો ઘણો વાયરલ થઈ રહ્યો છે.
ટ્વીટર પર વાયરલ થયો વીડિયોઃ
ટ્વિટર પર વીડિયો શેર કરનારા IPS ઓફિસર દીપાંશુ કાબરાએ કેપ્શનમાં લખ્યું, 'તેણે એક્ટર પ્રભાસની જેમ જ બાહુબલી-2 જેવો સીન કર્યો.' IPS ઓફિસર દીપાંશુ કાબરાએ આ ટ્વીટમાં ફિલ્મના નિર્દેશક એસએસ રાજામૌલીને પણ ટેગ કર્યા છે. આ વીડિયોને 2 હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે અને ઘણા લોકોએ તેને રીટ્વીટ પણ કર્યો છે. ઘણા યુઝર્સે આ વીડિયો પર કોમેન્ટ પણ કરી છે.
He did it like @PrabhasRaju in #Baahubali2. @BaahubaliMovie @ssrajamouli pic.twitter.com/nCpTLYXp7g
— Dipanshu Kabra (@ipskabra) March 30, 2022
લોકોએ ફની કોમેન્ટ કરીઃ
જો કે, અભિનેતા પ્રભાસનું એકાઉન્ટ, જેને તેણે ટેગ કર્યું છે, તે તેનું મૂળ એકાઉન્ટ નથી પણ પ્રભાસના ફેનનું આઈડી છે. આ વીડિયો પર યુઝર્સ દ્વારા ઘણી ફની કોમેન્ટ્સ પણ કરવામાં આવી છે. એક યુઝરે લખ્યું કે અસલી બાહુબલી અહીં છે, ફિલ્મના બાહુબલી પાસે ગ્રાફિક્સ હતા. એક યુઝરે લખ્યું - 'આ પ્રભાસ છે, જ્યારે તે વૃદ્ધ થશે ત્યારનો પ્રભાસ.' ટ્વિટર પર કેટલાક યુઝર્સે એમ પણ લખ્યું કે દરેક મહાવત આ રીતે જ હાથી પર ચઢે છે.