શોધખોળ કરો

IPL 2022 ની ફાઇનલમાં ટકરાશે ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ, જાણો શું કહે છે આંકડાઓ?

આ સીઝનમાં ગુજરાત ટાઇટન્સનું પ્રદર્શન શાનદાર રહ્યુ હતુ. ગુજરાત ટાઇટન્સે લીગ તબક્કાની 10 મેચ જીતી છે.

IPL 2022 ની ફાઇનલમાં ટકરાશે ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ, જાણો શું કહે છે આંકડાઓ?

IPL 2022 સિઝનની ફાઇનલ મેચ રવિવારે રમાશે. આ મેચમાં રાજસ્થાન રોયલ્સનો સામનો હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની ગુજરાત ટાઇટન્સ સામે થશે. ગુજરાત ટાઇટન્સ આ સિઝનની ફાઇનલમાં પહોંચનારી પ્રથમ ટીમ બની હતી. રાજસ્થાન રોયલ્સએ ક્વોલિફાયર-2 માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને હરાવીને ફાઇનલમાં પહોંચ્યું છે.

ક્વોલિફાયર-2માં રાજસ્થાન રોયલ્સએ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 7 વિકેટે હરાવ્યું હતું. રાજસ્થાનની આ જીતનો હીરો જોસ બટલર રહ્યો હતો. બટલરે 60 બોલમાં 10 ફોર અને 6 સિક્સરની મદદથી 106 રનની શાનદાર ઇનિંગ રમી હતી. જોસ બટલરને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.

બંને ટીમોનું આ પ્રદર્શન રહ્યું છે

આ સીઝનમાં ગુજરાત ટાઇટન્સનું પ્રદર્શન શાનદાર રહ્યુ હતુ. ગુજરાત ટાઇટન્સે લીગ તબક્કાની 10 મેચ જીતી, જ્યારે 4 મેચમાં હાર મળી હતી. આ રીતે ગુજરાત ટાઇટન્સ 20 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે. ગુજરાત ટાઇટન્સ ક્વોલિફાયર-1માં રાજસ્થાન રોયલ્સને હરાવીને ફાઇનલમાં પહોંચી છે. રાજસ્થાન રોયલ્સએ પણ લીગ તબક્કામાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. રાજસ્થાન રોયલ્સે લીગ તબક્કાની 9 મેચ જીતી હતી, જ્યારે 5 મેચ હારી હતી. રાજસ્થાન રોયલ્સ 18 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે. જો કે, તે ક્વોલિફાયર-1માં ગુજરાત ટાઇટન્સ સામે હારી ગયું હતું. પરંતુ ક્વોલિફાયર-2માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને હરાવીને રાજસ્થાન રોયલ્સે ફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું છે. હવે બંને ટીમો 29 મેના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આમને-સામને થશે.

બેગ્લોરને હરાવી ફાઇનલમાં પહોંચી રાજસ્થાન રોયલ્સ

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને રાજસ્થાન રોયલ્સ ક્વોલિફાયર-2માં સામસામે હતા. પ્રથમ બેટિંગ કરતા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 20 ઓવરમાં 8 વિકેટે 157 રન બનાવ્યા હતા. રાજસ્થાન રોયલ્સે 158 રનનો ટાર્ગેટ સરળતાથી મેળવી લીધો હતો. રાજસ્થાન રોયલ્સ તરફથી ઓપનર જોસ બટલરે 60 બોલમાં 106 રન બનાવ્યા હતા. બટલરે પોતાની ઇનિંગમાં 10 ફોર અને 6 સિક્સર ફટકારી હતી.

ટોપ સ્ટોરી

Weather Forecast: દેશના 17 રાજ્યોમાં આજે ગાજવીજ સાથે વરસશે વરસાદ, IMDનું એલર્ટ

Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે

8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 

Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'હું તો બોલીશ'ની અસર, દોડતું થયું પ્રશાસન
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી ?
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર કે ગુંડો ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Forecast: દેશના 17 રાજ્યોમાં આજે ગાજવીજ સાથે વરસશે વરસાદ, IMDનું એલર્ટ
Weather Forecast: દેશના 17 રાજ્યોમાં આજે ગાજવીજ સાથે વરસશે વરસાદ, IMDનું એલર્ટ
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 

BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત

2 સપ્ટેમ્બરે ગુરુ નક્ષત્રમાં મંગળ ગોચર, આ 3 રાશિઓને પ્રોપર્ટી-બિઝનેસ-કરિયરમાં મોટા લાભના યોગ 

મુંબઈમાં FDAનો સપાટો, મેકડોનાલ્ડ્સ સહિત 13 ફૂડ આઉટલેટ્સના લાઇસન્સ સસ્પેન્ડ

Embed widget