GT vs SRH: છેલ્લી ઓવરમાં રાશિદ અને તેવટીયાની શાનદાર ઈનિંગથી ગુજરાત 5 વિકેટે જીત્યુ, રાશિદે વિનિંગ સિક્સ ફટકારી
GT vs SRH Live Score: IPL 2022ની 40મી મેચમાં ગુજરાત ટાઇટન્સનો મુકાબલો સનરાઇઝર્સ હૈદરાબાદ સામે છે. આ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહી છે.
LIVE
Background
IPL 2022ની 40મી મેચમાં ગુજરાત ટાઇટન્સનો મુકાબલો સનરાઇઝર્સ હૈદરાબાદ સામે છે. આ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહી છે. 15મી સિઝનમાં આ બંને ટીમોએ અત્યાર સુધી ખૂબ જ શાનદાર પ્રદર્શન કર્યું છે. આ મેચમાં ગુજરાતના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.
સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમઃ અભિષેક શર્મા, કેન વિલિયમસન (કેપ્ટન), રાહુલ ત્રિપાઠી, એડન માર્કરમ, નિકોલસ પૂરન (વિકેટ કીપર), શશાંક સિંહ, વોશિંગટન સુંદર, ભુવનેશ્વર કુમાર, માર્કો યાનસેન, ઉમરાન મલિક, ટી નટરાજન.
ગુજરાત ટાઈટન્સની ટીમઃ રિદ્ધિમાન સાહા (વિકેટ કીપર), શુભમન ગિલ, હાર્દિક પંડ્યા (કેપ્ટન), અભિનવ મનોહર, ડેવિડ મિલર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, અલઝારી જોસેફ, લોકી ફર્ગ્યુસન, યશ દયાલ, મોહમ્મદ શમી.
રાશિદ ખાને છેલ્લા બોલ પર સિક્સર મારીને મેચ ફિનીશ કરી
ગુજરાતની છેલ્લી ઓવરના છેલ્લા બોલ પર શાનદાર જીત થઈ. રાશિદ ખાને છેલ્લા બોલ પર સિક્સર મારીને મેચ ફિનીશ કરી હતી. છેલ્લી ઓવરમાં રાહુલ તેવટીયા અને રાશિદ ખાને 4 સિક્સર ફટકારીને ગુજરાતને જીત અપાવી હતી.

ગુજરાતને જીતવા માટે 5 બોલમાં 16 રનની જરુર છે.
ગુજરાતને જીતવા માટે 5 બોલમાં 16 રનની જરુર છે.
ગુજરાતને જીતવા માટે 18 બોલમાં 47 રનની જરુર
ગુજરાતનો સ્કોર 150 રન પર પહોંચ્યો. હવે ગુજરાતને 18 બોલમાં 47 રનની જરુર છે. હાલ રાશિદ ખાન અને રાહુલ તેવટીયા રમતમાં છે.
ગુજરાતને જીતવા માટે 33 બોલમાં 67 રનની જરુર
રિદ્ધીમાન સાહા 38 બોલમાં 68 રન બનાવી આઉટ થયો. હાલ ડેવિડ મિલર અને રાહુલ તેવટીયા રમી રહ્યા છે. ગુજરાતને જીતવા માટે 33 બોલમાં 67 રનની જરુર છે. સ્કોર - 133 પર ત્રણ વિકેટ