LSG vs MI IPL 2025: MIની ત્રીજી હારથી હાર્દિક પંડ્યા થયા નિરાશ, જાણો મેચ બાદ કેપ્ટને શું કહ્યું?
LSG vs MI IPL 2025:શુક્રવારે થયેલા એક મુકાબલામાં મુંબઇ ઇન્ડિયનન્સ લખનઉ સુપર જાયન્ટસે હાથે 12 રનથી હારી ગયું, મેચ બાદ હાર્દિક પંડ્યા ભાવુક જોવા મળ્યો, તેણે કહ્યું ટીમથી ક્યાં ભૂલ થઈ.

Hardik Pandya After Lost to LSG: શુક્રવારે યોજાયેલી IPL 2025ની 16 નંબરની મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સે મુંબઈ ઈન્ડિયન્સને 12 રને હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા લખનૌએ 203 રન બનાવ્યા હતા. IPLના ઈતિહાસમાં હાર્દિક પંડ્યા એક ઈનિંગમાં 5 વિકેટ લેનાર પ્રથમ કેપ્ટન બન્યો છે. લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી મુંબઈની ટીમ 191 રન જ બનાવી શકી હતી. આ હારથી નિરાશ હાર્દિક પંડ્યાએ મેચ બાદ કહ્યું કે હું આ હારની સંપૂર્ણ જવાબદારી લઉં છું.
હારને નિરાશાજનક ગણાવતા હાર્દિક પંડ્યાએ કહ્યું કે, તેને લાગે છે કે, અમે ફિલ્ડિંગમાં 10-12 રન વધુ આપ્યા. અંતે અને નબળા પડી ગયા. તેણે બોલિંગમાં 5 વિકેટ લીધી, આ સિદ્ધિ મેળવનાર તે IPL ઈતિહાસનો પ્રથમ કેપ્ટન બન્યો. પોતાની બોલિંગ વિશે તેણે કહ્યું, "મેં હંમેશા મારી બોલિંગનો આનંદ માણ્યો છે. મારી પાસે ઘણા વિકલ્પો નથી, પરંતુ હું વિકેટ માટે વધુ સારા વિકલ્પોનો ઉપયોગ કરું છું. હું ક્યારેય વિકેટ માટે નથી જતો, પરંતુ બેટ્સમેનોને ભૂલો કરાવવાનો પ્રયાસ કરું છું. આજે પણ એવો જ દિવસ હતો."
હું આ હારની સંપૂર્ણ જવાબદારી લઉં છું - હાર્દિક પંડ્યા
MIની સતત ત્રીજી હાર પર તેણે કહ્યું, "અમે બેટિંગ યુનિટ તરીકે અલગ પડી ગયા છીએ. અમે એક ટીમ તરીકે જીતીએ છીએ, અમે એક ટીમ તરીકે હારીએ છીએ. હું આ હારની સંપૂર્ણ જવાબદારી લઉં છું! અમને કેટલીક હિટની જરૂર હતી, તે (તિલક વર્મા) તેને ન હતા મળી રહ્યાં. ક્રિકેટમાં એવા દિવસો આવે છે જ્યારે તમે પ્રયાસ કરો છો, પરંતુ તે આવતા નથી. માત્ર સારું ક્રિકેટ રમો, હું આને સરળ રાખવા માંગુ છું. વધુ સારો કૉલ લો અને બોલિંગમાં સ્કિલ વાપરો. " તેણે MIની સતત ત્રીજી હાર પર કહ્યું. બોલિંગમાં સ્માર્ટ બનો, બેટિંગમાં ચાન્સ લો. આ એક લાંબી ટુર્નામેન્ટ છે, તમે થોડી જીત મેળે તો તેમને મે લયમાં આવી જાવ છો."
A nail-biting thriller that goes #LSG's way ✨#MI fall short by 1️⃣2️⃣ runs as Avesh Khan and LSG hold their nerves to secure their 2nd win of the season! #TATAIPL | #LSGvMI | @LucknowIPL pic.twitter.com/4YV2QmtUD0
— IndianPremierLeague (@IPL) April 4, 2025
204 રનનો પીછો કરતી વખતે મુંબઈ ઈન્ડિયન્સની શરૂઆત સારી રહી ન હતી, ટીમે 17 રનમાં 2 વિકેટ ગુમાવી દીધી હતી. નમન ધીર (46) અને સૂર્યકુમાર યાદવે (67) સારી ઈનિંગ્સ રમીને મેચમાં સ્થાન બનાવ્યું હતું પરંતુ છેલ્લી ઓવરોમાં ધીમી બેટિંગ હારનું મુખ્ય કારણ બની હતી. તિલક વર્માએ 25 રન બનાવવા માટે 23 બોલ રમ્યા, જે બાદ કેપ્ટને તેને આઉટ કર્યો. પંડ્યાએ 16 બોલમાં 28 રન બનાવ્યા હતા, પરંતુ તે ટીમને જીત સુધી પહોંચાડી શક્યો નહોતો.