શોધખોળ કરો

IPL 2026: ધોની બાદ CSK ને વધુ એક મોટો ફટકો, ટીમનો સ્ટાર યુવા બેટ્સમેન થયો ઇજાગ્રસ્ત

સોમવારે રાજસ્થાન રોયલ્સ સામેની પહેલી મેચ પહેલા જ ચેન્નાઈ સુપર કિંગ્સની મુશ્કેલીઓ વધી; ડેવાલ્ડ બ્રેવિસ 'સાઈડ સ્ટ્રેન'ના કારણે શરૂઆતની 2 થી 3 મેચ ગુમાવી શકે છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ડેવાલ્ડ બ્રેવિસને સાઈડ સ્ટ્રેનની ઈજા, ૨-૩ મેચ નહીં રમે.
  • નાથન એલિસ અને ધોની પણ ઈજાગ્રસ્ત, ટીમની ચિંતા વધી.
  • બ્રેવિસની ગેરહાજરી મિડલ ઓર્ડર માટે મોટો ઝટકો.
  • મેટ્યુ શોર્ટ બ્રેવિસની જગ્યા લઈ શકે, મેથ્યુ શોર્ટ વિકલ્પ.

CSK Injury Update: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026 ની 19મી સિઝનની શરૂઆત પહેલા જ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ને એક પછી એક મોટા આંચકા લાગી રહ્યા છે. ટીમ મેનેજમેન્ટ હજુ નાથન એલિસ અને ભૂતપૂર્વ કેપ્ટન એમએસ ધોનીની ઇજાના સમાચારમાંથી બહાર આવ્યું ન હતું, ત્યાં હવે ટીમના વિસ્ફોટક યુવા બેટ્સમેન ડેવાલ્ડ બ્રેવિસના રૂપમાં વધુ એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. અહેવાલો મુજબ, સાઉથ આફ્રિકાનો આ યુવા ખેલાડી 'સાઇડ સ્ટ્રેન'ની ઇજાથી પીડાઈ રહ્યો છે, જેના કારણે તે આગામી 2 થી 3 મેચ રમી શકશે નહીં. સોમવારે રમાનારી પહેલી જ મેચ પહેલા આવેલા આ સમાચારે ફેન્સ અને ફ્રેન્ચાઇઝી બંનેની ચિંતા વધારી દીધી છે.

CSK પોતાની આ સિઝનની પહેલી મેચ 30 માર્ચ, સોમવારના રોજ રાજસ્થાન રોયલ્સ સામે રમવા મેદાનમાં ઉતરશે. પરંતુ આ મેચ પહેલા જ ચેન્નાઈની છાવણીમાં ઇજાગ્રસ્ત ખેલાડીઓની યાદી લાંબી થઈ રહી છે. સૌથી પહેલા ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર નાથન એલિસ ઇજાના કારણે આખી ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો હતો. ત્યારપછી શુક્રવારે (27 માર્ચ) CSK એ સત્તાવાર નિવેદન આપીને જણાવ્યું કે ધોની ઇજાગ્રસ્ત છે અને તેને સાજા થવામાં 15 દિવસ (બે અઠવાડિયા) જેટલો સમય લાગી શકે છે. હવે સ્પોર્ટ્સ વેબસાઈટ 'રેવ સ્પોર્ટ્સ'ના રિપોર્ટ અનુસાર, ડેશિંગ બેટ્સમેન ડેવાલ્ડ બ્રેવિસ પણ ઇજાગ્રસ્ત છે. જોકે, ફ્રેન્ચાઇઝી દ્વારા હજુ સુધી બ્રેવિસની ઇજા કે તેની ગેરહાજરી અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

ચેન્નાઈ માટે કેમ મહત્વનો છે ડેવાલ્ડ બ્રેવિસ?

ડેવાલ્ડ બ્રેવિસની ગેરહાજરી ચેન્નાઈના મિડલ ઓર્ડર માટે મોટો ઝટકો સાબિત થઈ શકે છે. ગયા વર્ષે જ CSK સાથે જોડાયેલા આ યુવા બેટ્સમેને પોતાની પહેલી જ સિઝનમાં શાનદાર બેટિંગ કરીને ટીમના બેટિંગ ઓર્ડરને મજબૂત ટેકો આપ્યો હતો. તેણે માત્ર 6 ઇનિંગ્સમાં 37.50 ની શાનદાર સરેરાશ અને 180 ના તોફાની સ્ટ્રાઇક રેટથી 225 રન ફટકાર્યા હતા. આ દરમિયાન તેણે બે શાનદાર અડધી સદી પણ લગાવી હતી, જેમાં તેનો હાઇએસ્ટ સ્કોર 57 રન હતો.

બ્રેવિસની જગ્યા કોણ લેશે?

ટીમમાં કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ અને સંજુ સેમસન જેવા આક્રમક બેટ્સમેનો છે, પરંતુ તેઓ ટોપ ઓર્ડરમાં રમે છે. આવી સ્થિતિમાં મિડલ ઓર્ડરમાં બ્રેવિસ ન હોવાથી આક્રમક બેટિંગ અને રનરેટ વધારવાનો બધો જ ભાર ડાબા હાથના બેટ્સમેન શિવમ દુબે પર આવી જશે. હવે સૌથી મોટો સવાલ એ છે કે જો બ્રેવિસ મેદાનમાં નહીં ઉતરે તો પ્લેઇંગ ઇલેવનમાં તેની જગ્યાએ કયા વિદેશી ખેલાડીને રમાડવામાં આવશે? ટીમના સ્ક્વોડ પર નજર કરીએ તો ઓસ્ટ્રેલિયાનો મેથ્યુ શોર્ટ એકમાત્ર એવો વિકલ્પ દેખાય છે જે બ્રેવિસનું સ્થાન લઈ શકે. અત્યારે તો તમામ CSK ચાહકો બસ એ જ આશા રાખી રહ્યા છે કે આ સ્ટાર બેટ્સમેન વહેલી તકે ફિટ થઈને મેદાનમાં પરત ફરે.

IPL 2026 માટે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ની ટીમ:

ઋતુરાજ ગાયકવાડ (કેપ્ટન), ડેવાલ્ડ બ્રેવિસ, એમએસ ધોની, ઉર્વીલ પટેલ, સંજુ સેમસન, શિવમ દુબે, રામકૃષ્ણ ઘોષ, આયુષ મ્હાત્રે, શ્રેયસ ગોપાલ, જેમી ઓવરટોન, ખલીલ અહેમદ, અંશુલ કંબોજ, ગુરજાપનીત સિંહ, મુકેશ ચૌધરી, નૂર અહેમદ, પ્રશાંત અહેમદ, શૌર્ય અહેમદ, અમન ખાન, સરફરાઝ ખાન, મેટ હેનરી, રાહુલ ચહર, ઝકેરી ફોલ્કેસ, સ્પેન્સર જોન્સન અને કાર્તિક શર્મા.

Frequently Asked Questions

CSK માટે ડેવાલ્ડ બ્રેવિસ શા માટે મહત્વપૂર્ણ છે?

ડેવાલ્ડ બ્રેવિસે ગયા વર્ષે 6 ઇનિંગ્સમાં 37.50ની સરેરાશ અને 180ના સ્ટ્રાઇક રેટથી 225 રન ફટકારીને CSKના મિડલ ઓર્ડરને મજબૂત ટેકો આપ્યો હતો. તેણે બે અડધી સદી પણ લગાવી હતી.

ડેવાલ્ડ બ્રેવિસને કઈ ઈજા થઈ છે?

અહેવાલો અનુસાર, ડેવાલ્ડ બ્રેવિસ 'સાઇડ સ્ટ્રેન'ની ઈજાથી પીડાઈ રહ્યો છે. આ કારણે તે આગામી 2 થી 3 મેચ રમી શકશે નહીં.

CSK ની પ્રથમ મેચ કોની સામે છે?

CSK તેની IPL 2026 ની પ્રથમ મેચ 30 માર્ચ, સોમવારના રોજ રાજસ્થાન રોયલ્સ સામે રમશે.

નાથન એલિસનું શું થયું?

ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર નાથન એલિસ ઈજાના કારણે આખી ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે.

ડેવાલ્ડ બ્રેવિસની ગેરહાજરીમાં તેની જગ્યા કોણ લઈ શકે?

જો ડેવાલ્ડ બ્રેવિસ નહીં રમે, તો તેની જગ્યાએ ઓસ્ટ્રેલિયાના મેથ્યુ શોર્ટને પ્લેઇંગ ઇલેવનમાં તક મળી શકે છે. તે એકમાત્ર વિદેશી વિકલ્પ દેખાય છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Embed widget