IPL 2022: માં-બાપને જણાવ્યા વગર ક્રિકેટ રમવાનું શરુ કર્યું, આજે બની ગયો CSKનો મહત્વનો ખેલાડી
ચેન્નાઈ સુપર કિંગ્સના યુવા બોલર મુકેશ ચૌધરી (Mukesh Chaudhary) એ પોતાની બોલિંગથી બધાને પ્રભાવિત કર્યા છે. મુકેશ સતત નવા બોલથી વિકેટ લેવામાં સફળ થઈ રહ્યો છે.
IPL 2022: ચેન્નાઈ સુપર કિંગ્સના યુવા બોલર મુકેશ ચૌધરી (Mukesh Chaudhary) એ પોતાની બોલિંગથી બધાને પ્રભાવિત કર્યા છે. મુકેશ સતત નવા બોલથી વિકેટ લેવામાં સફળ થઈ રહ્યો છે. મુકેશ પહેલાં ચેન્નાઈ સુપર કિંગ્સ માટે નેટ પ્રેક્ટિસ માટેનો બોલર હતો. આ દરમિયાન મુકેશે ચેન્નાઈની ટીમના ખેલાડીઓ અને મેનેજમેન્ટને પોતાની પ્રતિભાથી પ્રભાવિત કર્યા હતા. એ બાદ ચેન્નાઈએ આ વખતે થયેલી હરાજીમાં મુકેશ ચૌધરીને ખરીદી લીધો હતો.
રાજસ્થાનના નાના ગામથી શરુ થઈ સફરઃ
મુકેશનો જન્મ રાજસ્થાનના ભીલવાડા જિલ્લાના પરદોદાસ ગામ થયો હતો. તેને બાળપણથી જ ક્રિકેટ રમવાનું પસંદ હતું. પોતાના બાળપણના દિવસોને યાદ કરતાં મુકેશે જણાવ્યું કે, બાળપણમાં ક્રિકેટ રમતી વખતે ગામના મોટા લોકો તેને બોલિંગ અને બેટિંગ નહોતા આપતા. જેના કારણે તે આખો દિવસ ફિલ્ડિંગ જ કરતો હતો. ઘરની સ્થિતિ પણ ઘણી સારી નહોતી. આ સાથે ત્યાં ક્રિકેટ ક્લબ પણ નહોતી અને ભણવા માટે સારી સ્કૂલ પણ નહોતી. જેના કારણે પરિવારે તેને ભણવા માટે બોર્ડિંગ સ્કૂલમાં મોકલી દીધો હતો.
પિતાથી આ વાત છુપાવીને રાખીઃ
મુકેશે 9મા ધોરણમાં પુણેની બોર્ડિંગ સ્કૂલમાં એડમિશન મળ્યું હતું. આ દરમિયાન તેણે પોતાના માતા-પિતાને નહોતું જણાવ્યું કે તે ક્રિકેટને ગંભીરતાથી લઈ રહ્યો છે. જ્યારે ન્યુઝ પેપરમાં મુકેશનું નામ આવ્યું ત્યારે તેણે પોતાના પરિવારને ક્રિકેટ વિશે જણાવ્યું હતું. આ સમયે મુકેશના પિતાએ તેને ક્રિકેટ સાથે ભણવા ઉપર ધ્યાન આપવા માટે કહ્યું હતું. આ પછી મુકેશને મહારાષ્ટ્ર માટે રણજી ટ્રોફી રમવાનો મોકો મળી ગયો. રણજીમાં મુકેશના પ્રદર્શનથી પરિવારજનોને પણ લાગ્યું કે મુકેશ ક્રિકેટને ગંભીરતાથી લઈ રહ્યો છે.
બે મહિનામાં એક વખત પિતા સાથે વાત થઈઃ
પોતાના પુત્ર સાથે વાત કરવા મુદ્દે મુકેશના પિતા ગોપાલ ચૌધરીએ કહ્યું કે, બે મહિનામાં ફક્ત એક વખત જ મુકેશ સાથે વાત થઈ છે. આઈપીએલમાં તેમનો ફોન ટેપ થાય છે. જેને લઈ મુકેશના પિતાએ મુકેશના ખબર અંતર જ પુછ્યા હતા.