શોધખોળ કરો

GT vs RR IPL Final: જાણો ફાઈનલમાં કેવી રહેશે પીચ, શું કહે છે આંકડા

અમદાવાદમાં આઈપીએલ 2022ની ફાઈનલ રમાવાની છે. તમને જણાવી દઈએ કે આ ગ્રાઉન્ડમાં અત્યાર સુધીમાં 16 ટી20 મેચ રમાઈ ચૂકી છે. જેમા પહેલા બેટિંગ કરનાર ટીમે 8 મેચ જીતી છે જ્યારે  8 વાર રન ચેજ કરનાર ટીમનો વિજય થયો છે.

IPL 2022 Final: આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આઈપીએલ 2022(IPL 2022)ની ફાઈનલ રમાવાની છે. તમને જણાવી દઈએ કે આ ગ્રાઉન્ડમાં અત્યાર સુધીમાં 16 ટી20 મેચ રમાઈ ચૂકી છે. જેમા પહેલા બેટિંગ કરનાર ટીમે 8 મેચ જીતી છે જ્યારે  8 વાર રન ચેજ કરનાર ટીમનો વિજય થયો છે. આંકડા દર્શાવે છે કે આ મેદાન પર ટોસ વધુ મહત્વ ધરાવતો નથી. બન્ને પારીઓમાં વિકેટ લગભગ એક સમાન જ રહે છે. જો કે રોયલ ચેલેન્જર્સ બેગ્લોર અને રાજસ્થાન રોયલ્સની વચ્ચે રમાયેલ ક્વાલીફાયર-2ની પહેલી ઈનિંગમાં બેટિંગ કરનારને થોડી સમસ્યા આવી હતી, જ્યારે બીજી ઈનિંગમાં રન બનાવવામાં સરળતા રહી હતી.

આવું હશે અમદાવાદનું હવામાન
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની વિકેટ પર પહેલી ઈનિંગનો સરેરાશ સ્કોર 174 છે જ્યારે બીજી ઈનિંગનો સરેરાશ સ્કોર 166 છે. એવું માનવામાં આવી રહ્યું છે કે, આજે અમદાવાદમાં ગરમીનું પ્રમાણ વધુ રહેશે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે અમદાવાદમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રીની આસપાસ રહેશે જ્યારે ન્યૂનતમ તાપમાન 29 ડિગ્રી રહેશે. સાથે આકાશમાં વાદળો જોવા મળી શકે છે. આ ઉપરાંત 21 કિમીની ઝડપે પવન ફૂંકાવાની અપેક્ષા છે. જો કે આ મેચમાં વરસાદના વિઘ્નની કોઈ શક્યતા નથી. નોંધનિય છે કે ફાઈનલ મેચ માટે રિઝર્વ ડે પણ રાખવામાં આવ્યો છે. એટલે કે જો આજે મેચ ન રમાઈ શકે તો કાલે મેચ રમાશે.

વિજેતા ટીમ પર થશે ધનવર્ષા

  • વિશ્વભરમાં આકર્ષણ જમાવનારી હાઈપ્રોફાઈલ લીગમાં ચેમ્પિયન બનનારી ટીમને રૂપિયા 20 કરોડનું રોકડ ઈનામ આપવામાં આવશે.
  • રનર્સઅપ ટીમને તેના કરતાં સાત કરોડ ઓછા એટલે રૂ રુપિયા 13 કરોડ ઈનામી રકમ તરીકે એનાયત કરવામાં આવશે.
  • ચેમ્પિયન ટીમને એનાયત કરવામાં આવતી ઈનામી રકમમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. જ્યારે ગત વર્ષે રનર્સઅપ ટીમને આપવામાં આવેલી ઈનામી રાશિમાં આ વર્ષે 50 લાખનો વધારો કરવામાં આવ્યો છે. 
  • ત્રીજા ક્રમે રહેલી બેંગ્લોરની ટીમને રૂપિયા 7 કરોડ મળશે.
  • ચોથા ક્રમે રહેલી લખનઉની ટીમને 6.5 કરોડ રૂપિયા મળશે.
  • આઇપીએલ-2022માં સૌથી વધુ રન ફટકારનારા ખેલાડીને ઓરેન્જ કેપ અને સૌથી વધુ  વિકેટ ઝડપનારા ખેલાડીને પર્પલ કેપની સાથે 15-15 લાખ રૂપિયાનું ઈનામ પણ આપવામાં આવશે.

2018માં થયુ હતું કલોઝિંગ સેરેમનીનું આયોજન

આઇપીએલમાં લગભગ 4 વર્ષના લાંબા ઇન્તજાર બાદ ક્લૉઝિંગ સેરેમની જોવા મળશે. આ મેચ શરૂ થયાના 50 મિનીટ પહેલા આયોજિત કવરામાં આવશે. આ પછી 8 વાગ્યાથી મેચ શરૂ થશેો. આયોજન દરમિયાન બીસીસીઆઇ ભારતીય સ્વતંત્રતાના 75 વર્ષના જશ્નને બહુજ અનોખી રીતે મનાવશે. કોરોના મહામારીના કારણે છેલ્લા ચાર વર્ષથી આઇપીએલનો આવો કોઇ કાર્યક્રમ નથી થયો. આ પહેલા છેલ્લીવાર વર્ષ 2018માં IPL ક્લૉઝિંગ સેરેમની આયોજિત થઇ હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IPL 2027 પહેલાં આ 3 ખેલાડીઓને રિલીઝ કરી શકે છે RCB:, જાણો કોનું પત્તુ કપાશે
IPL 2027 પહેલાં આ 3 ખેલાડીઓને રિલીઝ કરી શકે છે RCB:, જાણો કોનું પત્તુ કપાશે
IPLની સૌથી અમીર ટીમ બની RCB, ધોનીની CSK ચોથા સ્થાન પર, અહીં જુઓ યાદી 
IPLની સૌથી અમીર ટીમ બની RCB, ધોનીની CSK ચોથા સ્થાન પર, અહીં જુઓ યાદી 
2 ખેલાડી અને 10 કરોડ રોકડા! હાર્દિક પંડ્યાને લેવા આ ટીમે મુંબઈ ઈન્ડિયન્સને આપી ઓફર
2 ખેલાડી અને 10 કરોડ રોકડા! હાર્દિક પંડ્યાને લેવા આ ટીમે મુંબઈ ઈન્ડિયન્સને આપી ઓફર
CSK માં મોટા ફેરફારના એંધાણ: કોચ ફ્લેમિંગના ગયા પછી આ 5 સ્ટાર ખેલાડીઓ થશે બહાર! જુઓ યાદી
CSK માં મોટા ફેરફારના એંધાણ: કોચ ફ્લેમિંગના ગયા પછી આ 5 સ્ટાર ખેલાડીઓ થશે બહાર! જુઓ યાદી

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ
રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Asaram Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર
Asaram Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર
8th Pay Commission: ડેડલાઈન સમાપ્ત, હવે પગાર-પેન્શન પર થશે કામ...8માં પગાર પંચ પર મોટું અપડેટ!
8th Pay Commission: ડેડલાઈન સમાપ્ત, હવે પગાર-પેન્શન પર થશે કામ...8માં પગાર પંચ પર મોટું અપડેટ!
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Embed widget