IPL 2022, GT vs RCB: ગુજરાતને જીતવા 171 રનનો પડકાર, આરસીબી તરફથી કોહલી, રજત પાટીદારે ફટકારી ફિફ્ટી
RCB vs GT: આરસીબી અને ટીમ ઈન્ડિયાનો પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી આજે ઓપનિંગમાં આવ્યો હતો. તેણે 53 બોલમાં 58 રનની ઈનિંગ રમી હતી.
IPL 2022: ઈન્ડિયન પ્રીમિયર લીગનો 43મો મુકાબલો ગુજરાત ટાઈટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાઈ રહ્યો છે. મેચમાં આરસીબીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગનો ફેંસલો કર્યો છે. આરસીબીએ 20 ઓવરમાં 6 વિકેટના નુકસાન પર 170 રન બનાવ્યા છે.
કોહલીની ફિફ્ટી
આરસીબી અને ટીમ ઈન્ડિયાનો પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી આજે ઓપનિંગમાં આવ્યો હતો. તેણે 53 બોલમાં 58 રનની ઈનિંગ રમી હતી. શમીની ઓવરમાં તે બોલ્ડ આઉટ થયો હતો. કોહલીએ ફિફ્ટી ફટકારતાં મેદાન પર હાજર રહેલી અનુષ્કા ખુશ થઈ ગઈ હતી. કોહલી સિવાય રજત પાટીદારે 32 બોલમાં 52 રનની ઈનિંગ રમી હતી. મેક્સવેલે 18 બોલમાં 33 રન બનાવ્યા હતા. ગુજરાત ટાઈટન્સ તરફથી પ્રદીપ સાંગવાને 19 રનમાં બે તથા શમી, જોસેફ, રાશિદ ખાન, ફર્ગ્યુસનને 1-1 સફળતા મળી હતી.
Wicket No. 3 for @gujarat_titans! 👏👏
— IndianPremierLeague (@IPL) April 30, 2022
Shami gets his first wicket. 👍
Virat Kohli departs for 58.
Follow the match ▶️ https://t.co/FVnv8ovvEQ #TATAIPL | #GTvRCB pic.twitter.com/iPCs5hjD5b
કોહલીના દરેક શોટ પર ખુશ થઈ અનુષ્કા
આ મેચમાં આઈસીબીનો પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી જુના રંગમાં જોવા મળ્યો હતો. વિરાટ કોહલીએ રન બનાવતા જ સ્ટેડિયમાં બેસેલી તેમની પત્ની અનુષ્કા શર્મા પણ બહુ ખુશ જોવા મળી હતી. હવે સોશિયલ મીડિયા પર અનુષ્કાએ આપેલા રિએક્શન વાયરલ થઈ રહ્યા છે. કોહલીના દરેક શોટ પર અનુષ્કા શર્મા ખુશ થતી જોવા મળી હતી. કોહલીએ જ્યારે સિક્સર ફટકારી ત્યારે અનુષ્કાની ખુશી જોયા જેવી હતી.
સતત ફલોપ થઈ રહ્યો હતો કોહલી
નોંધનિય છે કે, આ આઈપીએલ સિઝનમાં કોહલી સતત ફ્લોપ ચાલી રહ્યો હતો.આ ઉપરાંત તે સતત ઝીરો પર પણ આઉટ થતો હતો. આઈપીએલ 2022માં આ તેની પહેલી ફિફ્ટી છે. આ મેચ પહેલા તેના બેટથી કોઈ મોટો સ્કોર બન્યો ન હતો. જો કે આજે કોહલી પોતાના જુના રંગમાં જોવા મળ્યો હતો.