IPL 2022: આ સીઝનમાં ના થઈ એક પણ સુપર ઓવર, જાણો સુપર ઓવરના 'સુપર રેકોર્ડ' અને નિયમો
ઈંડિયન પ્રીમિયર લીગની 15મી સીઝનમાં લીગ મેચ પુરી થઈ ચુકી છે. હવે ચાર મેચ રમાયા બાદ સીઝનની ચેમ્પિયન ટીમ મળી જશે.
IPL 2022: ઈંડિયન પ્રીમિયર લીગની 15મી સીઝનમાં લીગ મેચ પુરી થઈ ચુકી છે. હવે ચાર મેચ રમાયા બાદ સીઝનની ચેમ્પિયન ટીમ મળી જશે. આ સીઝનમાં આઈપીએલને નવી વિજેતા ટીમ મળશે અથવા રાજસ્થાન રોયલ્સ ઈતિહાસને રિપીટ કરશે. આઈપીએલ 2022માં અત્યાર સુધી 70 મેચ રમાઈ ચુકી છે. પરંતુ એક પણ સુપર ઓવર જોવા નથી મળી. ટૂર્નામેન્ટના ઈતિહાસમાં એવું પહેલીવાર નથી બન્યું કે, સુપર ઓવર ના આવી હોય. આ પહેલાં પણ 5 સીઝન એવી ગઈ છે જેમાં એક પણ સુપર ઓવર નથી રમાઈ.
આઈપીએલ 2020માં થઈ હતી 4 સુપર ઓવરઃ
આ પહેલાં વર્ષ 2008, 2011, 2012, 2016 અને 2018ની સીઝનમાં એક પણ સુપર ઓવર નથી ફેંકવામાં આવી. જ્યારે આઈપીએલ 2009માં 1, 2010માં 1, 2013માં 2, 2014માં 1, 2015માં 1, 2017માં 1, 2019માં 2, 2020માં 4 અને 2021માં 1 સુપર ઓવરની જરુર પડી હતી.
સુપર ઓવરના આ છે નિયમોઃ
સુપર ઓવર બીજી ઈનિંગ પુરી થયા બાદ 10 મિનીટમાં જ શરુ થવી જોઈએ.
રમતમાં બીજા નંબર પર બેટિંગ કરવા આવેલી ટીમ સુપર ઓવરમાં પહેલાં બેટિંગ કરશે
સુપર ઓવર મેચની પિચ પર જ રમાવામાં આવે તે જરુરી છે.
ફીલ્ડિંગ મેચની છેલ્લી ઓવરની જેમ જ રાખવી જોઈએ.
સુપર ઓવરમાં દરેક ટીમને ફક્ત ત્રણ બોટ્સમેન (બે વિકેટ) અને એક બોલરને રમવાની પરવાનગી મળે છે.
જો સુપર ઓવરમાં પણ ટાઈ પડે છે તો બીજી સુપર ઓવર રમાય છે. આ સિલસીલો ત્યાં સુધી ચાલશે જ્યાં સુધી એક વિજેતા ટીમનો નિર્ણય ના થઈ જાય.
પ્લેઓફ મેચનો કાર્યક્રમઃ
ક્વોલિફાયર-1, મે 24 (કોલકાતા): ગુજરાત ટાઇટન્સ vs રાજસ્થાન રોયલ્સ.
એલિમિનેટર - 25 મે (કોલકાતા): લખનૌ સુપર જાયન્ટ્સ vs રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર.
ક્વોલિફાયર-2, મે 27 (અમદાવાદ): એલિમિનેટરની વિજેતા ટીમ અને પ્રથમ ક્વોલિફાયર હારી ગયેલી ટીમ વચ્ચે.
ફાઇનલ - 29મી મે (અમદાવાદ): ક્વોલિફાયર-1 અને ક્વોલિફાયર-2ની વિજેતા ટીમ વચ્ચે.