(Source: ECI/ABP News/ABP Majha)
SRH vs LSG: IPLમાં આજે હૈદરાબાદ અને લખનૌ વચ્ચે થશે ટક્કર, જાણો પિચ રિપોર્ટ અને સંભવિત ટીમ
સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) આઈપીએલ 2022ની 12મી મેચમાં લખનૌ સુપર જાયંટ્સ (LSG) સાથે ટકરાશે. સનરાઈઝર્સ હૈદરાબાદની શરુઆત રાજસ્થાન રોયલ્સ સામે પ્રથમ મેચ હારીને થઈ હતી.
IPL 2022: સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) આઈપીએલ 2022ની 12મી મેચમાં લખનૌ સુપર જાયંટ્સ (LSG) સાથે ટકરાશે. સનરાઈઝર્સ હૈદરાબાદની શરુઆત રાજસ્થાન રોયલ્સ સામે પ્રથમ મેચ હારીને થઈ હતી. આ સ્થિતિમાં ટીમ પોતાની બેટિંગ સુધારવા માટેનો પ્રયત્ન કરશે અને સીઝનની પ્રથમ જીત મેળવવાના ઈરાદે મેદાન પર ઉતરશે. બીજી તરફ લખનૌએ ચેન્નાઈ સામે 210 રનના મોટા લક્ષ્યાંકનો પીછો કરીને પણ જીત મેળવી લીધી હતી. તેથી હવે લખનૌ અને હૈદરાબાદ વચ્ચેની આજની મેચ રોમાંચક રહેશે. આ મેચમાં લખનૌ સુપર જાયંટ્સની ટીમમાં જેસન હોલ્ડર અને કાઈલ મેયર્સ પણ જોડાશે જેનાથી ટીમ વધુ મજબુત થશે.
પિચ રિપોર્ટઃ
ડીવાય પાટિલ સ્પોર્ટ્સ એકેડમીની પીચ સમતોલ છે. છેલ્લી 10 મેચોમાં આ મેદાન પર પ્રથમ બેટિંગ કરનાર ટીમનો સરેરાશ સ્કોર 172 રન છે. બંને ટીમો ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો પ્રયાસ કરશે કારણ કે આ મેદાન પર રમાયેલી મોટાભાગની મેચો લક્ષ્યાંકનો પીછો કરીને જીતવામાં આવી છે. ફાસ્ટ બોલરો આ મેદાન પર ઘણા સફળ રહ્યા છે. હૈદરાબાદ અને લખનૌ વચ્ચે રમાનારી મેચમાં બંને ટીમો વચ્ચે જોરદાર ટક્કર થશે તે જોવાનું રહેશે. IPL 2022માં તાજી પિચો બેટ્સમેન અને બોલરો બંનેને શાનદાર પ્રદર્શનની તક આપી રહી છે. IPL 2022માં અહીં રમાયેલી બંને મેચોમાં ઓછો સ્કોર જોવા મળ્યો હતો. પ્રથમ દાવની સરેરાશ 157 રન છે જ્યારે બીજી ઈનિંગની સરેરાશ 147 રન છે. આ પિચ પર ઝાકળ એક મોટું અને અસરકારક પરિબળ સાબિત હશે.
સનરાઇઝર્સ હૈદરાબાદની સંભવિત પ્લેઇંગ ઇલેવનઃ
અભિષેક શર્મા, રાહુલ ત્રિપાઠી, કેન વિલિયમસન (c), નિકોલસ પૂરન (wk), એડન માર્કરમ, અબ્દુલ સમદ, વોશિંગ્ટન સુંદર, રોમારિયો શેફર્ડ, ભુવનેશ્વર કુમાર, ટી નટરાજન, ઉમરાન મલિક
લખનૌ સુપર જાયન્ટ્સની સંભવિત પ્લેઇંગ ઇલેવનઃ
KL રાહુલ (c), ક્વિન્ટન ડી કોક (wk), એવિન લુઈસ, મનીષ પાંડે, દીપક હુડા, આયુષ બદોની, કૃણાલ પંડ્યા, દુષ્મંતા ચમીરા, એન્ડ્રુ ટાય, રવિ બિશ્નોઈ, આવેશ ખાન