પોલાર્ડને કૃણાલ પંડ્યાએ મેદાન પર કિસ કરી તો કયા ભારતીય ક્રિકેટરને ના ગમ્યુ, આ હરકતને કેવી ગણાવી, જાણો
કૃણાલની હરકત પર ગાવસ્કરે કહ્યું કે, સારી વાત છે કે કૃણાલની આ હરકત પર મેદાન પર પોલાર્ડે કોઇ રિએક્શન ન હતુ આપ્યુ, અને પેવેલિયન જતો રહ્યો હતો.
IPL 2022: લખનઉ સુપર જાયન્ટ્સ (lucknow super giants)નો ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યા (Krunal Pandya) એકવાર ફરીથી ચર્ચામાં છવાઇ ગયો છે. આ વખતે તે પોતાની મેદાન પરની હરકતના કારણે ચર્ચામાં છે. કૃણાલે મુંબઇ ઇન્ડિયન્સની સામે રમાયેલી મેચ દરમિયાન મુંબઇના બેટ્સમેન કીરોન પોલાર્ડને આઉટ કર્યા બાદ એક ખરાબ હરકત કરી હતી, જેનો વીડિયો વાયરલ થયો છે.
ખરેખરમાં જ્યારે કૃણાલ પંડ્યાએ કીરો પોલાર્ડને આઉટ કર્યો ત્યારે કૃણાલે તેની પાસે જઇને અનોખી રીતે વિકેટની ઉજવણી કરી, કૃણાલે પોલાર્ડના માથા પર કીસ કરીને પોતાની વિકેટની ઉજવણી કરી હતી. જોકે, આવા વિકેટ સેલિબ્રેશનને લઇને સુનીલ ગાવસ્કરે સખત નિંદા કરી છે, તે કૃણાલ પંડ્યા પર આ હરકતને લઇને ગુસ્સે ભરાયો છે.
View this post on Instagram
કૃણાલની હરકત પર ગાવસ્કરે કહ્યું કે, સારી વાત છે કે કૃણાલની આ હરકત પર મેદાન પર પોલાર્ડે કોઇ રિએક્શન ન હતુ આપ્યુ, અને પેવેલિયન જતો રહ્યો હતો. જોકે, પોલાર્ડને આ પસંદ ન હતુ આવ્યુ, પોલાર્ડે જો મેદાન પર આનો જવાબ આપ્યો હોય કે કોઇ રિએક્ટ કર્યુ હોત તો હંગામો મચી જતો. તમે ગમે તેટલા સારા મિત્રો હોવ પણ આ પ્રકારની હરકત મેદાન પર યોગ્ય નથી. આ બધુ તમારે મેદાનની બહાર મેચ બાદ કરવુ જોઇએ.
View this post on Instagram
આ પણ વાંચો........
Surya Grahan 2022 : 30 એપ્રિલે થઇ રહ્યું છે સૂર્યગ્રહણ, ગર્ભવતી મહિલાઓ આ વાતોનું રાખવું પડશે ધ્યાન
Panchak April 2022 : ખૂબ જ વિશેષ યોગ થઇ રહ્યો છે સમાપ્ત, સમાપનનો સમય અને દિવસ જાણી લો
ગુજરાતના આ મહાનગરની 7 ગુજરાતી શાળાઓને વાગી શકે છે તાળા, જાણો વિગત
Corona Cases Today: દેશમાં કોરોનાના દૈનિક કેસમાં આવ્યો ઉછાળો, જાણો શું છે સ્થિતિ