ગુજરાતના આ મહાનગરની 7 ગુજરાતી શાળાઓને વાગી શકે છે તાળા, જાણો વિગત
શહેરની 7 ગુજરાતી શાળાને તાળા વાગી શકે છે. પૂરતા વિદ્યાર્થીઓ મળતા ન હોવાના કારણે શાળા સંચાલકોએ ડી.ઈ.ઓ કચેરીને દરખાસ્ત કરી છે. ડીઇઓ કચેરી ખાતે આ મામલે હિયરિંગ કરી દેવાયું છે.
વડોદરાઃ શહેરની 7 ગુજરાતી શાળાને તાળા વાગી શકે છે. પૂરતા વિદ્યાર્થીઓ મળતા ન હોવાના કારણે શાળા સંચાલકોએ ડી.ઈ.ઓ કચેરીને દરખાસ્ત કરી છે. ડીઇઓ કચેરી ખાતે આ મામલે હિયરિંગ કરી દેવાયું છે. ટૂંક સમયમાં શાળાઓ બંધ કરવાનો નિર્ણય લેવાઈ શકે છે. અંગ્રેજી માધ્યમમાં ભણાવવાની મા-બાપની ઘેલછાને કારણે આ સાત શાળાઓને તાળા લાગી શકે છે. સાત શાળાના વિદ્યાર્થીઓને નજીકની શાળામાં પ્રવેશ આપી શકે છે.
કઇ ગુજરાતી શાળાઓ બંધ થઈ શકે
1. જીવન ભારતી સ્કૂલ, કારેલીબાગ
2. શ્રી વસંત વિદ્યાલય, રાવપુરા
3. ઓમ વિદ્યાલય, ગોરવા
4. ન્યુ જીવન ચેતના, છાણી
5. ગૌતમ પ્રાથમિક શાળા, દિવાળીપુરા
6. સૌરભ વિદ્યાલય, ઓ.પી રોડ
7. આત્મન વિદ્યાલય, ઓ.પી રોડ
ભાવનગરમાં ધોરણ-10ના વિદ્યાર્થીની તિક્ષ્ણ હથિયારના ઘા મારીને હત્યા, કારણ જાણી ચોંકી જશો
ભાવનગરઃ શહેરના સુભાષ નગરમાં પૈસાની લેતી-દેતી મામલે યુવાનની હત્યા થઈ જતાં અરેરાટી વ્યાપી ગઈ છે. જ્યારે એકની હાલત ગંભીર છે. ગત મોડી રાત્રીના સમયે ઝઘડો થતાં ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું, જેમાં ઉમેશ ચૌહાણ નામના યુવાનનું ઘટના સ્થળ પર તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકી મોત નિપજાવ્યું હતું. જ્યારે પૂંજન રાઠોડને ગંભીર ઇજા પહોંચતા સારવાર અર્થે ભાવનગર સર.ટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
બનાવને લઇ Asp સફિન હસન, બી ડિવિઝન પોલીસ સહિતનો કાફલો ઘટનાસ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે હત્યાનો ગુનો નોંધી આપીને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે. મળતી વિગત મુજબ મૃતક ઉમેશે હાલમાં જ 10 માં ધોરણની પરીક્ષા આપી હતી.
Surat : યુવતીને અવાવરું જગ્યાએ લઈ જઈ દુષ્કર્મ ગુજારનારા બે યુવકોને કોર્ટે ફટકારી 20 વર્ષની સજા
સુરત : પાંચ વર્ષ પહેલાં મહિલા પર બળાત્કારના ગુનામાં બે આરોપીઓને 20 વર્ષની સજા ફટકારવામાં આવી છે. સુરત બસ ડેપો પાસે બેસેલી મહિલાને અવાવરું જગ્યા પર લઈ જઈ બળાત્કાર ગુજાર્યો હતો. પીડિતા અમદાવાદથી સુરત આવી હતી. તબિયત ખરાબ હોવાથી ડેપો પાસે બેઠી હતી. છોટારામ કુશવાહ અને રામુસિંગ રાજપૂત મહિલાને વિશ્વાસમાં લઇ અવાવરું જગ્યા પર લઈ ગયા હતા.
ગાય ભેંસોના તબેલા પાસે લઈ જઈ બળાત્કાર કર્યો હતો. મહિલાને પેરાસીતામોલ અને અન્ય દવાઓ પીવડાવી સ્મીમેરમાં મૂકી ગયા હતા. સ્મિમેરના સીસીટીવીના આધારે આરોપીઓ ઝડપાયા હતા. કોર્ટે આરોપીઓને 20 વર્ષ કેદ અને 5 લાખ દંડની સજા ફટકારી હતી.