IPL 2023: સચિન તેંડુલકરના પુત્રને કૂતરાએ ભર્યું બચકું, શેર કર્યો વીડિયો
Arjun Tendulkar: આઈપીએલ 2023માં આજે સાંજે લખનઉ સુપર જાયન્ટ્સ અને મુંબઈ ઈન્ડિયન્સનો મુકાબલો થશે.
IPL 2023: આઈપીએલ 2023માં આજે સાંજે લખનઉ સુપર જાયન્ટ્સ અને મુંબઈ ઈન્ડિયન્સનો મુકાબલો થશે. આ મુકાબલા માટે બંને ટીમો પ્રેકટ્સિ કરી રહી છે. આ દરમિયાન લખનઉ સુપર જાયન્ટ્સના ટ્વિટર હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો. જેમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકર બીજા ખેલાડીઓ સાથે નજરે પડી રહ્યો છે.
આ વીડિયોમાં એક ક્રિકેટર અર્જુન તેંડુલકરને ગળે લગાવતી વખતે પૂછે છે કે આંગળીમાં શું થયું. જેના જવાબમાં અર્જુન તેંડુલકરે કહ્યું કૂતરાએ બચકું ભર્યું, જે બાદ સાથી ક્રિકેટરે પૂછ્યું ક્યારે, તો કહ્યું એક દિવસ પહેલા, આ વીડિયોમાં તેનું દર્દ સ્પષ્ટ જોઈ શકાય છે.
Mumbai se aaya humara dost. 🤝💙 pic.twitter.com/6DlwSRKsNt
— Lucknow Super Giants (@LucknowIPL) May 15, 2023
કૂતરાએ બચકું ભર્યાનું સાંભળીને હાજર બીજા ખેલાડીએ પણ હેરાન થઈ ગયા. ટ્વિટર પર વીડિયો પોસ્ટ થતાંની સાથે જ અર્જુન તેંડુલકરના ફેંસની ચિંતા વધી ગઈ છે. જોકે વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે અર્જુન તેંડુલકરને લખનઉમાં જ કૂતરું કરડ્યું છે, જોકે કૂતરાએ તેને ઈકાના સ્ટેડિયમમાં બચકું ભર્યું કે નહીં તે સ્પષ્ટ નથી.
પ્લેઓફની રેસ વધુ રોમાંચક બની, ત્રણ ટીમો બહાર, RCB, CSK અને મુંબઈની આશા વધી
ઈન્ડિયન પ્રીમિયર લીગ સીઝન 16માં પ્લેઓફની રેસ ખૂબ જ રોમાંચક બની ગઈ છે. સનરાઇઝર્સ હૈદરાબાદ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચેની મેચ બાદ પ્લેઓફની સ્થિતિ થોડી વધુ સ્પષ્ટ થઇ ગઇ છે. હૈદરાબાદ સામે જીત નોંધાવીને ગુજરાત પ્લેઓફમાં જગ્યા બનાવનારી પ્રથમ ટીમ બની ગઈ છે. આ સાથે જ હૈદરાબાદ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગયું છે. મુંબઈ ઈન્ડિયન્સ, CSK અને RCB માટે પ્લેઓફમાં પહોંચવાની શક્યતા વધી ગઈ છે.
જો CSKની વાત કરીએ તો ધોનીની ટીમ હાલમાં 15 પોઈન્ટ સાથે ટેબલમાં બીજા સ્થાને છે. જો CSK તેની છેલ્લી મેચ જીતવામાં સફળ થાય છે, તો પ્લેઓફમાં સ્થાન નિશ્ચિત થઈ જશે. છેલ્લી મેચ હારવાની સ્થિતિમાં CSKને પ્લેઓફની ટિકિટ મેળવવા માટે અન્ય ટીમો પર નિર્ભર રહેવું પડી શકે છે.
મુંબઈ ઈન્ડિયન્સે અત્યાર સુધીમાં 14 પોઈન્ટ મેળવ્યા છે. મુંબઈ ઈન્ડિયન્સની બે મેચ બાકી છે. જો મુંબઈ ઈન્ડિયન્સ આમાંથી એક પણ જીતવામાં સફળ થાય તો તેનું પ્લેઓફમાં પહોંચવાનું નિશ્ચિત છે.
ત્રણ ટીમો બહાર છે
લખનૌ સુપર જાયન્ટ્સ હાલમાં 13 પોઈન્ટ સાથે ટેબલમાં ચોથા સ્થાને છે. લખનૌને પણ વધુ બે મેચ રમવાની છે. બંને મેચ જીતવા પર જ લખનૌની પ્લેઓફની ટિકિટ કન્ફર્મ થશે. જો કે, મેચ જીતવાના કિસ્સામાં, લખનૌને અન્ય ટીમો પર નિર્ભર રહેવું પડી શકે છે.
RCB પણ પ્લેઓફની રેસમાં યથાવત છે. આરસીબીના 12 મેચમાં 12 પોઈન્ટ છે. જો RCB તેની છેલ્લી બંને મેચ જીતવામાં સફળ રહે છે, તો તેને પ્લેઓફની ટિકિટ મળવાની ખાતરી છે. જો RCB મેચ હારી જાય છે તો તેની પ્લેઓફમાં પહોંચવાની આશા માત્ર નેટ રન રેટ પર જ રહેશે.