IPL 2023: દિલ્હી કેપિટલ્સ પર મુંબઇ ઇન્ડિયન્સની જીત બાદ શું છે પૉઇન્ટ ટેબલની સ્થિતિ, જાણો લેટેસ્ટ અપડેટ......
હાલમાં આઇપીએલના લેટેસ્ટ પોઈન્ટ ટેબલની વાત કરીએ, તો લખનઉ સુપર જાયન્ટ્સ નંબર વન પર છે. કેએલ રાહુલની ટીમ અત્યાર સુધી 4 મેચ રમી છે, જેમાં 3 મેચોમાં તેને જીત હાંસલ કરી છે.
IPL Points Table: ઇન્ડિયન પ્રીમિયર લીગમાં ગઇકાલે રમાયેલી મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સની મેચ ખુબ રોચક રહી, આ મેચમાં મુંબઇ ઇન્ડિયન્સે દિલ્હી કેપિટલ્સને 6 વિકેટે હરાવીને જીતનું ખાતુ ખોલાવ્યુ હતુ. આ રીતે મુંબઈ ઈન્ડિયન્સે આ સિઝનની પહેલી જીત પણ હાંસલ કરી લીધી છે. જોકે, દિલ્હી કેપિટલ્સ હજુ પણ સિઝનની પ્રથમ જીત માટે રાહ જોઈ રહ્યું છે. આ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી કેપ્ટન રોહિત શર્માએ 45 બૉલમાં શાનદાર 65 રનની ઈનિંગ રમી હતી. તેને આ ઇનિંગમાં 6 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા. દિલ્હીએ મુંબઈ ઈન્ડિયન્સને જીતવા માટે 173 રનોનો વિશાળ ટાર્ગેટ આપ્યો હતો. રોહિત શર્માની ટીમે છેલ્લા બૉલ પર મેચ જીતી લીધી હતી. આ જીત બાદ મુંબઈ ઈન્ડિયન્સની ટીમ પૉઈન્ટ ટેબલમાં આઠમા નંબર પર આવી ગઇ છે. વળી દિલ્હી કેપિટલ્સની ટીમ સૌથી નીચે એટલે કે 10માં નંબર પર પહોંચી ગઇ છે.
મુંબઇ ઇન્ડિયન્સની જીત બાદ કેટલું બદલાયુ પૉઇન્ટ્સ ટેબલ ?
હાલમાં આઇપીએલના લેટેસ્ટ પોઈન્ટ ટેબલની વાત કરીએ, તો લખનઉ સુપર જાયન્ટ્સ નંબર વન પર છે. કેએલ રાહુલની ટીમ અત્યાર સુધી 4 મેચ રમી છે, જેમાં 3 મેચોમાં તેને જીત હાંસલ કરી છે. આ ઉપરાંત રાજસ્થાન રૉયલ્સ, કોલકાતા નાઇટ રાઇડર્સ, ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ અનુક્રમે બીજા, ત્રીજા, ચોથા અને પાંચમા નંબર પર છે. વળી, આ લિસ્ટમાં શિખર ધવનના નેતૃત્વમાં પંજાબ કિંગ્સની ટીમે છઠ્ઠા નંબર પર છે. રાજસ્થાન રોયલ્સ, કોલકાતા નાઈટ રાઈડર્સ, ગુજરાત ટાઈટન્સ, ચેન્નાઈ સુપર કિંગ્સ અને પંજાબ કિંગ્સ પાસે અત્યારે 4-4 પોઈન્ટ છે.
મુંબઇ ઇન્ડિયન્સની સામે હતો 173 રનોનો વિશાળ લક્ષ્યાંક -
મેચની વાત કરીએ તો, પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી દિલ્હી કેપિટલ્સે કુલ 19.4 ઓવરમાં રમી હતી, જેમાં તે 173 રન બનાવીને ઓલઆઉટ થઇ ગઇ હતી. દિલ્હી કેપિટલ્સ તરફથી અક્ષર પટેલે સૌથી વધુ રન ફટકાર્યા હતા, અક્ષરે 25 બૉલમાં 55 રનની આક્રમક બેટિંગ કરી હતી. તેને પોતાની ઇનિંગમાં 4 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકાર્યા હતા. વળી, કેપ્ટન ડેવિડ વોર્નરે 46 બૉલમાં 51 રન બનાવ્યા હતા. તેને પોતાની આ ઇનિંગમાં 6 ચોગ્ગા ફટકાર્યા હતા. આ ઉપરાંત મનીષ પાંડેએ 18 બૉલમાં 26 રન બનાવ્યા હતા. જ્યારે પૃથ્વી શૉએ 10 બૉલમાં 15 રનનું યોગદાન આપ્યું હતું. આ પહેલા મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માએ ટૉસ જીતીને બૉલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.
How does @TilakV9 feel to bat with "The Hitman"? 🤔
— IndianPremierLeague (@IPL) April 12, 2023
What does @mipaltan captain @ImRo45 feel about a young & talented Tilak Varma? 🤔
You wouldn't want to miss this insightful & fun convo 😎 - By @ameyatilak
Full Interview 🎥 🔽 #TATAIPL | #DCvMIhttps://t.co/fkU5RsIEMe pic.twitter.com/wT4OgPnQoR
Post-match discussions after an eventful final-ball thriller 😃👌
— IndianPremierLeague (@IPL) April 11, 2023
Caption this! #TATAIPL | #DCvMI pic.twitter.com/tbKdedTlwx
6️⃣5️⃣ runs
— IndianPremierLeague (@IPL) April 11, 2023
4️⃣5️⃣ balls
6️⃣ fours
4️⃣ sixes@ImRo45 was remarkable with the bat tonight in a match-winning chase for @mipaltan 🫡
Sit back and enjoy his knock here 🎥🔽 #TATAIPL | #DCvMIhttps://t.co/ArorF4kp72
In Match 1️⃣6️⃣ of #TATAIPL between #DC & #MI
— IndianPremierLeague (@IPL) April 11, 2023
Here are the Visit Saudi Beyond the Boundaries Longest 6, Upstox Most Valuable Asset, Herbalife Active Catch of the match award winners. @VisitSaudi | #VisitSaudi | #ExploreSaudi@upstox | #InvestRight with Upstox@Herbalifeindia pic.twitter.com/NoyuTb2g0d