IPL 2023, Match 7: આજે દિલ્હી સામે ગુજરાતની ટક્કર, આંકડામાં જાણો કોણ કોના પર પડશે ભારે......
ઉલ્લેખનીય છે કે, આઇપીએલમાં અત્યારે ગુજરાત ટાઇટન્સની ટીમ ડિફેન્ડિંગ ચેમ્પિયન છે. 31 માર્ચે રમાયેલી IPL 2023ની ઓપનિંગ મેચમાં તેને ચેન્નાઈ સુપર કિંગ્સને પાંચ વિકેટથી હરાવ્યું હતું.

Delhi Capitals vs Gujarat Titans Head to Head Record: IPL 2023માં આજે 7મી મેચ રમાશે. આજે એટલે કે 4 એપ્રિલે દિલ્હી કેપિટલ્સ અને ગુજરાત ટાઇટન્સની ટીમો આમને સામને ટકરાશે. બંને ટીમો વચ્ચેની આ મેચ દિલ્હીના અરુણ જેટલી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. લખનઉ સુપર જાયન્ટ્સ સામે પ્રથમ મેચ હાર્યા બાદ આજે ડેવિડ વોર્નરની ટીમ વળતો પ્રહાર કરવા પ્રયાસ કરશે. વળી, સામે હાર્દિક પંડ્યાની ટીમ, જેને પોતાની પ્રથમ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સને હરાવ્યુ હતુ, તે ફૂલ આત્મવિશ્વાસમાં છે. ગુજરાત પોતાના વિજયી અભિયાનને ચાલુ રાખવા માંગે છે. ખાસ વાત છે કે, IPLની મેચ ત્રણ વર્ષ બાદ પહેલીવાર દિલ્હીમાં રમાશે.
ગુજરાતનો આત્મવિશ્વાસ શાનદાર -
ઉલ્લેખનીય છે કે, આઇપીએલમાં અત્યારે ગુજરાત ટાઇટન્સની ટીમ ડિફેન્ડિંગ ચેમ્પિયન છે. 31 માર્ચે રમાયેલી IPL 2023ની ઓપનિંગ મેચમાં તેને ચેન્નાઈ સુપર કિંગ્સને પાંચ વિકેટથી હરાવ્યું હતું. CSKની ટીમ આ મેચ 171 રન બનાવ્યા છતાં, હારી ગયુ હતુ. ચેન્નાઈ સામેની મેચમાં શુભમન ગીલ અને રાશિદ ખાને અદભૂત પ્રદર્શન કર્યું હતું. શુભમને બેટિંગમાં અડધી સદી ફટકારી હતી, તો રાશિદ ખાન સારી બૉલિંગ કરવામાં સફળ રહ્યો હતો. CSK સામેની જીત બાદ ગુજરાત ટાઇટન્સના ઉત્સાહમાં વધારો થયો છે. આવી સ્થિતિમાં દિલ્હીની ટીમે સાવધાન રહેવું પડશે. કારણ કે ગુજરાત સામે દિલ્હીનો રેકોર્ડ સારો નથી.
DC vs GT હેડ ટૂ હેડ રેકોર્ડ -
હાર્દિક પંડ્યાની આગેવાની વાળી ગુજરાત ટાઇટન્સ ટીમનો IPLમાં બહુ જુની નથી. ઇન્ડિયન પ્રીમિયર લીગ 2022માં ગુજરાત ટાઇટન્સે એન્ટ્રી મારી હતી. આ ટીમ પહેલા જ વર્ષમાં ઈન્ડિયન પ્રીમિયર લીગનું ટાઈટલ જીતવામાં સફળ રહી હતી. IPLના આંકડાઓ પર નજર કરીએ તો, ગુજરાત વિરુદ્ધ દિલ્હીનો રેકોર્ડ કંઇક ખાસ સારો રહ્યો નથી. આઈપીએલમાં આ બંને ટીમો વચ્ચે માત્ર એક જ મેચ રમાઈ છે. IPL 2022માં રમાયેલી મેચમાં ગુજરાત ટાઇટન્સે દિલ્હી કેપિટલ્સને હરાવ્યું હતું, એટલા માટે દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધની મેચમાં હાર્દિક પંડ્યાની ટીમ ગુજરાત ટાઇટન્સ મનોવૈજ્ઞાનિક રીતે ભારે પડી શકે છે.
ઇન્ડિયન પ્રિમિયર લીગ 2023 ની 7મી મેચ આજે (4 એપ્રિલ) દિલ્હી કેપિટલ્સ અને ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાશે. આ મેચ દ્વારા બંને ટીમ ટૂર્નામેન્ટમાં પોતાની બીજી મેચ રમશે. આ મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે. મેચ સાંજે 7.30 કલાકે શરૂ થશે. દિલ્હી કેપિટલ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાતી આ મેચનું સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક દ્વારા ટીવી પર જીવંત પ્રસારણ કરવામાં આવશે. મેચનું લાઇવ સ્ટ્રીમિંગ Jio સિનેમા એપ્લિકેશન અને વેબસાઇટ પર કરવામાં આવશે, જ્યાં તમે તેને મફતમાં જોઈ શકશો.
IPL 2023: દિલ્હી કેપિટલ્સને ચીયર કરવા સ્ટેડિયમ આવશે ઋષભ પંત, DDCA એ કર્યું કન્ફર્મ
Rishabh Pant, IPL 2023: અકસ્માત બાદ સ્વસ્થ થઈ રહેલો ઋષભ પંત આઇપીએલ 2023માં તેની ટીમ દિલ્હી કેપિટલ્સને સપોર્ટ કરવા સ્ટેડિયમ પહોંચશે. દિલ્હી અને ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ અસોસિએશનના ડીડીસીએના સંયુક્ત સચિવ રાજન મનચંદાએ આ વાતની પુષ્ટી કરી છે. પંત 4 એપ્રિલે દિલ્હી કેપિટલ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાનારી મેચમાં દિલ્હીને સપોર્ટ કરવા અરુણ જેટલી સ્ટેડિયમ પહોંચશે.
દિલ્હી અને જિલ્લા ક્રિકેટ એસોસિએશનના સંયુક્ત સચિવ રાજન મનચંદાએ ન્યૂઝ એજન્સી પીટીઆઈ સાથે વાત કરતા આ વાતનો ખુલાસો કર્યો. દિલ્હી કેપિટલ્સ IPL 2023માં તેની બીજી મેચ ગુજરાત ટાઇટન્સ સામે રમશે. આ મેચ 4 એપ્રિલે સાંજે 7.30 વાગ્યાથી અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે. આ મેચથી લઈને દિલ્હી કેપિટલ્સની બાકીની તમામ મેચો સુધી પંત ટીમને ચીયર કરવા સ્ટેડિયમ પહોંચશે
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
