IPL 2023 Points Table: ચેન્નાઇ-લખનઉ મેચ બાદ પૉઇન્ટ ટેબલમાં થયો ફેરફાર, ઓરેન્જ કેપ અને પર્પલ કેપમાં પણ થયો ફેરફાર
આ મેચ બાદ ચેન્નાઈ આઇપીએલના પોઈન્ટ ટેબલમાં કૂદકો મારીને છઠ્ઠા નંબર પર પહોંચી ગઈ છે. આ સાથે જ લખનઉની ટીમ ત્રીજા સ્થાને સરકી ગઈ છે.
CSK vs LSG: આઇપીએલની છઠ્ઠી મેચમાં ચેન્નાઇ સુપર કિંગ્સે લખનઉ સુપર જાયન્ટ્સને પોતાના ઘરેલુ મેદાનમાં હરાવીને ટૂર્નામેન્ટમાં પહેલી જીત હાંસલ કરી. આઇપીએની છઠ્ઠી અને ચેન્નાઇ સુપર કિંગ્સની બીજી મેચ લગભગ ત્રણ વર્ષ બાદ ચેન્નાઇના ચેપૉક સ્ટેડિયમમાં રમાઇ હતી, અને સીએસકેએ પોતાના ઘરેલુ દર્શકોની સામે જીત હાંસલ કરીને ટૂર્નામેન્ટની શરૂઆત કરી છે.
આ મેચમાં 40 ઓવરમાં કુલ 422 રન બન્યા અને 14 વિકેટો પણ પડી હતી, લખનઉ ટૉસ જીતીને ચેન્નાઇને બેટિંગનું આમંત્રણ આપ્યુ હતુ, અને ચેન્નાઇએ 20 ઓવરમાં 7 વિકેટો ગુમાવીને 217 રન બનાવી લીધા હતા. આ સ્કૉરના જવાબમાં લખનઉએ પણ 20 ઓવરમાં 205 રન બનાવ્યા. પરંતુ તેને 12 રનોથી હારનો સામનો કરવો પડ્યો હતો.
સીએસકેએ ચેન્નાઇમાં બતાવ્યો દમ -
આ મેચ બાદ ચેન્નાઈ આઇપીએલના પોઈન્ટ ટેબલમાં કૂદકો મારીને છઠ્ઠા નંબર પર પહોંચી ગઈ છે. આ સાથે જ લખનઉની ટીમ ત્રીજા સ્થાને સરકી ગઈ છે. જ્યારે પૉઇન્ટ ટેબલમાં હાલમાં RCB બીજા સ્થાને અને ગુજરાત ટાઇટન્સ પ્રથમ નંબરે યથાવત છે. આ ઉપરાંત ઓરેન્જ કેપ અને પર્પલ કેપની રેસની વાત કરીએ તો, આમાં નવા ખેલાડીઓ સામે આવ્યા છે. આ મેચમાં ચેન્નાઈના સ્ટાર ઓપનર ઋતુરાજ ગાયકવાડે અડધી સદી વાળી દમદાર ઇનિંગ રમીને સતત બીજી વખત ઓરેન્જ કેપ કબજે કરી હતી. ઋતુરાજે પ્રથમ મેચમાં 92 રન અને બીજી મેચમાં 57 રનની તાબડતોડ ઇનિંગ રમીને કુલ 149 રન બનાવ્યા છે. તેના પછી બીજા નંબરે અહીં લખનઉ સુપરજાયન્ટ્સનો કાયલી મેયર્સ બીજા છે, તેને 2 મેચની 2 ઇનિંગ્સમાં કુલ 126 રન બનાવ્યા છે.
બીજીબાજુ પર્પલ કેપની વાત કરીએ તો, આ લિસ્ટમાં લખનઉ સુપરજાયન્ટ્સનો માર્ક વુડ સૌથી આગળ છે. જેણે અત્યાર સુધી કુલ 2 મેચની 2 ઇનિંગ્સમાં કુલ 8 વિકેટ ઝડપીને તરખાટ મચાવી દીધો છે. તેના પછી બીજા નંબર પર લખનઉનો જ ખેલાડી રવિ બિશ્નોઈ છે. તેને અત્યાર સુધી 2 મેચમાં 5 વિકેટ લીધી છે. આ સિવાય ધોનીની ચેન્નાઇનો મોઈન અલી છે, મોઇન અલીએ આ મેચમાં 4 ઓવર બૉલિંગ કરી અને 4 વિકેટો ઝડપી હતી, આ પછી તે પર્પલ કેપની રેસમાં ચોથા સ્થાને આવી ગયો છે.
Seeing Dhoni complete 5K in 4K! 🤌🤌🤌 #CSKvLSG | @msdhoni | #TATAIPL 2023pic.twitter.com/DzUIBIREpP
— KolkataKnightRiders (@KKRiders) April 3, 2023
There's never a bad time for an MS Masterclass 😇#CSKvLSG | #IPL2023 | #LucknowSuperGiants | #LSG | #GazabAndaz pic.twitter.com/97RY9eW0Fs
— Lucknow Super Giants (@LucknowIPL) April 4, 2023
He came. He saw. He roared! 🦁#CSKVLSG #WhistlePodu #Yellove 🦁💛 pic.twitter.com/szrcSSAHON
— Chennai Super Kings (@ChennaiIPL) April 3, 2023