IPL 2023: રાજસ્થાન વિરુદ્ધ મેચ અગાઉ લખનઉ માટે સારા સમાચાર, ફિટ થયો મોહસિન ખાન
ઈન્ડિયન પ્રિમિયર લીગની 16મી સીઝનમાં લખનઉ સુપર જાયન્ટ્સ (એલએસજી) ટીમ માટે રાજસ્થાન રોયલ્સ સામેની મેચ પહેલા એક રાહતના સમાચાર આવ્યા છે.
Mohsin Khan Injury Update: ઈન્ડિયન પ્રિમિયર લીગની 16મી સીઝનમાં લખનઉ સુપર જાયન્ટ્સ (એલએસજી) ટીમ માટે રાજસ્થાન રોયલ્સ સામેની મેચ પહેલા એક રાહતના સમાચાર આવ્યા છે. ટીમનો ડાબોડી ફાસ્ટ બોલર મોહસિન ખાન સંપૂર્ણ રીતે ફિટ જાહેર કરવામાં આવ્યો છે. સીઝનની શરૂઆત પહેલા મોહસિન ખાન ખભાની ઈજા સાથે ઝઝૂમી રહ્યો હતો. તબીબી સ્ટાફે સીઝની બાકી રહેલી મેચ રમવા માટે સંપૂર્ણ રીતે ફિટ જાહેર કર્યો હતો.
View this post on Instagram
છેલ્લી સીઝનમાં મોહસિન ખાને તેના પ્રદર્શનથી બધાને પ્રભાવિત કર્યા હતા. મોહસિને 9 મેચમાં 14 વિકેટ ઝડપી હતી, જેમાં તેણે એક મેચમાં 16 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. જ્યારે મોહસિને ગત સીઝનમાં 14.07ના ઇકોનોમી રેટથી બોલિંગ કરી હતી ત્યારે તેની એવરેજ 5.97 હતી.
— Lucknow Super Giants (@LucknowIPL) April 18, 2023
મોહસિન ખાનને મુંબઈ ઈન્ડિયન્સે 2018ની આઈપીએલ સીઝનમાં પહેલીવાર પોતાની ટીમનો ભાગ બનાવ્યો હતો, પરંતુ તેને છેલ્લી સીઝનમાં લખનઉની ટીમ તરફથી આઈપીએલમાં ડેબ્યૂ કરવાનો મોકો મળ્યો હતો. મોહસિન ટીમમાં સામેલ થતા લખનઉની ટીમની બોલિંગમાં વધુ મજબૂતી જોવા મળશે જ્યાં માર્ક વુડ, અવેશ ખાન, યશ ઠાકુર અને જયદેવ ઉનડકટ છે.
લખનઉની ટીમે અત્યાર સુધી 5માંથી 3 મેચ જીતી છે
ગત સીઝનની જેમ આ સીઝનમાં પણ લખનઉ સુપર જાયન્ટ્સનું પ્રદર્શન મેદાન પર સારું રહ્યું છે. ટીમે અત્યાર સુધી રમાયેલી 5માંથી 3 મેચ જીતી છે અને 6 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં બીજું સ્થાન મેળવ્યું છે. લખનઉની ટીમ આ સીઝનમાં તેની 6ઠ્ઠી લીગ મેચ રાજસ્થાન રોયલ્સ સામે 19મી એપ્રિલે જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રમવાની છે.
SRH vs MI Match Highlights: મુંબઈએ રોમાંચક મુકાબલામાં હૈદરાબાદને 14 રને હરાવ્યું, લગાવી જીતની હેટ્રિક
SRH vs MI IPL 2023 : IPL 2023 ની 25મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ (MI) એ સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) ને 14 રનથી હરાવ્યું. આ સાથે મુંબઈ ઈન્ડિયન્સે પણ જીતની હેટ્રિક લગાવી હતી. આ મેચમાં 193 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી હૈદરાબાદની ટીમ 19.5 ઓવરમાં 178ના સ્કોર પર સમેટાઈ ગઈ હતી. મુંબઈ માટે કેમેરોન ગ્રીનનું ઓલરાઉન્ડ પ્રદર્શન જોવા મળ્યું, જેણે બેટ વડે 64 રન બનાવ્યા અને મેચમાં 1 વિકેટ પણ લીધી. હૈદરાબાદને છેલ્લા 12 બોલમાં 24 રન બનાવવાના હતા ત્યારે ગ્રીને ચાર રનની ઓવર નાખીને પોતાની ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડી દીધી હતી.
હૈદરાબાદે પ્રથમ 6 ઓવરમાં 2 વિકેટ ગુમાવી હતી, મયંકે ઇનિંગને સંભાળી હતી
193 રનના સ્કોરનો પીછો કરવા ઉતરેલી સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમને પોતાની ઓપનિંગ જોડી પાસેથી સારી શરૂઆતની અપેક્ષા હતી. ટીમને 11ના સ્કોર પર પહેલો ફટકો ગત મેચના સદીના ખેલાડી હેરી બ્રુકના રૂપમાં લાગ્યો હતો જે 9 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. આ પછી હૈદરાબાદને બીજો ફટકો 25 રનના સ્કોર પર રાહુલ ત્રિપાઠીના રૂપમાં લાગ્યો હતો, જે 7 રનની ઇનિંગ રમીને પેવેલિયન પરત ફર્યો હતો. અહીંથી મયંક અગ્રવાલે કેપ્ટન એડન માર્કરામ સાથે મળીને ઈનિંગને સંભાળી અને ટીમને પ્રથમ 6 ઓવરમાં 42 રન સુધી પહોંચાડી દીધી.