શોધખોળ કરો

Ajinkya Rahane: રહાણેએ વર્લ્ડકપ ટીમ માટે ઠોક્યો દાવો, નંબર ચાર પર કરી શકે છે કમાલ........

ખરેખરમાં, આ વર્ષના અંતમાં ભારતમાં આઇસીસી ODI વર્લ્ડ કપનું આયોજન થવા જઈ રહ્યું છે. 2019ની જેમ આ વખતે પણ ટીમ ઈન્ડિયાની સામે નંબર ચારની પૉઝિશન એક મોટો પ્રશ્ન બની ગયો છે.

Ajinkya Rahane: ભારતમાં અત્યારે ક્રિકેટનો મહાકુંભ ચાલી રહ્યો છે, આઇપીએલ 2023, આ વખતે આઇપીએલની 16મી સિઝન રમાઇ રહી છે, આ સિઝનમાં આ વખતે ધોનીની ટીમના ક્રિકેટર અજિંક્યે રહાણે ખુબ ચર્ચામાં છે. કેમ કે આઇપીએલમાં પોતાની રમતના કારણે હવે અજિંક્યે રહાણેએ ટીમ ઇન્ડિયામાં વાપસીનો દાવો ઠોક્યો છે. વાત એમ છે કે આઈપીએલ દ્વારા નવા ખેલાડીઓને માત્ર આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કરવાની જ તક મળે છે, એવું નથી પણ જુના ખેલાડીઓ માટે વાપસીના દરવાજા પણ ખુલી જાય છે. IPL 16 દરમિયાન શાનદાર ફોર્મમાં રહેલો અજિંક્યે રહાણે ODI ટીમમાં વાપસી માટે દાવો ઠોકી દીધો છે, અને આગામી વનડે વર્લ્ડકપ માટે ટીમ ઇન્ડિયામાં વાપસી પણ કરી શકે છે. 

ખરેખરમાં, આ વર્ષના અંતમાં ભારતમાં આઇસીસી ODI વર્લ્ડ કપનું આયોજન થવા જઈ રહ્યું છે. 2019ની જેમ આ વખતે પણ ટીમ ઈન્ડિયાની સામે નંબર ચારની પૉઝિશન એક મોટો પ્રશ્ન બની ગયો છે. છેલ્લા ત્રણ વર્ષમાં શ્રેયસ અય્યરે ચોથા નંબર પર શાનદાર પ્રદર્શન કરીને પોતાનું સ્થાન નક્કી કર્યું હતું, પરંતુ અય્યર અત્યારે પીઠની સર્જરીના કારણે અવઢવમાં છે. આવામાં તે હવે આગામી વનડે વર્લ્ડકપ સુધી ફિટ થશે કે નહીં તે અંગે કંઈ કહી શકાય નહીં.

માર્ચમાં ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી ODI સીરીઝ દરમિયાન ટીમ ઈન્ડિયાએ સૂર્યકુમારને ચોથા નંબર પર અજમાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કેપ્ટન રોહિત શર્માનો આ દાવ એકદમ ફ્લૉપ સાબિત થયો હતો. સીરીઝની ત્રણેય મેચમાં સૂર્યકુમાર યાદવ ખાતું પણ ન હતો ખોલાવી શક્યો,  એટલું જ નહીં સૂર્યકુમાર યાદવને અત્યાર સુધી 23 મેચ રમવાની તક મળી છે અને તેમાં તેને 24ની એવરેજથી માત્ર 433 રન જ બનાવ્યા છે. આવામાં સૂર્યકુમાર યાદવને ચોથા નંબરના રિપ્લેસમેન્ટ તરીકે જોઈ શકાય નહીં.

અજિંક્યે રહાણેની પાસે છે સારો અનુભવ 
બીજીબાજુ અજિંક્યે રહાણેએ IPLની 16મી સિઝનમાં માત્ર રન જ નથી બનાવ્યા, પરંતુ તેની સ્ટ્રાઈક રેટ પણ શાનદાર બનાવી દીધી છે. IPLની 16મી સિઝનમાં રહાણે 52ની એવરેજ અને 199ના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરી રહ્યો છે. રહાણેનું ફોર્મ તેને ચોથા નંબર માટે પ્રબળ દાવેદાર બનાવી રહ્યું છે. રહાણેને પણ વનડેમાં રમવાનો ઘણો અનુભવ છે.

જોકે રહાણેને છેલ્લે 2018માં ODI ટીમમાં રમવાની તક મળી હતી. રહાણેની ODI કારકિર્દીની વાત કરીએ તો, તેને 90 ODIની 87 ઇનિંગ્સમાં 35ની એવરેજ અને 79ની સ્ટ્રાઇક રેટથી 2962 રન બનાવ્યા છે. રહાણેએ વનડેમાં ત્રણ સદી અને 24 અડધી સદી ફટકારી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain : રાજ્યના આ જિલ્લાઓમાં ખાબકશે ધોધમાર વરસાદ, વાંચો લેટેસ્ટ અપડેટ
Gujarat Rain : રાજ્યના આ જિલ્લાઓમાં ખાબકશે ધોધમાર વરસાદ, વાંચો લેટેસ્ટ અપડેટ
PM Modi in Japan: ચંદ્રયાન-5 મિશન માટે સાથે આવશે NASA અને JAXA', ટૉક્યોમાં PM મોદીની જાહેરાત
PM Modi in Japan: ચંદ્રયાન-5 મિશન માટે સાથે આવશે NASA અને JAXA', ટૉક્યોમાં PM મોદીની જાહેરાત
Rain: તાપી જિલ્લામાં અનરાધાર વરસાદ, અનેક નદીઓ બે કાંઠે, રસ્તાઓ જળમગ્ન
Rain: તાપી જિલ્લામાં અનરાધાર વરસાદ, અનેક નદીઓ બે કાંઠે, રસ્તાઓ જળમગ્ન
Santan Saptami 2025 નિઃસંતાન યુગલો માટે વરદાન છે સંત સપ્તમી વ્રત! શુભ પરિણામો માટે પૂજામાં વાંચો આ વાર્તા
Santan Saptami 2025 નિઃસંતાન યુગલો માટે વરદાન છે સંત સપ્તમી વ્રત! શુભ પરિણામો માટે પૂજામાં વાંચો આ વાર્તા
Advertisement

વિડિઓઝ

Nadiad Rain : નડિયાદ શહેરમાં ધોધમાર 3 ઇંચ વરસાદ, પાણી ભરાઈ જતાં ગરનાળા કરવા પડ્યા બંધ, જુઓ અહેવાલ
Gujarat Rain Forecast : દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં પડશે ભારે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Hathmati River Flood : હાથમતી નદીમાં પૂર, કોઝવે પરથી પસાર થવા જતાં પશુ તણાયું
Anand Rain:  આણંદ શહેરમાં ધોધમાર વરસાદ, રસ્તા પાણીમાં ગરકાવ, જુઓ અહેવાલ
Navsari Kaveri River Flood : નવસારીની કાવેરી નદીના પૂરમાં તડકેશ્વર મહાદેવ મંદિર પાણીમાં ગરકાવ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain : રાજ્યના આ જિલ્લાઓમાં ખાબકશે ધોધમાર વરસાદ, વાંચો લેટેસ્ટ અપડેટ
Gujarat Rain : રાજ્યના આ જિલ્લાઓમાં ખાબકશે ધોધમાર વરસાદ, વાંચો લેટેસ્ટ અપડેટ
PM Modi in Japan: ચંદ્રયાન-5 મિશન માટે સાથે આવશે NASA અને JAXA', ટૉક્યોમાં PM મોદીની જાહેરાત
PM Modi in Japan: ચંદ્રયાન-5 મિશન માટે સાથે આવશે NASA અને JAXA', ટૉક્યોમાં PM મોદીની જાહેરાત
Rain: તાપી જિલ્લામાં અનરાધાર વરસાદ, અનેક નદીઓ બે કાંઠે, રસ્તાઓ જળમગ્ન
Rain: તાપી જિલ્લામાં અનરાધાર વરસાદ, અનેક નદીઓ બે કાંઠે, રસ્તાઓ જળમગ્ન
Santan Saptami 2025 નિઃસંતાન યુગલો માટે વરદાન છે સંત સપ્તમી વ્રત! શુભ પરિણામો માટે પૂજામાં વાંચો આ વાર્તા
Santan Saptami 2025 નિઃસંતાન યુગલો માટે વરદાન છે સંત સપ્તમી વ્રત! શુભ પરિણામો માટે પૂજામાં વાંચો આ વાર્તા
દુનિયામાં કયા નેતાને સૌથી વધુ ગાર્ડ્સ ઓફ ઓનર મળ્યા છે, જાણો કયા નંબરે આવે છે PM મોદી?
દુનિયામાં કયા નેતાને સૌથી વધુ ગાર્ડ્સ ઓફ ઓનર મળ્યા છે, જાણો કયા નંબરે આવે છે PM મોદી?
બે વર્લ્ડ કપ રમનાર ક્રિકેટર બન્યો ડાકુ, કોર્ટે ફટકારી આકરી સજા; ક્રિકેટ જગતમાં મચ્યો હંગામો
બે વર્લ્ડ કપ રમનાર ક્રિકેટર બન્યો ડાકુ, કોર્ટે ફટકારી આકરી સજા; ક્રિકેટ જગતમાં મચ્યો હંગામો
એશિયા કપમાં કેવી હશે ટીમ ઈન્ડિયાની જર્સી? થયો મોટો ખુલાસો
એશિયા કપમાં કેવી હશે ટીમ ઈન્ડિયાની જર્સી? થયો મોટો ખુલાસો
Surat: ‘શિક્ષિકા અને સગીર વચ્ચે હતા શારીરિક સંબંધ’, બંન્ને વચ્ચે થયેલી ચેટથી થયો ખુલાસો
Surat: ‘શિક્ષિકા અને સગીર વચ્ચે હતા શારીરિક સંબંધ’, બંન્ને વચ્ચે થયેલી ચેટથી થયો ખુલાસો
Embed widget