IPL 2024 Points Table: KKR ની શાનદાર જીત બાદ પોઈન્ટ ટેબલમાં ફેરફાર, જાણો લેટેસ્ટ અપડેટ
29 માર્ચે યોજાયેલી IPL 2024ની 10મી મેચમાં KKR એ RCBને 19 બોલ બાકી રહેતા 7 વિકેટે હરાવ્યું હતું. કોલકાતા અને બેંગલુરુ વચ્ચેની આ મેચ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઈ હતી.
IPL 2024 Points Table: 29 માર્ચે યોજાયેલી IPL 2024ની 10મી મેચમાં KKR એ RCBને 19 બોલ બાકી રહેતા 7 વિકેટે હરાવ્યું હતું. કોલકાતા અને બેંગલુરુ વચ્ચેની આ મેચ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઈ હતી. RCB સામેની આસાન જીત સાથે, KKR પોઈન્ટ ટેબલમાં વધુ સારી સ્થિતિ હાંસલ કરી છે કારણ કે તે બીજા સ્થાને પહોંચી ગઈ છે. જ્યારે RCB છઠ્ઠા સ્થાને યથાવત છે. IPL 2024માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 3 મેચમાં આ બીજી હાર છે. દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ અત્યાર સુધી આઈપીએલ 2024માં તેમની બંને મેચ હારી ચૂક્યા છે.
શ્રેયસ અય્યરની કપ્તાની હેઠળ કોલકાતાએ સતત બીજી મેચ જીતીને 2 પોઈન્ટ એકત્રિત કર્યા અને હવે 2 મેચમાં 2 જીત સાથે તેના કુલ 4 પોઈન્ટ છે. આ સાથે ટીમે પોઈન્ટ ટેબલમાં બીજું સ્થાન કબજે કર્યું છે અને તેનો નેટ રન-રેટ +1.047 થઈ ગયો છે. ચેન્નાઈ સુપર કિંગ્સ હજુ પણ ટોચ પર છે, જેણે અત્યાર સુધી પોતાની બંને મેચ જીતી છે અને તેના 4 પોઈન્ટ છે. પરંતુ +1.979ના સારા નેટ રન-રેટને કારણે CSK ટોચ પર છે.
જો આપણે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને જોઈએ તો 3 મેચમાં 1 જીત બાદ તેના 2 પોઈન્ટ છે અને ટીમ -0.711ના નેટ રન-રેટ સાથે છઠ્ઠા સ્થાને છે. KKR ચોથા સ્થાનેથી બીજા સ્થાને પહોંચ્યું હોવાથી, રાજસ્થાન રોયલ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ એક-એક સ્થાન ખસીને ત્રીજા અને ચોથા સ્થાને આવી ગયા છે. RR અને SRH પાસે હાલમાં અનુક્રમે 4 અને 2 પોઈન્ટ છે. પાંચમું સ્થાન પંજાબ કિંગ્સ સાથે છે, જેની પાસે 2 મેચમાં 1 જીત બાદ 2 પોઈન્ટ છે. ગુજરાત ટાઇટન્સે અત્યાર સુધીમાં 2 મેચમાં એક જીત નોંધાવી છે, તેથી તે હાલમાં સાતમા નંબરે છે.
દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ અત્યાર સુધી આઈપીએલ 2024માં તેમની બંને મેચ હારી ચૂક્યા છે, તેથી પોઈન્ટ ટેબલમાં તેમનું ખાતું હજુ સુધી ખુલ્યું નથી. DC અને MI હાલમાં નેટ રન-રેટના આધારે અનુક્રમે આઠમા અને નવમા ક્રમે છે. લખનૌ સુપર જાયન્ટ્સે અત્યાર સુધીમાં એક મેચ રમી છે, જેમાં તેને હારનો સામનો કરવો પડ્યો છે. હાલમાં કેએલ રાહુલની કપ્તાનીમાં લખનૌની ટીમ પોઈન્ટ ટેબલમાં છેલ્લા સ્થાને છે.
Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial