Rohit Sharma: રોહિત શર્માની મુંબઈ ઈન્ડિયન્સ સાથેની 200મી મેચને સચિન તેંડુલકરે બનાવી ખાસ, જુઓ વીડિયો
Rohit Sharma 200th IPL Match: રોહિત શર્મા આજે મુંબઈ ઈન્ડિયન્સ તરફથી 200મી આઈપીએલ મેચ રમી રહ્યો છે.
Rohit Sharma, IPL 2024: આજે આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચેની મેચ રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. રોહિત શર્માએ તેની IPL કારકિર્દીમાં 6,000 થી વધુ રન બનાવ્યા છે, 42 વખત અડધી સદી ફટકારી છે અને એક વખત સદી પણ પહોંચી છે. તે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં અત્યાર સુધી 244 મેચ રમી ચૂક્યો છે, પરંતુ આજે SRH સામેની મેચ માટે મેદાનમાં ઉતરતા જ 'હિટમેન' રોહિત શર્મા એક ખાસ સિદ્ધિ પોતાના નામે કરી લીધી છે. રોહિત 2011થી મુંબઈ ઈન્ડિયન્સ માટે રમી રહ્યો છે અને આજે તે આઈપીએલમાં મુંબઈ માટે તેની 200મી મેચ રમી રહ્યો છે. તેની આ ક્ષણને યાદગાર બનાવવા માટે ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેંડુલકરે ખાસ જર્સી આપી હતી.
200th IPL match for the Legendary Rohit Sharma in Mumbai Indians. 👌
— Johns. (@CricCrazyJohns) March 27, 2024
- A special Jersey gifted by MI & Sachin to the Hitman. pic.twitter.com/QMH49Utb1V
રોહિત શર્માએ મુંબઈ ઈન્ડિયન્સ તરફથી અત્યાર સુધી રમાયેલી 199 મેચોમાં 29.39ની એવરેજથી 5,084 રન બનાવ્યા છે. આ સમયગાળા દરમિયાન, તેણે તેની કપ્તાની હેઠળ 5 વખત MI ચેમ્પિયન બનાવ્યું છે અને એક ખેલાડી તરીકે તેણે મુંબઈ માટે 34 અડધી સદી અને એક સદીની ઇનિંગ્સ પણ રમી છે. આ લાંબી અને યાદગાર સફરમાં તેણે 129.86ના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરી છે. IPLમાં મુંબઈ માટે રોહિતનો સર્વોચ્ચ સ્કોર 109 રન છે અને તેણે આ ઈનિંગ 2012માં કોલકાતા નાઈટ રાઈડર્સ સામે રમી હતી.
રોહિત શર્માની મુંબઈ ઈન્ડિયન્સ સાથેની યાદગાર સફર
રોહિત શર્મા વર્ષ 2011માં મુંબઈ ઈન્ડિયન્સમાં જોડાયો હતો, પરંતુ તેને 2013માં ટીમની કપ્તાની મળી હતી. જો કે તેણે 2024માં કેપ્ટનશીપ ગુમાવી હતી અને હવે ટીમનો કેપ્ટન હાર્દિક પંડ્યા છે, પરંતુ તેની 11 વર્ષની કેપ્ટનશિપ દરમિયાન તેણે આ ટીમને 5 વખત ચેમ્પિયન બનાવી છે. રોહિત શર્માને KKR અને દિલ્હી કેપિટલ્સ સહિત ઘણી ટીમો સામે IPLમાં રન બનાવવાનું પસંદ છે. મુંબઈ તરફથી રમતા, અત્યાર સુધીમાં તેણે CSK વિરુદ્ધ 7 અને KKR વિરુદ્ધ 6 અડધી સદી ફટકારી છે. જ્યારે વર્તમાન ટીમોમાં તેની એવરેજ KKR સામે સર્વશ્રેષ્ઠ છે, જેની સામે રોહિતે 26 મેચમાં 44ની એવરેજથી 924 રન બનાવ્યા છે.
𝗢𝗡𝗘 & 𝗢𝗡𝗟𝗬 - 𝐑𝐎𝐇𝐈𝐓 𝐒𝐇𝐀𝐑𝐌𝐀 🫡#MumbaiMeriJaan #MumbaiIndians #SRHvMI | @ImRo45 pic.twitter.com/qjfb63N1Pe
— Mumbai Indians (@mipaltan) March 27, 2024