શોધખોળ કરો

IPL 2024: ફક્ત RCB જ નહી પણ આ ટીમોનું પણ નસીબ નથી ચમક્યું, ક્યારેય નથી જીત્યું IPL ટાઇટલ

IPL 2024: પરંતુ 16 વર્ષના ઈતિહાસમાં હજુ પણ કેટલીક ટીમો એવી છે જે આજ સુધી ચેમ્પિયન બની શકી નથી

IPL 2024: ઈન્ડિયન પ્રીમિયર લીગની શરૂઆત 2008માં થઈ હતી અને પ્રથમ વખત ટ્રોફી ઉપાડનારી ટીમનું નામ રાજસ્થાન રોયલ્સ હતું. તે પછી ચેન્નઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સે પોતાની તાકાત બતાવી 5 વખત આઈપીએલ ચેમ્પિયન બનવાની સિદ્ધિ હાંસલ કરી છે. કોલકાતા નાઈટ રાઈડર્સથી લઈને સનરાઈઝર્સ હૈદરાબાદે પણ ટ્રોફી પોતાના નામે કરી લીધી છે, પરંતુ 16 વર્ષના ઈતિહાસમાં હજુ પણ કેટલીક ટીમો એવી છે જે આજ સુધી ચેમ્પિયન બની શકી નથી. ચાલો જાણીએ તે ટીમો વિશે જે ક્યારેય IPL ચેમ્પિયન બની નથી.

  1. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) 2008 થી ઈન્ડિયન પ્રીમિયર લીગનો એક ભાગ છે અને આજ સુધી વિરાટ કોહલી સહિત 7 ખેલાડીઓ આ ટીમનું નેતૃત્વ કરી ચૂક્યા છે. RCB અત્યાર સુધીમાં ત્રણ વખત ફાઇનલમાં પહોંચી છે, પરંતુ દરેક વખતે ટ્રોફી ઉપાડવામાં નિષ્ફળ રહી છે. આ ટીમ 2009, 2011 અને 2016માં ફાઇનલમાં પહોંચી હતી અને RCB એવી ટીમ છે જેણે ટ્રોફી જીત્યા વિના સૌથી વધુ ફાઇનલ રમી છે. છેલ્લી વખત RCB 2022 માં પ્લેઓફમાં પહોંચ્યું હતું, પરંતુ ક્વોલિફાયર મેચમાં રાજસ્થાન રોયલ્સ સામે હાર્યા બાદ બહાર થઈ ગયું હતું. 16 સીઝન પસાર થઈ ગઈ છે પરંતુ RCBનો ટ્રોફી ન જીતવાનું સ્વપ્ન પુરુ થઇ શક્યું નથી.

  1. પંજાબ કિંગ્સ

પંજાબ કિંગ્સ સાથે જોડાયેલી એક ખાસ વાત એ છે કે અત્યાર સુધી આ ટીમની કેપ્ટનશીપ યુવરાજ સિંહ, કુમાર સંગાકારા અને એડમ ગિલક્રિસ્ટ સહિત 15 ખેલાડીઓને સોંપવામાં આવી છે. આમ છતાં પંજાબની ટીમ અત્યાર સુધી માત્ર એક જ વાર ફાઇનલમાં પહોંચી શકી છે. IPL 2014માં પંજાબ કિંગ્સ ટાઈટલ મેચ સુધી પહોંચી હતી પરંતુ તેને કોલકાતા નાઈટ રાઈડર્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. 2014 પછી પંજાબ ક્યારેય પ્લેઓફમાં પણ પહોંચી શક્યું નથી. આ પહેલા પંજાબ 2008માં પ્લેઓફમાં પહોંચ્યું હતું. ટીમના પ્રદર્શનમાં સાતત્યનો અભાવ તેમને દરેક વખતે ટ્રોફીથી દૂર લઈ જાય છે.

  1. દિલ્હી કેપિટલ્સ

દિલ્હી કેપિટલ્સ આઈપીએલની પ્રથમ સીઝનમાં એટલે કે 2008માં વીરેન્દ્ર સેહવાગની કેપ્ટનશીપમાં પ્લેઓફમાં પહોંચી હતી, પરંતુ સેમિફાઈનલ મેચમાં હાર્યા બાદ બહાર થઈ ગઈ હતી. દિલ્હીએ અત્યાર સુધી માત્ર એક જ ફાઈનલ મેચ રમી છે. IPL 2020ની ફાઇનલમાં દિલ્હી કેપિટલ્સનો સામનો મુંબઈ ઈન્ડિયન્સ સામે હતો, પરંતુ મુંબઈ તે મેચ જીતીને પાંચમી વખત ચેમ્પિયન બન્યું હતું. દિલ્હી છેલ્લે 2021માં પ્લેઓફમાં પહોંચી હતી, પરંતુ જીત હજુ પણ તેમનાથી ઘણી દૂર લાગે છે. ટ્રોફી જીતવા માટે 16 વર્ષની લાંબી રાહનો અંત આવી રહ્યો નથી.

  1. લખનઉ સુપર જાયન્ટ્સ

લખનઉ સુપર જાયન્ટ્સે 2022માં પ્રથમ વખત IPL ટ્રોફી જીતવાની દાવેદારી રજૂ કરી હતી. ટીમને ઇન્ડિયન પ્રીમિયર લીગમાં માત્ર 2 વર્ષ થયાં હોવા છતાં ટીમ બંને વખતે પ્લેઓફમાં પહોંચી છે. 2022માં એલએસજી એલિમિનેટર મેચ હારવાને કારણે બહાર થઈ ગઈ હતી. અને 2023માં પણ ટીમ એલિમિનેટર રાઉન્ડથી આગળ વધી શકી નથી. ટીમ જે રીતે રમી રહી છે તે જોઈને લાગે છે કે ટ્રોફી એલએસજીથી વધુ દૂર નથી. પરંતુ અહીં ટીમો 16-16 વર્ષથી રાહ જોઈ રહી છે, તેથી કેએલ રાહુલની ટીમ માટે ટ્રોફી ઉપાડવી એટલું સરળ નહીં હોય.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Switzerland: સ્વિઝરલેન્ડના ક્રાંસ મોન્ટાનાના બારમાં ભીષણ વિસ્ફોટ, 10 લોકોના મોત
Switzerland: સ્વિઝરલેન્ડના ક્રાંસ મોન્ટાનાના બારમાં ભીષણ વિસ્ફોટ, 10 લોકોના મોત
Flower Show Ahmedabad: મુખ્યમંત્રીના હસ્તે ફ્લાવર શોનો પ્રારંભ,12 વર્ષથી નાના બાળકો-દિવ્યાંગો માટે પ્રવેશ ફ્રી
Flower Show Ahmedabad: મુખ્યમંત્રીના હસ્તે ફ્લાવર શોનો પ્રારંભ,12 વર્ષથી નાના બાળકો-દિવ્યાંગો માટે પ્રવેશ ફ્રી
GSRTC: આજથી એસટીની સવારી થઈ મોંઘી, જાણો બસના ભાડામાં કેટલો કરાયો વધારો?
GSRTC: આજથી એસટીની સવારી થઈ મોંઘી, જાણો બસના ભાડામાં કેટલો કરાયો વધારો?
ChatGPT બનાવનારી કંપની હવે લાગી રહી છે એક નવી AI પેન, ફિચર્સ જાણશો તો દંગ રહી જશો
ChatGPT બનાવનારી કંપની હવે લાગી રહી છે એક નવી AI પેન, ફિચર્સ જાણશો તો દંગ રહી જશો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રાજ્યના જ્વેલર્સ લૂંટાતા બચ્યા
Hun To Bolish : હું તો બોલીશ : 2025માં પોલીસનું ઢીશૂમ-ઢીશૂમ
Hun To Bolish : હું તો બોલીશ : 2025માં કેમ આક્રોશિત થઈ કુદરત ?
Gujarat Unseasonal Rain : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો કમોસમી વરસાદ ?
Gujarat New In-charge DGP Dr KLN Rao : ગુજરાતના નવા ઇન્ચાર્જ DGP બન્યા ડો. કે.એલ. એન. રાવ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Switzerland: સ્વિઝરલેન્ડના ક્રાંસ મોન્ટાનાના બારમાં ભીષણ વિસ્ફોટ, 10 લોકોના મોત
Switzerland: સ્વિઝરલેન્ડના ક્રાંસ મોન્ટાનાના બારમાં ભીષણ વિસ્ફોટ, 10 લોકોના મોત
Flower Show Ahmedabad: મુખ્યમંત્રીના હસ્તે ફ્લાવર શોનો પ્રારંભ,12 વર્ષથી નાના બાળકો-દિવ્યાંગો માટે પ્રવેશ ફ્રી
Flower Show Ahmedabad: મુખ્યમંત્રીના હસ્તે ફ્લાવર શોનો પ્રારંભ,12 વર્ષથી નાના બાળકો-દિવ્યાંગો માટે પ્રવેશ ફ્રી
GSRTC: આજથી એસટીની સવારી થઈ મોંઘી, જાણો બસના ભાડામાં કેટલો કરાયો વધારો?
GSRTC: આજથી એસટીની સવારી થઈ મોંઘી, જાણો બસના ભાડામાં કેટલો કરાયો વધારો?
ChatGPT બનાવનારી કંપની હવે લાગી રહી છે એક નવી AI પેન, ફિચર્સ જાણશો તો દંગ રહી જશો
ChatGPT બનાવનારી કંપની હવે લાગી રહી છે એક નવી AI પેન, ફિચર્સ જાણશો તો દંગ રહી જશો
Flight Attendant Rules: ફ્લાઈટમાં એર હોસ્ટેસ નથી કરી શકતી આ કામ, નિયમોના ભંગ બદલ થાય છે કાર્યવાહી
Flight Attendant Rules: ફ્લાઈટમાં એર હોસ્ટેસ નથી કરી શકતી આ કામ, નિયમોના ભંગ બદલ થાય છે કાર્યવાહી
થાઈલેન્ડમાં નવા વર્ષની ઉજવણી કરતો જોવા મળ્યો MS Dhoni, પુત્રી ઝીવાના લુકે ચોંકાવ્યા
થાઈલેન્ડમાં નવા વર્ષની ઉજવણી કરતો જોવા મળ્યો MS Dhoni, પુત્રી ઝીવાના લુકે ચોંકાવ્યા
Premanand Maharaj Video: પ્રેમાનંદ મહારાજે જણાવ્યું કેવી રીતે કરવી જોઈએ 2026 ના પહેલા દિવસની ઉજવણી
Premanand Maharaj Video: પ્રેમાનંદ મહારાજે જણાવ્યું કેવી રીતે કરવી જોઈએ 2026 ના પહેલા દિવસની ઉજવણી
New Year 2026: આ દેશોમાં 1 જાન્યુઆરીએ નવું વર્ષ ઉજવવા પર મળે છે જેલની સજા
New Year 2026: આ દેશોમાં 1 જાન્યુઆરીએ નવું વર્ષ ઉજવવા પર મળે છે જેલની સજા
Embed widget