IPL 2025 Final: આ પાંચ ખેલાડીઓ પંજાબ કિંગ્સ માટે બન્યા વિલન, પ્રથમ ટાઇટલ જીતવાનું સપનું થયુ ચકનાચૂર
IPL 2025 Final: પ્રભસિમરન સિંહે પ્રિયાંશ આર્ય સાથે 43 રનની ભાગીદારી અને પછી જોશ ઇંગ્લિસ સાથે 29 રનની ભાગીદારી કરી હતી

IPL 2025 Final: રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ 3 જૂન, મંગળવારના રોજ યોજાયેલી IPL 2025 ફાઇનલમાં પંજાબ કિંગ્સને 6 રનથી હરાવીને તેમની પ્રથમ IPL ટ્રોફી જીતી હતી. શ્રેયસ ઐયરે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. RCB એ પંજાબને જીતવા માટે 191 રનનો લક્ષ્યાંક આપ્યો હતો, જે ખૂબ મુશ્કેલ ન હતો પરંતુ પંજાબની ટીમ લક્ષ્યથી 7 રન દૂર રહી હતી. શશાંક સિંહે અંત સુધી સંઘર્ષ કર્યો પરંતુ તે ટીમને જીતાડી શક્યો નહીં. ફાઇનલમાં પંજાબની હારના આ પાંચ રહ્યા વિલનો.
પંજાબ કિંગ્સ (પ્રિયંસ આર્ય અને પ્રભસિમરન સિંહ) ની ઓપનિંગ જોડીની શરૂઆત ધીમી રહી હતી, જોકે એવું લાગતું હતું કે કેપ્ટન શ્રેયસ ઐય્યર સહિત મધ્યમ ક્રમના બેટ્સમેન તેને કવર કરી લેશે પરંતુ તેમ થઈ શક્યું નહીં. શશાંક સિંહે 30 બોલમાં અણનમ 61 રન ફટકાર્યા હતા પરંતુ અન્ય કોઈ બેટ્સમેન તેનો સાથ આપી શક્યો નહીં અને ટીમ ફાઇનલ 6 રનથી હારી ગઈ હતી.
ફાઇનલમાં પંજાબ કિંગ્સની હારના 5 ગુનેગારો
પ્રભસિમરન સિંહે પ્રિયાંશ આર્ય સાથે 43 રનની ભાગીદારી અને પછી જોશ ઇંગ્લિસ સાથે 29 રનની ભાગીદારી કરી પરંતુ તેણે ખૂબ જ ધીમી બેટિંગ કરી હતી. તેણે 22 બોલમા 26 રન કર્યા હતા. જ્યારે તેણે 2 છગ્ગા ફટકાર્યા હતા.
શ્રેયસ ઐયર
શ્રેયસ ઐયર સમગ્ર સીઝન દરમિયાન ખૂબ જ સારું રમ્યો હતો. પંજાબ કિંગ્સ માટે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે, પરંતુ તે ફાઇનલમાં હારનો ગુનેગાર પણ છે. જ્યારે પ્રભસિમરન આઉટ થયો ત્યારે પંજાબનો સ્કોર 8.3 ઓવરમાં 72 રન હતો, પંજાબ સારી સ્થિતિમાં હતું પરંતુ તે ફક્ત 1 રન કરીને પેવેલિયન પાછો ફર્યો. તેનાથી ટીમ પર દબાણ વધ્યું હતું.
નેહલ વઢેરા
વઢેરાએ મિડલ ઓર્ડરમાં ઘણા બોલ બગાડ્યા, જેના કારણે પંજાબ પાછળ રહી ગયું હતું. વઢેરાએ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામેની ફાઇનલમાં 18 બોલમાં 15 રન બનાવ્યા હતા.
માર્કસ સ્ટોઇનિસ
સ્ટોઇનિસને અંતે સારી ઇનિંગ રમવાની જરૂર હતી, તેણે પહેલા બોલ પર સિક્સર ફટકારી પરંતુ બીજા બોલ પર બેજવાબદાર શોટ રમીને કેચ આઉટ થયો હતો. તે ભુવનેશ્વર કુમારનો શિકાર બન્યો હતો.
કાયલ જેમિસન
આઈપીએલ ફાઇનલમાં પંજાબ કિંગ્સ માટે કાયલ જેમિસન સૌથી મોંઘો બોલર હતો, જેણે 3 વિકેટ લીધી હતી પરંતુ 12ની ઇકોનોમી પર રન પણ આપ્યા હતા. તેણે 4 ઓવરના સ્પેલમાં 48 રન આપ્યા હતા.




















