IPL Auction 2025: સીએસકેમાં સેમ કરનની વાપસી, ફાફ ડુ પ્લેસિસ સાથે થઈ ગઈ મોટી ગેમ; દિલ્હીએ સસ્તામાં ખરીદ્યો
IPL Auction Day 2: આઈપીએલ 2025ની મેગા હરાજીમાં સેમ કરનને ચેન્નઈ સુપર કિંગ્સે ખરીદ્યો છે. જાણો ફાફ ડુ પ્લેસિસ આગામી સીઝનમાં કઈ ટીમ માટે રમશે?
IPL Auction 2025 CSK Players List: આઈપીએલ 2025 મેગા હરાજીમાં ચેન્નઈ સુપર કિંગ્સ ખૂબ જ સક્રિય જોવા મળી હતી. બીજા દિવસે પણ આ ટીમ ચતુરાઈપૂર્વક બોલી લગાવતી જોવા મળી છે. ચેન્નઈ સુપર કિંગ્સ (સીએસકે)એ સેમ કરનને 2.40 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. જ્યારે ભારતના ઉભરતા સ્પિન બોલર વોશિંગ્ટન સુંદર પર ગુજરાત ટાઈટન્સે બાજી મારી છે, તેમના પર છેલ્લી બોલી 3.20 કરોડ રૂપિયાની લાગી. જ્યારે દિલ્હી કેપિટલ્સને બમ્પર ફાયદો થયો છે, કારણ કે ડીસીએ ફાફ ડુ પ્લેસિસને માત્ર 2 કરોડ રૂપિયામાં ખરીદી લીધો છે.
ફાફ ડુ પ્લેસિસ વર્ષ 2022થી જ રોયલ ચેલેન્જર્સ બેંગલોર (આરસીબી)ની કેપ્ટનશિપ કરી રહ્યા હતા, તેમનું વ્યક્તિગત પ્રદર્શન પણ શાનદાર રહ્યું છે. મેગા હરાજીમાં તેમની બેઝ પ્રાઈસ 2 કરોડ રૂપિયા રહી અને દિલ્હી કેપિટલ્સે તેમને બેઝ પ્રાઈસમાં ખરીદવામાં સફળતા મેળવી. 2020-2021માં ચેન્નઈ સુપર કિંગ્સ માટે રમી ચૂકેલા સેમ કરનને સીએસકેએ 2.40 કરોડ રૂપિયામાં ખરીદી લીધો છે. તેમના સિવાય વોશિંગ્ટન સુંદર પર ગુજરાત ટાઈટન્સે દાવ રમતા 3.20 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે.
ફાફ ડુપ્લેસિસ પર તો કોઈ અન્ય ટીમે બોલી લગાવી નહીં, પરંતુ સેમ કરનને ખરીદવા માટે સીએસકેને લખનઉ સુપર જાયન્ટ્સ સાથે સ્પર્ધા કરવી પડી. બીજી તરફ વોશિંગ્ટન સુંદર પર ગુજરાત અને લખનઉ ટીમો વચ્ચે જદ્દોજહદ જોવા મળી. તેમની બેઝ પ્રાઈસ 2 કરોડ રૂપિયા હતી અને લખનઉએ 3 કરોડ રૂપિયાથી આગળ બોલી લગાવવાનું યોગ્ય ન માન્યું. અંતે ગુજરાતે 3.20 કરોડ રૂપિયાની બોલી લગાવીને સુંદરને પોતાની સ્ક્વોડમાં સામેલ કર્યો.
સુંદર તેમની છેલ્લી સીઝન સનરાઈઝર્સ હૈદરાબાદ માટે રમ્યા હતા, જ્યારે ડુ પ્લેસિસ આરસીબી માટે છેલ્લી ત્રણ સીઝનમાં 400થી વધુ રન બનાવતા આવ્યા હતા. ડુ પ્લેસિસે આ દરમિયાન 2023 સીઝનમાં 730 રન પણ બનાવ્યા. સેમ કરન તેમના આઈપીએલ કરિયરમાં 883 રન અને 58 વિકેટ પણ ઝડપી ચૂક્યા છે.
આઈપીએલ 2025 મેગા હરાજીના બીજા દિવસે આશ્ચર્યજનક ઘટના બની. અજિંક્ય રહાણે અને કેન વિલિયમ્સન સહિત ઘણા દિગ્ગજ ખેલાડીઓ પ્રથમ રાઉન્ડમાં વેચાયા નહીં. પૃથ્વી શો અને મયંક અગ્રવાલ માટે પણ કોઈએ બોલી ન લગાવી. વિલિયમ્સનની બેઝ પ્રાઈસ 2 કરોડ રૂપિયા હતી. જ્યારે રહાણેની બેઝ પ્રાઈસ 1.50 કરોડ રૂપિયા હતી. પૃથ્વી શોની બેઝ પ્રાઈસ માત્ર 75 લાખ રૂપિયા હતી. પૃથ્વી ટીમ ઈન્ડિયાથી બહાર થયા બાદ ડોમેસ્ટિક ટીમમાંથી પણ બહાર થયા હતા. તેમની વિરુદ્ધ એક્શન પણ લેવામાં આવ્યું હતું.
આ પણ વાંચોઃ