આ મિસ્ટ્રી સ્પિનરને લાગી લોટરી, રિપ્લેસમેન્ટ તરીકે થઈ IPLમાં ધમાકેદાર એન્ટ્રી
Who is Shivam Shukla: IPL 2025 હવે તેના અંતિમ તબક્કામાં છે. પ્લેઓફ માટે 6 ટીમો વચ્ચે કઠિન સ્પર્ધા છે. દરમિયાન, મધ્યપ્રદેશના સ્પિનર શિવમ શુક્લા રિપ્લેસમેન્ટ બનીને આ ટીમનો ભાગ બન્યો છે.

IPL 2025: ઇન્ડિયન પ્રીમિયર લીગ સીઝન 18 તેના અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે, હવે દરેક મેચ પ્લેઓફ માટે મહત્વપૂર્ણ છે. શનિવારે આરસીબી અને કેકેઆર વચ્ચેની મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી, જેના કારણે ડિફેન્ડિંગ ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઇડર્સના પ્લેઓફમાં પહોંચવાના સપના પર પાણી ફરી વળ્યું હતું. હવે KKR ફ્રેન્ચાઇઝીએ શિવમ શુક્લાને પોતાની ટીમમાં સામેલ કર્યો છે.
વેસ્ટ ઈન્ડિઝના ખેલાડી રોમન પોવેલના સ્થાને 29 વર્ષીય શિવમ શુક્લાનો સમાવેશ કરવામાં આવ્યો છે. કોલકાતા નાઈટ રાઈડર્સે રવિવારે આ જાહેરાત કરી. 8 મેના રોજ IPL રદ થયા બાદ પોવેલ ઘરે પરત ફર્યા. 17 મેથી તે ફરી શરૂ થई, પરંતુ તબીબી કારણોસર, તેમણે ભારત પાછા ફરવાનો ઇનકાર કર્યો.
View this post on Instagram
શિવમ શુક્લાનું ટી20 પ્રદર્શન
શિવમે કુલ 8 ટી20 મેચ રમી છે. તેણે કુલ 180 બોલ ફેંક્યા છે, જેમાં 189 રન આપ્યા છે અને 8 વિકેટ લીધી છે. ટી20 માં તેમનું શ્રેષ્ઠ પ્રદર્શન 29 રન આપીને 4 વિકેટ લેવાનું છે. તેમની ઇકોનોમી 6.30 રહી છે, જે આ ફોર્મેટમાં સારી કહી શકાય. શિવમે મધ્યપ્રદેશ ટી20 લીગની પહેલી સીઝનમાં પણ પોતાની બોલિંગથી ખૂબ પ્રભાવિત કર્યા હતા. તેણે 10 વિકેટ લઈને પર્પલ કેપ જીતી અને એક મેચમાં 5 વિકેટ પણ લીધી.
2024-25 સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં, તેણે મધ્યપ્રદેશ માટે 8 મેચમાં 8 વિકેટ લીધી. તેણે સૌરાષ્ટ્ર સામે 4 વિકેટ લીધી. આ સિઝનમાં સનરાઇઝર્સ હૈદરાબાદ દ્વારા તેને નેટ બોલર તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. હવે જ્યારે તે KKR ટીમમાં જોડાઈ ગયો છે, ત્યારે તેને હૈદરાબાદ સામેની મેચમાં પ્લેઈંગ 11માં સ્થાન આપી શકાય છે.
KKR પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગયું છે
તમને જણાવી દઈએ કે કોલકાતા નાઈટ રાઈડર્સે 13 મેચ રમી છે, હવે તેમની પાસે ફક્ત એક જ મેચ બાકી છે જે 25 મેના રોજ સનરાઈઝર્સ હૈદરાબાદ સામે છે. અજિંક્ય રહાણેની આગેવાની હેઠળની KKR પ્લેઓફની દોડમાંથી બહાર થનારી ચોથી ટીમ બની. આ પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સ, રાજસ્થાન રોયલ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ બહાર થઈ ચૂક્યા છે.




















