IPL 2025 Playoff Scenario: રોહિત શર્માની ફોર્મમાં વાપસી, હવે મુંબઇ ઇન્ડિયન્સ પ્લેઓફમાં આ રીતે મેળવી શકશે સ્થાન
IPL 2025 Playoff Scenario:આ જીત સાથે મુંબઈ ઈન્ડિયન્સે પોઈન્ટ ટેબલમાં મોટી છલાંગ લગાવી છે.

IPL 2025 Playoff Scenario: ઈન્ડિયન પ્રિમિયર લીગ 2025ની અડધી સીઝન પૂરી થઈ ગઈ છે. બધી ટીમોએ લીગ તબક્કામાં ઓછામાં ઓછી 7 મેચ રમી છે. ટુર્નામેન્ટમાં 74 માંથી 40 મેચ રમાઈ છે. આ સાથે પ્લેઓફ માટેની લડાઈ હવે વધુ તીવ્ર બની ગઈ છે. આ જીત સાથે મુંબઈ ઈન્ડિયન્સે પોઈન્ટ ટેબલમાં મોટો ઉછાળો નોંધાવ્યો છે અને ત્રીજા સ્થાને પહોંચી ગયું છે. થોડા દિવસ પહેલા નવમા સ્થાને રહેલી ટીમ હવે વિજયના માર્ગ પર ઝડપથી આગળ વધી રહી છે. ચાલો જાણીએ કે પ્લેઓફમાં પહોંચવા માટે મુંબઈ ઇન્ડિયન્સનું સમીકરણ શું છે.
મુંબઈનો સતત ચોથો વિજય
બુધવારે IPLમાં સનરાઇઝર્સ હૈદરાબાદ અને મુંબઈ ઇન્ડિયન્સ આમને-સામને હતા. મુંબઈ ઈન્ડિયન્સે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. કેપ્ટન હાર્દિક પંડ્યાનો આ નિર્ણય ફળદાયી સાબિત થયો. મુંબઈ ઈન્ડિયન્સના બોલરોએ સનરાઈઝર્સ હૈદરાબાદને 8 વિકેટે 143 રન પર રોકી દીધું. રોહિતની શાનદાર ઇનિંગને કારણે મુંબઈ ઈન્ડિયન્સે 15,4 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કર્યું. આ IPL 2025માં મુંબઈ ઈન્ડિયન્સનો સતત ચોથો અને એકંદરે પાંચમો વિજય છે.
ગુજરાત-દિલ્હી પછી હવે મુંબઈ
મુંબઈ ઈન્ડિયન્સે તેમની 9 મેચોમાંથી 5 મેચ જીતી છે. આનાથી તેના પોઇન્ટ 10 થઇ ગયા છે. હવે ફક્ત ગુજરાત ટાઇટન્સ (12) અને દિલ્હી કેપિટલ્સ (12) જ મુંબઈ કરતાં સારી સ્થિતિમાં છે. ગુજરાતની ટીમ વધુ સારા રન રેટના કારણે નંબર વન પર છે. મુંબઈ ઉપરાંત રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ, પંજાબ કિંગ્સ અને લખનઉ સુપરજાયન્ટ્સના પણ પોઈન્ટ ટેબલમાં 10-10 પોઈન્ટ છે. સારા રન રેટના આધારે મુંબઈ ત્રીજા સ્થાને, બેંગલુરુ ચોથા સ્થાને, પંજાબ પાંચમા સ્થાને અને લખનઉ છઠ્ઠા સ્થાને છે. તેમના પછી કોલકાતા નાઈટ રાઈડર્સ (6)નો ક્રમ આવે છે. રાજસ્થાન રોયલ્સ (4), સનરાઇઝર્સ હૈદરાબાદ (4) અને ચેન્નઈ સુપર કિંગ્સ (4) એ ફક્ત બે-બે મેચ જીતી છે અને પોઈન્ટ ટેબલમાં છેલ્લા ત્રણ સ્થાને છે.
MI માટે પ્લેઓફ સમીકરણ
તે લખનઉ સુપર જાયન્ટ્સ, ગુજરાત ટાઇટન્સ, પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સનો સામનો કરશે. જ્યારે IPLમાં, સામાન્ય રીતે 8 જીત એટલે કે 16 પોઈન્ટ સાથે પ્લેઓફમાં પ્રવેશ મળે છે.
જો આપણે આ રીતે જોઈએ તો મુંબઈને બાકીની 6 મેચોમાંથી ઓછામાં ઓછી 4 મેચ જીતવી પડશે. 3 મેચ ઘરઆંગણે રમાઈ રહી હોવાથી તેની શક્યતાઓ વધુ વધી જાય છે. આનાથી સ્પષ્ટ થાય છે કે MI પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ શકે છે. આ માટે તેણે ફક્ત પોતાની લય જાળવી રાખવી પડશે, મેચ જીતવી પડશે અને પોતાનો નેટ રન રેટ જાળવી રાખવો પડશે




















