IPL 2025: ધોનીની ટીમ 10મી મેચ હારી, ચેન્નઇના નામે નોંધાયો શરમજનક રેકોર્ડ
IPL 2025: ઈન્ડિયન પ્રિમિયર લીગ 2025 સીઝન ચેન્નઈ સુપર કિંગ્સ માટે ખૂબ જ ખરાબ રહી છે.

IPL 2025: ઈન્ડિયન પ્રિમિયર લીગ 2025 સીઝન ચેન્નઈ સુપર કિંગ્સ માટે ખૂબ જ ખરાબ રહી છે. મંગળવારે તેમને દિલ્હીમાં સીઝનની 10મી હારનો સામનો કરવો પડ્યો હતો. આ સીએસકે માટે એક સીઝનમાં સૌથી વધુ હારનો રેકોર્ડ છે. આ વર્ષે ટીમ બેટિંગ અને બોલિંગ બંનેમાં સારી નહોતી. ચેન્નઈ પ્લેઓફની રેસમાંથી બહાર થનારી પહેલી ટીમ હતી. હવે ટીમ પોઈન્ટ ટેબલમાં સૌથી નીચે રહેવાના ખતરોનો સામનો કરી રહી છે.
બીજી વખત 10 મેચ હારી
આ બીજી વખત છે જ્યારે ચેન્નઈ સુપર કિંગ્સને એક સીઝનમાં 10 મેચમાં હાર મળી છે. આ પહેલા 2022માં પણ આવું બન્યું હતું. ત્યારે પણ ટીમ 10 મેચ હારી ગઈ હતી. 2012 અને 2020માં ટીમે આઠ-આઠ મેચ હારી હતી, પરંતુ તેમ છતાં ટીમે સારું પ્રદર્શન કર્યું હતું. આ વખતે ટીમ સંપૂર્ણપણે અલગ દેખાય છે. આ વર્ષે CSK ટીમ બેટિંગ અને બોલિંગ બંનેમાં નબળી રહી છે. ખેલાડીઓ ઘાયલ થયા તેઓ સતત સારું પ્રદર્શન કરી શક્યા નહીં અને ટીમ નિર્ણાયક ક્ષણોમાં તાકાત બતાવવામાં નિષ્ફળ ગઈ હતી.
ચેન્નઇ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે એક મેચ બાકી છે. ચેન્નઇ પર સૌથી વધુ હારનો રેકોર્ડ બનાવવાનો ખતરો છે. ઉપરાંત, ટીમ પોઈન્ટ ટેબલમાં સૌથી નીચે રહી શકે છે. આને ટાળવા માટે તેમને ટોચની ટીમ સામે મોટી જીત મેળવવાની જરૂર છે. તેમનો નેટ રન રેટ રાજસ્થાન રોયલ્સ કરતા ઘણો ખરાબ છે. રાજસ્થાન રોયલ્સે પોતાની સીઝનનો અંત સારા પ્રદર્શન સાથે કર્યો છે.
ધોનીની કેપ્ટનશીપ પણ કામ ન લાગી
સીઝનની શરૂઆતમાં ઋતુરાજ ગાયકવાડ ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન હતા. પછી તે ઘાયલ થયો અને ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો હતો. આ પછી કેપ્ટનશીપ મહેન્દ્ર સિંહ ધોનીના હાથમાં આવી. માહીનો જાદુ ચાલ્યો નહીં અને ચેન્નઈનો નિરાશાજનક દેખાવ યથાવત રહ્યો હતો. ચેન્નઈએ લીગની શરૂઆત જીત સાથે કરી હતી. ત્યારબાદ સતત 5 મેચ હારી હતી. પછી લખનઉને હરાવ્યું. આ પછી તેઓ સતત 4 મેચ હારી ગયા. કોલકત્તાને હરાવ્યા પછી ટીમને રાજસ્થાન સામે હારનો સામનો કરવો પડ્યો હતો.




















