IPL 2025: કોહલી પોતાના નામે કરી શકે છે આ મોટો રેકોર્ડ, બીજુ કોઈ તેની આસ-પાસ પણ નથી
થોડા દિવસોમાં IPLની બીજી સિઝન શરૂ થવા જઈ રહી છે. દરેક સિઝનની જેમ આ સિઝનમાં પણ ટૂર્નામેન્ટ દરમિયાન કેટલાક રેકોર્ડ તોડવામાં આવશે અને કેટલાક રેકોર્ડ બનશે.

થોડા દિવસોમાં IPLની બીજી સિઝન શરૂ થવા જઈ રહી છે. તમામ ટીમો આગામી સિઝન માટે જોરશોરથી તૈયારી કરી રહી છે. દરેક સિઝનની જેમ આ સિઝનમાં પણ ટૂર્નામેન્ટ દરમિયાન કેટલાક રેકોર્ડ તોડવામાં આવશે અને કેટલાક રેકોર્ડ બનશે. આ વખતે પણ ચાહકોને વિરાટ કોહલી, રોહિત શર્મા, કેએલ રાહુલ, જોસ બટલર, ઋષભ પંત જેવા ખેલાડીઓ પાસેથી ઘણી અપેક્ષાઓ હશે. ગત સિઝનમાં વિરાટ કોહલીએ સૌથી વધુ રન બનાવીને ઓરેન્જ કેપ જીતી હતી. આવી સ્થિતિમાં, જ્યારે તે IPL 2025માં બેટિંગ કરવા ઉતરશે, ત્યારે ચાહકો ફરીથી તેની પાસેથી દરેક મેચમાં મોટી ઇનિંગ્સની આશા રાખશે.
IPLમાં વિરાટ કોહલી આ મોટો રેકોર્ડ પોતાના નામે કરી શકે છે
IPL 2025માં વિરાટ કોહલી પાસે બેટિંગમાં કેટલાક મોટા રેકોર્ડ બનાવવાની તક હશે. વિરાટ IPLની આ સિઝનમાં 1000 બાઉન્ડ્રી ફટકારનાર પ્રથમ ખેલાડી બની શકે છે. કોહલીએ IPLમાં અત્યાર સુધી 977 બાઉન્ડ્રી ફટકારી છે. તેને 1000ના આંકડા સુધી પહોંચવા માટે માત્ર 23 બાઉન્ડ્રીની જરૂર છે. વિરાટ અત્યારે જે પ્રકારના ફોર્મમાં છે તેને જોતા લાગે છે કે તે આવનારી સિઝનમાં આ રેકોર્ડ સરળતાથી પોતાના નામે કરી લેશે. આ યાદીમાં શિખર ધવનનું નામ બીજા નંબર પર છે. તેણે આ ટૂર્નામેન્ટમાં 920 બાઉન્ડ્રી ફટકારી હતી.
ડેવિડ વોર્નરનું નામ ત્રીજા નંબર પર છે. તેણે IPLમાં 899 બાઉન્ડ્રી ફટકારી છે. આ યાદીમાં મુંબઈ ઈન્ડિયન્સના પૂર્વ કેપ્ટન રોહિત શર્મા ચોથા સ્થાને છે. તેણે આઈપીએલમાં અત્યાર સુધીમાં 879 બાઉન્ડ્રી ફટકારી છે. ધવને આઈપીએલમાંથી નિવૃત્તિ લઈ લીધી છે, તેથી તે વિરાટનો આ રેકોર્ડ તોડી શકશે નહીં. સિઝન પહેલા યોજાયેલી મેગા ઓક્શનમાં ધવનને કોઈએ ખરીદ્યો ન હતો, તેથી તે આ વર્ષે રમતા જોવા નહીં મળે. આ સિઝનમાં એક્ટિવ ખેલાડીઓની વાત કરીએ તો વિરાટ પછી રોહિતનું નામ છે, જેમના માટે આ રેકોર્ડ તોડવો અત્યારે ખૂબ મુશ્કેલ લાગે છે.
IPLના ઈતિહાસમાં સૌથી વધુ બાઉન્ડ્રી ફટકારનાર બેટ્સમેન
વિરાટ કોહલી: 973 (ફોર- 705 સિક્સ- 272)
શિખર ધવન: 920 (ફોર- 768 સિક્સ- 152)
ડેવિડ વોર્નર: 899 (ફોર- 663, સિક્સ- 236)
રોહિત શર્મા: 879 (ફોર- 599 સિક્સ- 280)
ક્રિસ ગેલ: 761: (ફોર- 404 સિક્સ- 357)
22 માર્ચથી IPL 2025ની શાનદાર શરુઆત થશે. તમામ ક્રિકેટપ્રેમીઓ આ સિઝનનથી ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
