શોધખોળ કરો

IPL 2026 પ્લેઓફ લાઇનઅપ નક્કી: RCB, GT, SRH અને RR નો જલવો, જાણો હવે કોની ટક્કર કોની સામે થશે

ક્વોલિફાયર 1 માં RCB અને ગુજરાત વચ્ચે મહામુકાબલો, જ્યારે એલિમિનેટરમાં હૈદરાબાદ અને રાજસ્થાન આમને-સામને; જાણો પ્લેઓફનો સંપૂર્ણ કાર્યક્રમ.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • IPL 2026 પ્લેઓફ માટે RCB, GT, SRH અને રાજસ્થાન રોયલ્સ ક્વોલિફાય.
  • RCB અને ગુજરાત વચ્ચે ક્વોલિફાયર 1, 26 મે ધર્મશાલામાં.
  • SRH અને રાજસ્થાન વચ્ચે એલિમિનેટર, 27 મે ચંદીગઢમાં.
  • ક્વોલિફાયર 1 હારનાર અને એલિમિનેટર વિજેતા ક્વોલિફાયર 2 રમશે.

IPL 2026 Playoff Teams Schedule: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026 ની સિઝન હવે તેના સૌથી રોમાંચક તબક્કામાં પહોંચી ગઈ છે. લાંબી ખેંચતાણ પછી આખરે પ્લેઓફમાં રમનારી 4 ટીમોના નામ ફાઇનલ થઈ ગયા છે. રિયાન પરાગની કપ્તાનીમાં રાજસ્થાન રોયલ્સે પણ ટોપ-4 માં પોતાની જગ્યા પાકી કરીને પ્લેઓફમાં એન્ટ્રી મારી લીધી છે. આ પહેલા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB), ગુજરાત ટાઇટન્સ (GT) અને સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) પોતાની જગ્યા બનાવી ચૂકી હતી. ચારેય ટીમો નક્કી થયા બાદ હવે ક્રિકેટ ફેન્સના મનમાં સૌથી મોટો સવાલ એ છે કે પ્લેઓફમાં કઈ ટીમ કોની સામે ટકરાશે? તો ચાલો એકદમ સરળ ભાષામાં સમજીએ પ્લેઓફનું આખું ગણિત અને મેચોનો કાર્યક્રમ.

ક્વોલિફાયર 1: RCB અને ગુજરાત વચ્ચે જામશે જંગ

પ્લેઓફના નિયમ મુજબ, પોઈન્ટ ટેબલમાં પહેલા અને બીજા નંબરે રહેલી ટીમો વચ્ચે 'ક્વોલિફાયર 1' રમાય છે. આ સિઝનમાં બેંગ્લોર પહેલા ક્રમે અને ગુજરાત ટાઇટન્સ બીજા ક્રમે છે. આથી, આ બંને મજબૂત ટીમો વચ્ચે ક્વોલિફાયર 1 નો જંગ જામશે. આ હાઈવોલ્ટેજ મેચ 26 મે, મંગળવારના રોજ ધર્મશાલાના સુંદર સ્ટેડિયમમાં રમાશે.

એલિમિનેટર: હૈદરાબાદ અને રાજસ્થાન આમને-સામને

ટેબલમાં ત્રીજા અને ચોથા નંબરે રહેનારી ટીમોએ 'એલિમિનેટર' મેચ રમવાની હોય છે. અહીં સનરાઇઝર્સ હૈદરાબાદ ત્રીજા અને રાજસ્થાન રોયલ્સ ચોથા નંબરે છે. આ બંને ટીમો વચ્ચે 27 મે ના રોજ ન્યૂ ચંદીગઢના મહારાજા યાદવિન્દ્ર સિંહ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં કાંટાની ટક્કર થશે.

આ પણ વાંચોઃ IPL 2026: પ્લેઓફમાં ક્વોલિફાય ન થનારી CSK અને LSG જેવી ટીમોને ઈનામી રકમમાં શું મળશે? 

સમજો પ્લેઓફનો નિયમ: ટોપ 2 ટીમોને મળે છે ડબલ ચાન્સ

પ્લેઓફનો ફોર્મેટ ખૂબ જ રસપ્રદ છે. ક્વોલિફાયર 1 રમનારી બંને ટોચની ટીમો (RCB અને GT) પાસે ફાઇનલમાં પહોંચવા માટે 2 તક હોય છે. ક્વોલિફાયર 1 જીતનારી ટીમ સીધી ફાઇનલમાં પહોંચી જશે, જ્યારે હારનારી ટીમને 'ક્વોલિફાયર 2' માં રમવાની વધુ એક તક મળશે.

બીજી તરફ, એલિમિનેટર મેચ 'કરો યા મરો' (Do or Die) જેવી હોય છે. આ મેચમાં હારનારી ટીમ સીધી ટુર્નામેન્ટમાંથી બહાર થઈ જશે. જ્યારે વિજેતા ટીમને ક્વોલિફાયર 2 માં રમવા મળશે, જ્યાં તેનો મુકાબલો ક્વોલિફાયર 1 માં હારેલી ટીમ સાથે થશે.

ક્વોલિફાયર 2 મેચ 29 મે ના રોજ ન્યૂ ચંદીગઢમાં જ રમાશે. આ મેચ જીતનારી ટીમ ફાઇનલમાં પહોંચનારી બીજી ટીમ બનશે. હવે જોવું એ રસપ્રદ રહેશે કે આ 4 ધુરંધર ટીમોમાંથી કોણ બાજી મારે છે!

આ પણ વાંચોઃ મુંબઈને 30 રનથી હરાવી રાજસ્થાન 7મી વખત પ્લેઓફમાં, પંજાબ-કોલકાતા IPL 2026માંથી બહાર

Frequently Asked Questions

IPL 2026 માં પ્લેઓફમાં કઈ 4 ટીમો પહોંચી છે?

IPL 2026 માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB), ગુજરાત ટાઇટન્સ (GT), સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) અને રાજસ્થાન રોયલ્સ (RR) પ્લેઓફમાં પહોંચી છે.

ક્વોલિફાયર 1 મેચ કઈ ટીમો વચ્ચે રમાશે?

પોઈન્ટ ટેબલમાં પ્રથમ અને બીજા ક્રમે રહેલી ટીમો, એટલે કે RCB અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે ક્વોલિફાયર 1 રમાશે.

એલિમિનેટર મેચ કઈ ટીમો વચ્ચે રમાશે?

ત્રીજા અને ચોથા ક્રમે રહેલી ટીમો, એટલે કે સનરાઇઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે એલિમિનેટર મેચ રમાશે.

પ્લેઓફના નિયમ મુજબ, ટોપ 2 ટીમોને શું ફાયદો મળે છે?

ટોપ 2 ટીમો પાસે ફાઇનલમાં પહોંચવા માટે બે તક હોય છે. ક્વોલિફાયર 1 જીતનારી ટીમ સીધી ફાઇનલમાં જાય છે, જ્યારે હારનારી ટીમને ક્વોલિફાયર 2 માં બીજી તક મળે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Advertisement

વિડિઓઝ

No Number Plate , No Petrol : રાજકોટ પોલીસનો મોટો નિર્ણય; નંબર પ્લેટ નહીં, તો ઈંધણ નહીં
Bhavnagar News : ભાવનગરમાં જુગાર પર રેડ દરમિયાન ભાગવા જતાં કૂવામાં ખાબકતા 3 યુવકોના મોત
Rajkot Police : રાજકોટમાં દુકાનદારે ચોકલેટની લાલચ આપી બાળકી સાથે કર્યું અધમ કૃત્ય
Tarun Chugh Gujarat BJP Incharge:  ગુજરાત ભાજપ પ્રભારી બન્યા તરુણ ચૂગ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં ભારે વરસાદની આગાહી?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Embed widget