શોધખોળ કરો

IPL 2026: પ્લેઓફમાં ક્વોલિફાય ન થનારી CSK અને LSG જેવી ટીમોને ઈનામી રકમમાં શું મળશે?

IPL 2026 Prize Money Pool: IPL ચેમ્પિયન અને રનર-અપ ટીમો પર તો કરોડોનો વરસાદ થાય છે, પરંતુ જે ટીમો પ્લેઓફની રેસમાંથી બહાર થઈ જાય છે, તેમને ખાલી હાથે ઘરે જવું પડે છે કે કેમ? જાણો BCCI નો નિયમ.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • IPL 2026 માં પ્લેઓફમાં ન પહોંચનારી ટીમોને કોઈ ઇનામી રકમ નહીં.
  • BCCI ના નિયમ મુજબ, ફક્ત ટોચની ચાર ટીમોને જ પ્રાઇઝ મની મળશે.
  • ગત સિઝનમાં ચેમ્પિયન ટીમને ૨૦ કરોડ, રનર-અપને ૧૨.૫ કરોડ મળ્યા હતા.
  • ત્રીજા અને ચોથા સ્થાનની ટીમોને પણ ક્રમશઃ ૭ અને ૬.૫ કરોડ રૂપિયા મળ્યા.

IPL 2026 Prize Money Pool: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) માં ટ્રોફી જીતનાર અને રનર-અપ રહેનાર ટીમો પર તો ઈનામી રકમનો વરસાદ થાય છે, પરંતુ દરેકના મનમાં એ સવાલ જરૂર થતો હશે કે આખી સિઝન પરસેવો પાડ્યા પછી પણ જે ટીમો પ્લેઓફમાં નથી પહોંચી શકતી તેમને શું મળે છે? ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK), મુંબઈ ઈન્ડિયન્સ (MI) અને લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) જેવી મોટી ટીમો જ્યારે પ્લેઓફમાંથી બહાર છે, ત્યારે ફેન્સ એ જાણવા માંગે છે કે શું આ ટીમો સાવ ખાલી હાથે ઘરે જશે? અહીં અમે તમને પ્લેઓફમાં ન પહોંચનારી ટીમોની ઈનામી રકમ અને ક્રિકેટ બોર્ડના નિયમો વિશેની તમામ વિગતો જણાવીશું.

ICC અને BCCI ના નિયમોમાં છે મોટો તફાવત

સામાન્ય રીતે, જ્યારે ICC ની કોઈ ટુર્નામેન્ટ (જેમ કે વર્લ્ડ કપ) રમાય છે, ત્યારે ઈનામી રકમ ભાગ લેનારી તમામ ટીમો વચ્ચે વહેંચવાનો નિયમ હોય છે. ઉદાહરણ તરીકે, જો કુલ ઈનામી રકમ 50 કરોડ રૂપિયા હોય, તો ચેમ્પિયન અને રનર-અપ સિવાય, ટુર્નામેન્ટમાં ભાગ લેનારી અન્ય તમામ ટીમોને પણ તેમના પ્રદર્શનના આધારે હિસ્સો મળે છે. પરંતુ, ભારતની આ લોકપ્રિય લીગ IPL ની વાત કરીએ તો, BCCI એ ઈનામી રકમ વહેંચવા માટે આવો કોઈ જ નિયમ બનાવ્યો નથી.

શું પ્લેઓફમાંથી બહાર થયેલી ટીમોને કંઈ મળે છે?

સીધા શબ્દોમાં કહીએ તો, ના. IPL પ્લેઓફમાં પહોંચવામાં નિષ્ફળ રહેનારી ટીમોને ઈનામી રકમ (પ્રાઇઝ મની) તરીકે એક પણ રૂપિયો મળતો નથી. આનો અર્થ એ થયો કે ચેન્નાઈ સુપર કિંગ્સ, લખનૌ સુપર જાયન્ટ્સ, મુંબઈ ઈન્ડિયન્સ, દિલ્હી કેપિટલ્સ અને અન્ય જે ટીમો પ્લેઓફની રેસમાંથી બહાર ફેંકાઈ ગઈ છે, તેમને પ્રાઇઝ મનીમાંથી કોઈ જ રકમ નહીં મળે. ટૂર્નામેન્ટની ઈનામી રકમના દૃષ્ટિકોણથી તેમણે ખાલી હાથે જ પરત ફરવું પડશે.

આ પણ વાંચોઃ 15 વર્ષના વૈભવ સૂર્યવંશીએ IPL માં બનાવ્યા 5 એવા મોટા રેકોર્ડ, જેને તોડવા લગભગ અશક્ય છે

પ્લેઓફમાં પહોંચેલી ટીમોને કેટલા રૂપિયા મળશે?

BCCI એ હજુ સુધી IPL 2026 માટે સત્તાવાર ઈનામી રકમની જાહેરાત કરી નથી. પરંતુ, જો આપણે ગત સિઝન (IPL 2025) ના આંકડા પર નજર કરીએ, તો ઈનામી રકમનું માળખું કંઈક આ મુજબ હતું:

ચેમ્પિયન ટીમ: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 20 કરોડ રૂપિયાની માતબર રકમ મળી હતી.

રનર-અપ ટીમ: ફાઇનલમાં હારનારી પંજાબ કિંગ્સને 12.5 કરોડ રૂપિયા અપાયા હતા.

ત્રીજું સ્થાન: ત્રીજા નંબરે રહેલી ટીમને 7 કરોડ રૂપિયા મળ્યા હતા.

ચોથું સ્થાન: ચોથા સ્થાન પર રહેલી ટીમને 6.5 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા.

આમ, IPL માં માત્ર ટોપ-4 માં પહોંચનારી એટલે કે પ્લેઓફ રમનારી ટીમો જ ઈનામી રકમની હકદાર બને છે, બાકીની ટીમોને પ્રાઇઝ મનીમાંથી કોઈ હિસ્સો મળતો નથી.

આ પણ વાંચોઃ IPL 2026: પ્લેઓફમાં 1 સ્થાન માટે 4 ટીમો વચ્ચે કાંટાની ટક્કર, જાણો સંપૂર્ણ પ્લેઓફ સમીકરણ

Frequently Asked Questions

IPL માં પ્લેઓફમાંથી બહાર થયેલી ટીમોને શું મળે છે?

IPL માં પ્લેઓફમાંથી બહાર થયેલી ટીમોને પ્રાઇઝ મની તરીકે કોઈ રકમ મળતી નથી. તેઓ ટૂર્નામેન્ટની ઇનામી રકમમાંથી ખાલી હાથે પરત ફરે છે.

શું IPL અને ICC ની ટુર્નામેન્ટના ઇનામી રકમના નિયમો અલગ છે?

હા, ICC ની ટુર્નામેન્ટમાં ભાગ લેનાર તમામ ટીમોને ઇનામી રકમનો હિસ્સો મળે છે. પરંતુ, BCCI એ IPL માટે આવો કોઈ નિયમ બનાવ્યો નથી.

IPL 2026 માટે ઇનામી રકમ કેટલી હશે?

BCCI એ હજુ સુધી IPL 2026 માટે સત્તાવાર ઇનામી રકમની જાહેરાત કરી નથી. ગત સિઝનના આધારે રકમ નક્કી થશે.

IPL માં કઈ ટીમો ઇનામી રકમ મેળવે છે?

IPL માં માત્ર ટોપ-4 માં પહોંચનારી એટલે કે પ્લેઓફ રમનારી ટીમો જ ઇનામી રકમની હકદાર બને છે. બાકીની ટીમોને કોઈ રકમ મળતી નથી.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
ITR Refund Status: ટેક્સ રિફંડ આવવામાં થઈ રહ્યો છે વિલંબ? ઓનલાઈન આ રીતે ચેક કરો પોતાનું સ્ટેટ્સ
ITR Refund Status: ટેક્સ રિફંડ આવવામાં થઈ રહ્યો છે વિલંબ? ઓનલાઈન આ રીતે ચેક કરો પોતાનું સ્ટેટ્સ
Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા
Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
Weather Forecast: અલનીનો અને વરસાદને લઇને અંબાલાલ પટેલે શું કરી આગાહી, જાણો કેવું રહેશે હવામાન
Weather Forecast: અલનીનો અને વરસાદને લઇને અંબાલાલ પટેલે શું કરી આગાહી, જાણો કેવું રહેશે હવામાન
Embed widget